ઠંડીની સીઝનમાં બગડેલા વાળ સુધારવા માટેની આ ચાર ટીપ્સ આપશે મોટી રાહત…

Image Shutterstock

મૌસમની અસર શરીર પર હોય છે એટલે કે શરીરને શિયાળો, ઉનાળો કે ચોમાસું એ મુજબ અલગ અલગ અહેસાસ થતો હોય છે. જેમ કે, શિયાળાની શરૂઆત થતા જ ચામડીને મોસ્ચ્યુંરાઈઝરની જરૂર પડશે. ઉનાળામાં શરીરને વધુ પાણીની જરૂર પડશે. આવી રીતે મૌસમની અસર શરીર પર હોય છે.

એવી જ રીતે અત્યારે ચાલી રહેલી ઠંડીની સીઝનમાં મોટાભાગની મહિલાઓને વાળ ખરાબ થઇ જવાની સમસ્યા થતી હોય છે. ઠંડીમાં વાળ કડક થઇ જાય છે અને વાળ તૂટવાની સમસ્યા વધારે હોય છે. અમુક મહિલાઓને આ મૌસમમાં ખોડાની સમસ્યા પણ થતી હોય છે. તો આ બધી સમસ્યાનું આસીનીથી સોલ્યુશન કરી શકાય છે.

ઠંડીની મૌસમમાં જો કોઇપણ વાળની લગતી સમસ્યા હોય તો માત્ર અમુક આસાન ઉપાયોથી વાળને હેલ્ધી રાખી શકાય છે. રૂક્ષ વાળથી લઈને વાળ તૂટવાની જેવી બધી સમસ્યાનો અંત આવી શકે છે, જો આપ અહીં જણાવેલ ટીપ્સને ફોલો કરો તો…”તો દોસ્તો બીના દેરી કિયે આજમાયે યે ટીપ્સ…”

વાળને હેલ્ધી રાખવા માટેના ઉપાયો :

1. જલ્દી જલ્દી વાળને સાફ ન કરો :

જો તમે દરરોજ વાળ સાફ કરો છો અથવા દરરોજ વાળ ધોવાની આદત છે તો ઠંડીની મૌસમમાં આ આદતને બદલો. વાળને જરૂર કરતા વધારે વખત સાફ કરવાથી વાળનું નેચરલ ઓઈલ ખતમ થઇ જાય છે. વધારે વખત શેમ્પુ કે કંડીશનરનો ઉપયોગ પણ વાળને ખરાબ કરી શકે છે.

ઠંડીની મૌસમમાં જલ્દી જલ્દી વાળ ધોવાની આદતને બદલી દર બે કે ત્રણ દિવસે અથવા દર પાંચ દિવસે એવી રીતે વાળને સરખી રીતે ધોવા જોઈએ. આપની અનુકુળતા મુજબ ટાઈમ ટેબલ બનાવી શકો છો. ઉપરાંત વાળ ધોવાના આગળના દિવસે રાતે વાળમાં તેલ નાખીને માલીશ કરવું જોઈએ, જેથી બીજે દિવસે વાળને સાફ પણ રાખી શકાય અને તેલ નીકળી જશે.

2. સહેજ ગરમ પાણીનો ઉપયોગ કરવો :

Image Shutterstock

ઠંડીની સીઝનમાં ઠંડા પાણીથી વાળ સાફ કરવા એ એક પ્રકારની ટાસ્ક બની જતી હોય છે. એવામાં ખરેખર તો વાળને સારા રાખવા માટે સહેજ ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પણ અહીં ધ્યાનમાં રહે ઈ ગરમ પાણી એટલે બહુ જ ગરમ પાણી નહીં બલકે હુંફાળું પાણીનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવ્યું છે. આ ટેકનીક વાળને ડેમેજ થતા બચાવે છે.  

વધારે ગરમ પાણીની ઉપયોગ કરવામાં આવે તો વાળ જલ્દીથી મૂળમાંથી તુટવા લાગે છે અને રૂક્ષ થવા લાગે છે. આ સાથે માથામાં કાયમી માટે ખોડાની સમસ્યા રહે એવું પણ બની શકે છે.

Image Shutterstock

3. વાળમાં રેગ્યુલર ઓઈલીંગ :

ઠંડીની ઋતુ અને ઠંડી હવા વાળનું મોસ્ચ્યુંરાઈઝર ખતમ કરી દે છે. વાળ રફ અને ડલ થવાની સમસ્યા થવા લાગે છે. માથાના તાળવામાં ઓલીવ ઓઈલથી મસાજ કરો, જે વાળ માટે ફાયદાકારક છે અને સાથે આખા દિવસના થાકને પણ ઉતારી દે છે.

વાળમાં કોઇપણ તેલ લગાવી શકાય છે પણ વાળમાં શેમ્પુ કરતા પહેલા તેલને સહેજ ગરમ કરીને લગાડવાથી વાળને ફાયદો થાય છે અને વાળની ચમક વધે છે.

Image Source

4. પાણીની કમી ન થવા દો :

આ ઇમ્પોર્ટન્ટ ટીપ્સ છે, આ ટીપ્સ આખી બોડી માટે બહુ જ જરૂરી છે. ઠંડીની સીઝનમાં બહુ જ ઓછું પાણી પીવાને બદલે ઉલટું આ મૌસમમાં જ વધારે પાણીની જરૂર પડે છે. જો તમે શરીરની ત્વચા, વાળ અને બ્યુટીને જાળવી રાખવા ઇચ્છતા હોય તો વધારે પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ.

વધારે પાણી પીવાના અનેક ફાયદા છે, જેમાં વાળને પણ બેનીફીટ મળે છે. સાથે ખંજવાળ, ઇરીટેશન, રૂક્ષતા અને ખોડા જેવી તમામ સમસ્યાથી છુટકારો મળશે. આ બધી ટીપ્સને સમયની અનુકુળતા મુજબ ફોલો કરો અને  વાળને હેલ્ધી રાખવા માટે આપ આગળ કદમ વધારી શકો છો.

આ માહિતી સાથે આપ પણ વાળને હેલ્ધી રાખવા માટે અહીં જણાવેલ ટીપ્સને ફોલો કરો અને વાળથી બનાવો એકટ્રેકટીવ લૂક…

આશા છે કે આ લેખની માહિતી આપને પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ને લાઈક કરો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *