૩૦ વર્ષની ઉંમરમાં તમને સ્વસ્થ અને યુવાન બનાવી રાખશે આ આદતો, તમારી દૈનિક દિનચર્યામાં કરો સમાવેશ

વધતી ઉંમરની સાથે ઘણા પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થવા લાગે છે, એવામાં ૩૦ની ઉંમરના થતાં જ જીવનશૈલીમાં બદલાવ ખૂબ જ જરૂરી છે.

Image Source

એવું જરૂરી નથી કે તમારું શરીર વધતી ઉંમરની સાથે પણ તેવી જ રીતે કામ કરે, જેવું પહેલા કર્યા કરતું હતું. વધતી ઉંમરની સાથે એક એવો પણ સમય આવે છે, ત્યારે તમે નબળાઇ નો અનુભવ કરવા લાગો છો, ખાસ કરીને ૩૦ વર્ષની ઉંમરમાં. ઘણી સ્ત્રીઓને ૩૦ વર્ષની ઉંમરમાં નિયમિત કમરના દુખાવાની સમસ્યા થાય છે. ઓફિસ લાઇફમાં એક જગ્યાએ બેસવાને લીધે ચાલવાનું ઓછું થાય છે. આ કારણથી ઘણા પ્રકારની શારીરિક સમસ્યા શરૂ થઈ જાય છે.

આ ઉપરાંત આપણું પ્રારંભિક ભોજન અને જીવનશૈલી જે આપણે બાળપણથી બનાવતા આવ્યા છીએ, તેની મોટી અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે. તે વધતી ઉંમરમા પણ સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સ્વસ્થ જીવનશૈલી અને કેટલીક ખોટી ટેવોને છોડવાથી તમે ફક્ત સ્વસ્થ જ નહીં રહી શકો, પરંતુ ઘણી ગંભીર બિમારીઓથી પણ પોતાને બચાવી શકો છો. ચાલો જાણીએ આ સ્વસ્થ ટેવો વિશે જેને ૩૦ વર્ષની ઉંમરે જરૂર અનુસરવી જોઈએ.

સવારે વહેલા ઉઠો:

Image Source

હંમેશા તમે જોયું હશે, સવારે વહેલા ઉઠવા વાળા હંમેશા સ્વસ્થ રહે છે. તેવું એટલે કેમકે તે તમને એક અનુશાસન અને સંરચના બનાવવામાં મદદ કરે છે. આમ કરવાથી તમારી પાસે કસરત અને આરામ બંને કરવા માટે પૂરતો સમય મળે છે.શરીરની જરૂરિયાતોને પૂરી કરવી:

સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાઓને નજરઅંદાજ ન કરો. જો તમને કોઈ ખાદ્ય પદાર્થોની એલર્જી છે તો તેને ખાવાનું ટાળો. એવુ ઘણીવાર થાય છે જ્યારે સ્ત્રીઓને દૂધ-દહી પચતુ નથી, તો તેનો તમારા ભોજનમાં સમાવેશ ન કરવો. જો તમે તમારા સ્વાસ્થ્યને મહત્વ નહીં આપો તો વધારાની ઇન્ફ્લામેશન અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થવાની સમસ્યા થઈ શકે છે.

કસરતની રૂટિન અનુસરો:

Image Source

૩૦ વર્ષની ઉંમરમાં પ્રવેશ કરતાં જ તમારા રૂટિનમાં કસરતનો સમાવેશ જરૂર કરી લો. આ ઉપરાંત ચાલવું, દાદરનો ઉપયોગ કરવો વગેરે બાબતોને અનુસરો. આ બધું તમારા માટે ખૂબ જરૂરી છે કેમકે શરીર તેનાથી મૂવમેન્ટ કરતું રહેશે. તેમજ કસરત કરવાથી ન ફક્ત કેલરી બર્ન કરી શકાય છે, પરંતુ તમારા શરીરને શક્તિશાળી પણ બનાવી રાખી શકે છે.

ચરબીથી ડરવું નહિ

જરૂરી નથી કે ચરબીનો મતલબ મેદસ્વીતા થાય છે. શરીરને સ્વસ્થ ચરબીની પણ જરૂર હોય છે. એવોકાડો માં જોવા મળતા મોનો અનસેચ્યુરેટેડ ફેટ અને નટ્સમાં જોવા મળતા સ્વસ્થ ફેટ બંને જ તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

સ્વસ્થ ખોરાક અનુસરો:

Image Source

જો તમે મોટા થઇ રહ્યા છો તો ડાયટિંગ નહીં પરંતુ સ્વસ્થ આહાર ખાવાનું શરૂ કરો. ખાલી પેટ રહેવાથી તમે જપથી મેદસ્વીતાના શિકાર બની શકો છો, તેથી જરૂરી છે કે તમારા પેટને સ્વસ્થ ખોરાક થી ભરવામાં આવે. તેમજ માત્રને ગુણવત્તા પર ધ્યાન રાખો, જેનાથી તમારા શરીરને પોષણ મળી શકે અને તમારું પેટ પણ ભરેલું રહે. ઘણીવાર સ્ત્રીઓને તેવું લાગે છે કે જમવાનું છોડવાથી પાતળા થઇ શકાય છે, જેમકે તેવુ નથી. જમવાનું છોડવાથી તમે નબળા થઈ શકો છો, પાતળા નહિ.

મસાલાઓનું સેવન કરો:

Image Source

ડીપ ફ્રાય વસ્તુઓને છોડી શકો છો, તેનો અર્થ એવો નથી કે મસાલા ઓનું સેવન કરવાનું બંધ કરી દો. આ મસાલાઓ ફક્ત તંદુરસ્તી માટે જ ફાયદાકારક નથી પરંતુ તેના ઉપયોગથી ભોજનનો સ્વાદ પણ વધી જાય છે. તજ, હળદર, મરી એવા ઘણા મસાલા છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, તેનાથી ફક્ત બ્લડ શુગરને નિયંત્રણ નથી કરી શકતું પરંતુ બીજા ગંભીર રોગો ને પણ દૂર કરી શકાય છે.

મીઠાઈથી દૂર રહો :

જો તમને ગળ્યું ખૂબ પસંદ છે, તો વધતી ઉંમરની સાથે તેને ઓછું કરો. શુગર યુક્ત વસ્તુઓના સેવન કરવાને બદલે સ્વસ્થ વસ્તુઓનું સેવન કરો, જેમ કે મધ. જણાવી દઈએ કે મેદસ્વિતા વધવાનું એક કારણ મીઠાઈ પણ છે. શોધ મુજબ વધારે ખાંડ ખાવાથી હદય રોગ થવાનું જોખમ ૩૮ ટકા વધી જાય છે. તે એક બળતરા ઘટક માનવમાં આવે છે જેનું સેવન ૧૦ ગ્રામથી વધારે ન હોવું જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *