સ્વાસ્થ્ય અને સુંદરતાનું પુરુ ધ્યાન રાખે છે આ ચમત્કારિક રીંગણી બટાકા, તો ચાલો જાણીએ તેના ફાયદા.

ય રીંગણી કલરના બટાકા ખાધા છે? રીંગણી કલરના બટાકા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. તે એક પ્રકારના બટાકા જ હોય છે, જે જોવામાં બીટ જેવા હોય છે પરંતુ સ્વાદમાં સામાન્ય બટાકા જેવા જ હોય છે. સામાન્ય બટાકામાં અરારોટની માત્રા વધારે હોય છે જ્યારે રીંગણી બટાકામાં તેની માત્રા ઓછી હોય છે. વિદેશોમાં મળતા રીંગણી બટાકા હવે આપણા દેશમાં પણ સરળતાથી મળવા લાગ્યા છે. આ પ્રકારના બટાકા સૌથી વધારે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. આ બટાકાના કલરના આધાર પર તેને રીંગણી બટાકા કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ કે વિદેશમાં થવા છતાં તે લોકોની વચ્ચે તેટલા લોકપ્રિય કેમ થઇ ગયા છે. જાણો સ્વાસ્થ્ય માટે રીંગણી બટાકા ના ફાયદા.

કેન્સરને દૂર રાખે:

કોલન કેન્સરથી બચવા માટે રીંગણી બટાકા ફાયદાકારક સાબિત થઈ શકે છે. રીંગણી બટાકા માં ફેનોલીક એસિડ જોવા મળે છે, જે કેન્સરની સારવાર કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. રીંગણી બટાકામાં ઘણા એવા કમ્પાઉન્ડ જોવા મળે છે, જે કેન્સરથી લડવામાં મદદરૂપ હોય છે. રીંગણી બટાકાના સેવનથી પેટના કેન્સરમાં રાહત મળે છે.

બ્લડ પ્રેશરમાં ફાયદાકારક:

હાઈ બ્લડપ્રેશર વાળા માટે રીંગણી બટાકા મદદરૂપ સાબિત થાય છે. તેને ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. રીંગણી બટાકામાં જોવા મળતાં તત્વ બ્લડ પ્રેશરને ઓછું કરી દે છે, જેનાથી તે કાબુમાં આવી જાય છે. તેથી હાઈ બ્લડપ્રેશર થવા પર તેનું સેવન જરૂર કરો.

સોજા ઓછા કરે:

રીંગણી બટાકામાં એન્ટી ઓક્સિડન્ટની માત્રા સારી જોવા મળે છે અને એન્ટિ ઓક્સિડન્ટનું સેવન કરવાથી સોજા ઓછા થાય છે. જે લોકોને શિયાળાની ઋતુમાં હાથ અને પગમાં સોજાની સમસ્યા રહે છે, તેને રીંગણી બટાકા જરૂર ખાવા જોઈએ. ફક્ત તે જ નહીં, તે હદય અને આંખોને પણ સ્વસ્થ રાખે છે.

કાળા ધબ્બા ઓછા કરે:

રીંગણી બટાકાના સેવનથી આંખો નીચેના કાળા કુંડાળાને સરખા કરવામાં પણ મદદ મળે છે. તેને ખાવાથી કાળા કુંડાળા એકદમ સરખા થઈ જાય છે. આંખોની નીચે કાળા ધબ્બા હોય તો તમે કાપીને ૧૫ મિનિટ માટે આંખો પર રાખી પણ શકો છો. આંખો પર તેને રાખવાથી ઠંડક મળશે અને કાળા ધબ્બા ઓછા થઈ જશે.

ફાઈબરથી ભરપૂર:

રીંગણી બટાકા માં વધારે માત્રામાં ફાઈબર જોવા મળે છે. હાઈ ફાઇબરને પેટ માટે સારું માનવામાં આવે છે. ફાઇબર યુક્ત જમવાથી કબજીયાતની સમસ્યા થતી નથી અને જમવાનું સરળતાથી પચી જાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *