તમારું વજન ન વધવાના પાછળ હોય શકે છે કદાચ આ સમસ્યાઓ

વજન માપવા માટે બોડી ઇન્ડેક્સ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં લંબાઈને વજનથી સ્કવેરમાં વહેંચવામાં આવે છે. તેનાથી બીએમઆઈ બહાર આવે છે. જો કોઈ વ્યક્તિનો બીએમઆઈ 19થી ઓશો હોય તો તેનું વજન ઓછું હોય છે. વજન 19 થી 24 ની વખતે હોય તો વ્યક્તિ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જો બીએમઆઈ 24થી વધુ હોય તો તેનો અર્થ એ છે કે વ્યક્તિનું વજન વધારે છે. આવી સ્થિતિમાં વજન વધારતા પહેલા તેના ઘટાડાનું કારણ જાણવું પડશે જેથી ભવિષ્યમાં કોઇ સમસ્યા ન થાય.

આજના સમયમાં વજન ઓછું હોવું એ એક સામાન્ય સમસ્યા છે જોકે તેને વધારતા પહેલા વજન ઓછું હોવાનું કારણ જાણવું જોઈએ કારણ કે વજન ઘટાડવું કે ઓછું હોવું એ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનું પરિબળ છે. જરૂરી તપાસ તેમજ ડોક્ટરની સલાહ પછી પૌષ્ટિક આહાર અને ફળોનો આહારમાં સમાવેશ કરવાની સાથે હળવી કસરત કરવામાં આવે તો વજન વધી શકે છે.

વજન ઓછું હોવાના સંભવિત કારણો:

વજન ઓછું હોવાનું પહેલું કારણ હોર્મોનલ અસંતુલન છે જેના લીધે વજન સ્થિર રહે છે.હાઇપો થાઇરોઇડિઝમ જેમાં વજન ઝડપથી વધે છે અને વ્યક્તિ ટૂંક સમયમાં વધારે જાડો દેખાવા લાગે છે. હાઇપર થાઇરોઇડિઝમમા વ્યક્તિનું વજન ઝડપથી ઘટે છે અને તે વધારે પાતળો દેખાય છે. તેનું કારણ એ છે કે તેનો મેટાબોલિક રેટ ખૂબ વધારે વધી જાય છે જેના લીધે તે ખૂબ વધારે ભોજન કરે છે. આ ઉપરાંત કુપોષણ એક સામાન્ય સમસ્યા છે જેના કારણે વજન ઓછું હોવાની સમસ્યા રહે છે.

ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ:

ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ બીમારીને લીધે આતરડા ભોજન પચાવી શકતા નથી. જેના લીધે શરીરને પોષક તત્વો મળતા નથી અને શરીર નબળું દેખાવા લાગે છે. ઊંઘ ન આવવી કે અધૂરી ઊંઘની સાથે તણાવમાં રહેવાથી પણ ભૂખ લાગતી નથી અને વજન ઓછું રહે છે. આવી સ્થિતિમાં તેનાથી છુટકારો મેળવવા માટે જીવનશૈલીમાં સુધારો કરવો પડશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *