આ સરળ ટોટકા તમને દુશ્મનથી હંમેશા માટે બચાવશે : પાંચ મિનીટ કાઢીને વાંચી લો

“સારું કોઈ જોઈ ન શકે…” આ ઘણાના મોઢે સામાન્ય વાતમાં પણ આપણે સંભાળતા હોઈએ છીએ અને છે પણ એવું જ કે આપણે કોઈ સારું કામ કરવા જતા હોય એમાં સો વિધ્ન આવે! અને આમ પણ માણસને તો ઈર્ષ્યા કરવાનો ગુણ મળ્યો છે એટલે સારું જોઇને તકલીફ તો પડવાની જ. કોઈ ભલે મોઢે ન કહે પણ મનમાં તો બીજાનું સારું જોઇને બળતરા રહે જ…

Image Source

પણ તમને આજના આર્ટિકલ મારફતે ઝેરીલા શત્રુઓથી બચવા માટેના ઉપાયો જણાવ્યા છે. તમે જો આ ઉપાયોને અનુસરો તો શત્રુઓની મીઠી કે ઝેરીલી નજરથી બચી શકાય. અમુક લોકો આંખોના ભારે હોય છે એટલે કે તેની બુરી નજર માત્રથી આપણા કોઈ કામ સુધરી ન શકે તો એવામાં આ ઉપાયો કામ આવી શકે અને શત્રુઓથી બચવામાં મદદ મળે.

તો ચાલો જાણીએ શું છે એ ઉપાયો અને કેવી રીતે અનુસરવા જેનાથી શત્રુઓથી એકદમ સચેત રહી શકાય? જો આ ઉપાયોને વ્યક્તિગત રીતે અનુસરવામાં આવે તો શત્રુઓ તમને નુકસાન નહીં પહોંચાડી શકે. તો જાણીએ વધુ વિસ્તૃતથી માહિતી…

શત્રુઓને શાંત કરવા માટેના ઉપાયો :

 • જો તમે કોઈ દુશ્મનથી કારણ વગર પણ પરેશાન હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે એક ભોજપત્ર પર લાલ ચંદનથી શત્રુનું જે નામ છે એ લખી નાખો. પછી આ પત્રને મધની ડબ્બીમાં મધથી પલાળીને રાખી દો. શત્રુ થોડા દિવસોમાં શાંત થઇ જશે.
 • જો તમે કોઈ દુશ્મનને શાંત કરવા ઈચ્છો છો તો 38 દાણા કાળા અડદના લો અને 40 દાણા ચોખાના ભેળવીને બંનેને એક ખાડામાં દાટી દો. એના પર લીંબુને નીચોવી નાખો. લીંબુ નીચોડતા સમયે સતત શત્રુનું નામ લેતા રહો. આ ઉપાયથી શત્રુ શાંત થઇ જશે અને તેની કોઈ ચાલાકી તમારા પર ફાવશે નહીં અને શત્રુ કોઇપણ પ્રકારનું અહિત નહીં કરી શકે.
 • શત્રુને દૂર કરવા માટેના અન્ય એક ઉપાયમાં : જો કોઈ શત્રુ તમારી પાછળ પડેલ હોય અને અહિત કરવાનો કોશિશ કરતો હોય તો નિયમિત હનુમાનજીને ગોળ કે ગુંદીનો ભોગ લગાવો. આ સિવાય વિશેષમાં હનુમાનજીને પ્રસન્ન કરવા માટે લાલ રંગનું ગુલાબનું ફૂલ ચડાવો તેમજ બજરંગબાણનો પાઠ કરો.
 • શુક્લપક્ષના કોઈપણ બુધવારના દિવસે 5 ગોમતી ચક્રને પોતાના જ માથા પરથી ચારેબાજુ ફેરવીને ફેંકી દો. આ ટોટકા પછી શત્રુ તમને કોઈ જ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડી શકે. આ એક તાંત્રિક ટોટકો છે.
 • જો તમે શત્રુતાને પૂરી કરવા ઈચ્છો છો તો એક નાની એલચી, લાલ ચંદન, સિંદુર, કાચલાનો ભૂકો વગેરે મિશ્ર કરીને ધૂપ બનાવો. આ ધૂપને શત્રુનું નામ લેતા લેતા સળગાવો. આ ટોટકાને અજમાવવાથી થોડા જ દિવસોમાં સારી અસર દેખાશે.

મોરપંખના ફાયદાઓ :

હવે વાત કરીએ શ્રીકૃષ્ણને અતિપ્રિય છે એ મોરપંખની. પહેલાના સમયમાં મોરપંખ એટલે કે મોરના પીંછાની કલમ બનાવીને પણ વાપરવામાં આવતી. ગ્રંથની રચના આ રીતે જ કરવામાં આવી છે. એવી જ રીતે મોરપંખ અન્ય ઘણા કામમાં પણ ઉપયોગી થઇ શકે છે. મોરપંખના ઘણા અન્ય ફાયદાઓ પણ છે. એ સાથે મોરપંખ બીજી સમસ્યાઓને પણ દૂર કરી શકે છે.

 • જ્યારે વ્યક્તિને પૈસાની કમી થઇ રહી હોય ત્યારે એક મોરપંખને પર્સમાં સાથે રાખવાથી ફાયદો થાય છે.
 • રાહુ દોષ હોય તેને ઘરની બહાર ઉતર પૂર્વનની દિશામાં મોરપંખ લગાવવું જોઈએ. આવું કરવાથી રાહ દોષ દૂર થાય છે.
 • જો વૈવાહિક જીવનમાં તણાવ રહેતો હોય તો બેડરૂમમાં પથારીની નીચે મોરપંખને રાખો. આવું કરવાથી પતિ-પત્ની વચ્ચેના પ્રેમમાં વધારો થશે.
 • બુરી નજરથી બાળકને બચાવવા માટે મોરપંખને ચાંદીના તાવીજમાં મઢાવીને પહેરાવો.
 • મોરપંખની પૂજા કરો અને હંમેશા મોરપંખને પોતાની પાસે રાખો. આવું કરવાથી પરિવારમાં સુખ રહેશે અને લોકો જલ્દીથી તમારી વાત માનવા લાગશે.

જો મોરપંખનો ઉપયોગ શત્રુતા ખતમ કરવામાં માટે કરવો હોય તો :

 • જો શત્રુ પરેશાન કરી રહ્યા હોય ત મોરપંખ પર હનુમાનજીના મસ્તક પરથી સિંદુર લઈને એનાથી મંગળવાર કે શનિવારની રાતમાં શત્રુનું નામ લખીને તેને હનુમાનજી પાસે રાખી દો. વહેલી સવારે એ મોરપંખને વહેતા પાણીમાં પધરાવી દો.

શત્રુ મુક્તિ માટે રાશિ મુજબના ઉપાયો :

મેષ :

સામાન્ય રીતે મેષ રાશિના લોકોના દુશ્મન હોતા નથી. પણ છતાં પણ કોઈ દુશ્મન બને તો તેનું કારણ ધન હોય શકે છે. એવામાં શત્રુઓને ઓછા કરવા માટે ધનની લેતી-દેતી વખતે પૂરી રીતે લખાણ કરી લેવું જોઈએ, સાથે બુધવારના દિવસે ગણેશજીને દૂર્વા અર્પિત કરવું જોઈએ.

વૃષભ :

આ રાશિના લોકો માટે સ્વભાવ અને વાણીના કારણે દુશ્મન બની જતા હોય છે. આ રાશિના લોકો માટે જીદ લાંબી ચાલે છે એ માટે શત્રુતા વધુ સમય માટે રહેતી હોય છે. એટલા માટે શત્રુતા ન રહે એ માટે તરત જ સ્વભાવ બદલી લેવો જોઈએ.

મિથુન :

આ રાશિના લોકો ક્રોધી હોય છે અને જલ્દીથી શત્રુતા બનાવી લે છે. પણ જલ્દીથી શત્રુને દૂર કરી લેવામાં પણ આ રાશિના લોકો ચાલક હોય છે. તરત પ્રતિક્રિયાઓ દેવાથી બચો તો શત્રુ નહીં બને. દર મંગળવારના દિવસે હનુમાનજીના દર્શન જરૂરથી કરો.

કર્ક :

આ રાશિના લોકોના ગુપ્ત શત્રુ બહુ જ હોય છે. તેનું કારણ વ્યક્તિત્વ હોય છે. ભાવનાઓના ચક્કરમાં પડવાથી શત્રુતા વધુ રહેતી હોય છે એટલે ધીમે ધીમે આ આદતને છોડી દેવી જરૂરી બને છે. દર ગુરુવારે પીળું તિલક લગાવીને ફરવું.

સિંહ :

આ રાશિના શત્રુ બહુ જ તાકાતવર હોય છે. આ રાશિના લોકોની શત્રુતા અને મિત્રતા બંને ભારે હોય છે. આને દરેક વખતે ગંભીર થવાથી બચવું. પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવાથી શત્રુનો વિનાશ થાય છે.

કન્યા :

કન્યા રાશિવાળા જલ્દી તેના શત્રુ બનવા દેતા નથી. આ લોકો બુદ્ધિથી શત્રુને દૂર રાખે છે. સંતુલિત વ્યવહાર કરે છે શત્રુ બનતા અટકાવે છે. શનિવારના દિવસે દુધિયા કલરના કપડા પહેરવા જોઈએ.

તુલા :

આ રાશિના લોકો શત્રુ બનાવતા જ નથી, અને શત્રુઓની પરવાહ પણ નથી કરતા. પ્રેમમાં મામલામાં તુલા રાશિવાળા વ્યક્તિઓએ સાવચેત રહેવું જોઈએ. દર ગુરુવારના દિવસે મંદિરે ભગવાનને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું. આવું કરવાથી વિરોધીઓ શાંત થઇ જશે.

વૃશ્વિક :

આ રાશિના લોકોના ગુપ્ત શત્રુ બહુ હોય છે. આ રાશિના લોકો બદલો લેવામાં બહુ માને છે એ કારને શત્રુ હંમેશા માટે રહેતા હોય છે. દર મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી બધા સાથેની દુશ્મની ખતમ કરી શકાય છે.

ધનુ :

આ રાશિના લોકો ઝઘડો કરવામાં માને છે. અને ખુદ જ તેના શત્રુ ઉભા કરતા રહે છે. ઝઘડો કરવાથી બચો. શિવલિંગ પર સફેદ ફૂલ ચડાવો. આવું કરવાથી વિરોધી શાંત થઇ જશે.

મકર :

આ રાશિના લોકોને ન બહુ શત્રુ હોય છે ન તો બહુ મિત્ર. છતાં પણ કોઈ શત્રુ હોય તો તેને બુદ્ધિથી દૂર કરો. વધુ રાજનીતિ કરવાથી બચવું જોઈએ. દર બુધવારના દિવસે શ્રીકૃષ્ણને તુલસી પાન અર્પણ કરવું.

કુંભ:

આ રાશિના લોકોના શત્રુ બહુ જ શક્તિશાળી હોય છે. નજીકના લોકો જ ધીમે ધીમે શત્રુ બનતા હોય છે. સોમવારના દિવસે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી બધા જ શત્રુનો નાશ થશે.

મીન :

મીન રાશિના લોકો શત્રુને વધુ નિભાવતા હોય છે અને મિત્રતા પણ તેની જાતે જ રાખતા રહે છે. એટલે શત્રુને મજબુત થવાનો મોકો મળે છે. આ રાશિના લોકો જો હનુમાનજી કે કાલ ભૈરવની પૂજા કરે તો શત્રુનો નાશ થાય છે.

આશા છે આજની માહિતી આપને પસંદ આવી હશે તો આવી જ અન્ય માહિતી વાંચવા માટે તમે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Fakt Gujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *