દાઝ્યા પછી જો નિશાન રહી જતાં હોય તો આ ઘરેલું ઉપાયોથી છુટકારો મેળવી શકાય છે.

Image Source

રસોડાના કામ કરતી વખતે ઘણીવાર ધ્યાન ભટકવાથી બળી જઈએ છીએ. આવી સ્થિતિમાં બળતરા એટલી વધારે હોય છે કે તે સહનશીલતાની બહાર થઈ જાય છે. ત્યારે સ્ત્રીઓ દાઝ્યા પછી બરફના ટુકડા લગાવે છે કે પછી ટૂથપેસ્ટ કે ઠંડુ પાણી નાખીને કામ ચલાવે છે, પરંતુ આ દરેક ઉપાયોથી ફક્ત થોડા સમય માટે બળતરા થી રાહત મળે છે પરંતુ દાઝ્યાનું નિશાન હંમેશા માટે રહી જાય છે. હવે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે દાઝ્યા પછી તરત જ શું કરવું જેનાથી નિશાન ન રહે. આ ઘરેલુ ઉપચાર છે.

  • દાઝેલા ભાગ પર તરત જ હળદરવાળું પાણી લગાવવાથી બળતરા ઓછી થઇ જશે અને નિશાન નહિ પડે.
  • દાઝેલા ભાગ પર કાળા તલને પીસીને લગાવી લો. તેનાથી બળતરા અને દાગ-ધબ્બાથી રાહત મળી શકે છે.

  • દાઝ્યા પછી તરત જ તેના પર ઠંડું પાડવું રાખો જેથી ફોલ્લી ન પડી શકે અને નિશાન પણ ન પડે.
  • દાઝેલા ભાગ પર તુલસીના પાનનો રસ લગાવવાથી દાગ ધબ્બા ઓછા થઈ જાય છે.
  • આગથી બળી ગયા પછી મેથીના દાણાને પાણીમાં પીસીને તેનો લેપ બનાવિને દાઝેલા ભાગ પર લગાવવાથી બળતરા દૂર થાય છે. સાથે સાથે નિશાનથી પણ છુટકારો મળે છે.

  • દાઝેલા ભાગ પર બટાકા કે બટાકાની છાલ રાખો કારણકે તેનાથી બળતરામાં રાહત મળશે અને ઠંડક મળશે. આ સાથે નિશાન પણ નહીં પડે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *