આ હોટલો અજીબ જરૂર છે, પણ તેમાં રહેવાનુ સાહસ સૌથી અલગ જ છે

કોઈ પણ જગ્યાએ ફરવા જતા પહેલા એક ટેન્શન જરૂર હોય છે કે આપણે ક્યાં જઈશું, તે જગ્યાએ હોટેલ્સ હશે કે નઈ. જો હશે તો કેવી હશે. કારણકે હોટેલ જ એક એવી જગ્યા છે જે તમારા ટ્રાવેલિંગને સારૂ બનાવે. આજે અમે તમને દુનિયાની એવી હોટેલ્સ વિષે જણાવવાના છીએ, જે સામાન્ય હોટેલ્સની જેમ નથી પણ જરા હટકે છે.

સેન્ડ હોટેલ, ઇંગ્લેન્ડ

ઇંગ્લેન્ડની વેયમાઉથ બીચમાં ચારે તરફ ફેલાયેલ રેતીની ચાદર અને ઉપર ખુલ્લું આસમાન, આપણા પોતાના માં જ એક અલગ અનુભવ જગાવે છે. આ અનુભવને વધારે સારો બનાવે છે, અહીની સેન્ડ હોટેલ, જેને દુનિયામાં પસંદિત કરેલા કલાકારોને એક અઠવાડિયામાં મહેનત બાદ ૧,૦૦૦ ટન રેતીથી બનાવી હતી. આ હોટેલમાં બેડથી લઈને વિશ્રામખંડ પણ રેતીથી બનાવેલ છે.

જિરાફ હોટેલ, કેન્યા

પ્રકૃતિ અને જંગલી જાનવર સાથે રાત વિતાવવાનો અનુભવ તમને ફક્ત કેન્યામાં જ મળી શકે છે. અહીની હોટેલને  જિરાફને કારણે ઓળખવામાં આવે છે. અહી સવારના નાસ્તો કરવા માટે જિરાફ પણ રાહ જોઈ રહ્યો હોય છે. આ હોટેલના ભાડુંમાં અહીની મોસમ પ્રમાણે ચઢાવ અને ઉતાર આવે છે.

સાલા સીલ્વેરમીન, સ્વીડન

સ્વીડનના ઉત્તર-પશ્ચિમમાં ૧૪૦ કિલોમીટર દુર આવેલા સ્ટોકહોમમાં વધારે ચાંદીની ખાણો છે, જેણે હોટેલનું રૂપ આપીને વિકસાવવામાં આવી છે.

આ હોટેલને જમીનથી ૧૫૫ મીટરના ઊંડાણમાં બનાવવામાં આવી છે, અહી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણકે અહી સિક્યુરિટીએ યોગ્ય ગોઠવણો કરેલ છે. આ હોટેલના એક રાત રહેવા માટે તમારે ૪,૨૯૦ સ્વીડિશ ક્રોવન્સ ચુકવવા પડે.

માનતા અંડરવોટર, ઝાંઝીબાર

પોતાની વિશિષ્ટતાની લીધે આ હોટેલ મોંધી છે, કારણકે આને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ઝાંઝીબારનુ માનતા રીઝોર્ટ એક એવી અનોખી હોટેલ માંથી એક છે, જ્યાં સમુદ્રની વચ્ચે તમને રાત વિતાવવાનો મોકો મળે.

કકસલાઉત્તાને હોટેલ, લેપલેન્ડ

ફિનલેન્ડમાં કકસલાઉત્તાનેની હોટેલ પોતાની ઇગ્લૂની લીધે વધારે ફેમસ છે. કાંચથી બનેલી આ હોટેલ શિયાળામાં પણ રૂમને ગરમ રાખે છે. આમાં રહેવાનો જે ખ્યાલ છે તે તમને વન્ડરલેન્ડની કહાનીયોમાં ડૂબવાની ફરજ પાડે છે.

આઇસ હોટેલ, સ્વીડન

સ્વીડનના કીરુનાથી ૧૩ કિલોમીટર દુર ૬૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલ આઇસ હોટેલમાં જવાનો સૌથી યોગ્ય સમય નવેમ્બરમાં છે, જે પોતાની આજુબાજુના માહોલને વધારે ઠંડો બનાવી દે છે.

ટ્રી હોટેલ, સ્વીડન

તમે બાળપણથી સપના જોતા હશો કે તમારું ઘર ટ્રી હાઉસ હોય, જ્યાં તમે સૌથી વધારે એન્જોય કરી શકો. સ્વીડનની આ ટ્રી હોટેલ તમારા એ સપનાને પૂરું કરી શકે છે. અહી પર બનેલા ટ્રી હાઉસને ધણા બધા ડીઝાઇનરો એ ડીઝાઇન કર્યું છે.

Source – janvajevu

પોસ્ટ ગમી હોઈ તો Like અને Share કરવનું ના ભૂલતા…

Leave a Comment