ખાંસી થઇ હોય ત્યારે ભુલથી પણ ન ખાવી જોઈએ આ વસ્તુઓ નહીં તો તકલીફ ઓછી થવાને બદલે વધી શકે છે

Image Source

ચોમાસામાં વાતાવરણના બદલાવને કારણે આપણા સ્વાસ્થ્યને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. આ સમય દરમિયાન ખાંસી, શરદી, તાવ અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન ની સમસ્યાઓ વધુ જોવા મળે છે. અને તેમાં પણ ખાંસી વધુ હેરાન કરે છે.આવી પરિસ્થિતિ માં એક્સપર્ટ અનુસાર આપણા રોજિંદા ડાયટમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તથા આપણે એવા ખોરાકથી પણ બચવું જોઇએ જેનાથી આપણને ખાંસી અને કફ વધી શકે છે.અહીં તમને એવી વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે ચોમાસા દરમિયાન ખાવાથી દૂર રહેવું જોઈએ.

ચોખા

ચોખા ની તાસીર ઠંડી હોય છે.તેનું સેવન કરવાથી કફની સમસ્યા વધી શકે છે.તેથી જયારે તમને ખાંસી થાય ત્યારે તેના સેવન થી દૂર રહેવું જોઈએ.

Image Source

ખાંડ

જ્યારે તમને ખાંસી થઈ હોય ત્યારે તમારે ખાંડ થી દૂર રહેવું જોઈએ. ખાંસી દરમિયાન ખાંડનું વધુ સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન વધી શકે છે. તેની સાથે જ ખાંડ આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ કમજોર કરે છે અને ખાંસી તથા કફ સમસ્યા વધી શકે છે.

કોફી

કોફી માં આવેલું કે કેફીન આપણા ગળાની માંસપેશીઓને ડિહાઇડ્રેટ કરે છે. તેથી ખાંસી દરમિયાન કોફી નું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છ અને તેનાથી આપણી સમસ્યા વધી શકે છે. તેથી જ જ્યારે તમને શરદી ખાંસી કે જો કામ હોય ત્યારે કેફિનયુક્ત પીણાં થી દૂર રહેવું જોઈએ.

Image Source

દૂધ અથવા અન્ય ડેરી પ્રોડક્ટસ

ખાંસી દરમિયાન દૂધ અથવા અન્ય ડેરી પ્રોડક્ટ ના સેવનથી દૂર રહેવું જોઈએ. તેમાં ઉપસ્થિત તત્વો આપણી છાતીમાં કફ વધારવાનું કામ કરે છે. અને તેનાથી છાતી અને ખાંસી માં કફની સમસ્યા વધે છે. તેથી આ વસ્તુઓ ના સેવન થી દૂર રહેવું જોઈએ.

તળેલા કે મસાલાવાળા ખોરાક

ચોમાસા દરમિયાન લગભગ બધા લોકો જેની સાથે પકોડા અથવા તો કોઈ પણ તળેલી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે. પરંતુ જો તમને ખાંસી થઈ ગઈ છે અને તમે તેનાથી ખૂબ જ હેરાન થાવ છો તો તમારે તળેલા અને મસાલાવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ. તેનું સેવન કરવાથી ખાંસીની સમસ્યા વધી શકે છે. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment