જો મુસાફરીમાં ઉલટી થાય છે તો આ ઘરેલુ ઉપાયો કામ કરશે

જો મુસાફરી દરમિયાન તમને પણ ઉલટી થાય છે તો આ ઘરેલૂ ઉપાયોની મદદથી તમે પણ સરળતાથી તેને દૂર કરી શકો છો.

Image Source

લાંબી યાત્રા દરમિયાન કોઈપણ ને ઉલટી થાય છે. સામાન્ય રીતે કોઇ વાહનમાં બેસતા જ તમારો જીવ ગભરાવા લાગે છે કે પછી મુસાફરી દરમિયાન ઉલટી થાય છે તો તમારે પરેશાન થવાની જરૂર નથી. કેમકે આજે આ લેખમાં અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે ઊલટી ની પરેશાનીને સરળતાથી દૂર કરી શકો છો. તમારા ઘરમાં જ એવી ઘણી સામગ્રી છે, જેને તમે મુસાફરી દરમિયાન લઈ શકો છો અને તેનું સેવન કરીને ઊલટીની સમસ્યા દૂર કરી શકો છો. ચાલો આ ઘરેલુ ઉપાયો વિશે જાણીએ.

લીંબુ અને ગરમ પાણી:

Image Source

તમે જ્યારે પણ કોઈ મુસાફરી માટે નીકળો, ત્યારે તમારી સાથે લીંબુ અને ગરમ પાણીને મિક્સ કરીને રાખવું. જ્યારે પણ મુસાફરી દરમિયાન લાગે કે ઉલટી થવાની છે, ત્યારે આ પાણીનું સેવન કરી લેવું. તેનાથી ઉલટી સરળતાથી બંધ થઈ જશે. આ ઉપરાંત, ઊલટી જેવું મન થાય ત્યારે તમે લીંબુના એક બે ટીપા પણ જીભ પર રાખી શકો છો. આમ કરવાથી નક્કી છે કે તમને ઉલટી નહીં થાય.

તુલસીના પાન:

Image Source

તુલસીના પાન પણ ઉલ્ટી રોકવા માટે ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપાય છે. તમે જ્યારે પણ લાંબી મુસાફરી માટે ઘરેથી નીકળો તો બેગમાં કેટલાક તુલસીના પાન જરૂર સાથે રાખી લો. જ્યારે તમને ઉલટી જેવો અનુભવ થાય ત્યારે તરત જ તુલસીના પાનનું સેવન કરી લેવું. તેનાથી તમને ખૂબ જ ઝડપથી રાહત મળશે. તમે ઈચ્છો તો તુલસીનો રસ પણ કાઢીને તમારી સાથે રાખી શકો છો.

આદુ:

Image Source

ઊલટીની સમસ્યા દૂર કરવા માટે તમે આદુ નો પણ ઉપયોગ કરી શકો છો. જીહા, બસ, ટ્રેન કે અન્ય મુસાફરી દરમિયાન તમને જ્યારે પણ લાગે કે ઉલટી થવાની છે ત્યારે આદુનો ટુકડો ચૂસ્યા પછી તમે સારો અનુભવ કરશો. એટલું ધ્યાન જરૂર રાખવું કે તેને ફક્ત ચુસવાનું છે, ખાવાનું નથી.

અજમા:

Image Source

ઊલટીની સમસ્યાને દૂર કરવા માટે તમે અજમાનો ઉપયોગ પણ કરી શકો છો. અજમા ઊલટીની સમસ્યામાં રાહત મેળવવા માટે ઘણા મદદરૂપ છે. તેના માટે તમે કપૂર, ફુદીનાના પાન અને અજમાને મિક્સ કરીને થોડીવાર માટે તડકામાં રાખીને કોઈ બોટલમાં ભરી લો.તેને મુસાફરી દરમિયાન તમારી સાથે રાખો અને જ્યારે પણ ઉલટી થાય તો તેને ખાઈ લો. તેનાથી તમને ખૂબ જ ઝડપથી રાહત મળશે.

આશા છે કે આ માહિતી આપને પસંદ આવી હશે. આવા જ અન્ય લેખ ગુજરાતી ભાષામાં વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો

#Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *