ત્વચાને લગતી કોઇપણ બીમારીમાં આ ચાર આયુર્વેદિક દવાઓ આપશે જબરદસ્ત ફાયદો…

Image by StockSnap from Pixabay

સૌથી પહેલા તો આજના આર્ટીકલની વપરાયેલા શબ્દો વિષે પરિચય આપતા જણાવી દઈએ તો રીંગવોર્મને હિન્દીમાં દાદ કહેવાય છે અને આયુર્વેદમાં રીંગવોર્મને દદ્રુ કહેવામાં આવે છે. આ એક ચામડીને લગતી બીમારી છે અને આ બીમારીમાં દર્દીને આખા શરીર પર અલગ – અલગ જગ્યાએ ચામડીની વિભિન્ન સમસ્યા જોવા મળે છે. ફંગસને કારણે ચામડીની આ બીમારી થાય છે. તમને આ આર્ટીકલના માધ્યમથી રીંગવોર્મ બીમારીની તમામ જાણકારી જણાવી દઈએ સાથે આ બીમારીથી બચવાના ઉપાયની પણ જાણકારી જણાવી દઈએ :

આખા શરીરની ચામડી પર અથવા શરીરના કોઈ અંગની ચામડી પર લાલ અથવા આછા ભૂરા રંગના ગોળ ચાઠા જેવા નિશાન જોવા મળે છે, જેમાં ખંજવાળ આવે છે અને અતિ હદની સ્થિતિની વાત કરીએ તો તેમાં પરુ પણ થઇ શકે છે અને ખંજવાળની સાથે સાથે લોહી નીકળે એવી સ્થિતિ સર્જાય છે.

રીંગવોર્મ માટે આયુર્વેદ પણ એક બેસ્ટ ઓપ્શન છે. આયુર્વેદમાં પણ રીંગવોર્મને મટાડવા માટેની દવા બનેલ છે, જે દર્દીને જલ્દીથી સાજા કરી શકે છે. આયુર્વેદ ચિકિત્સાની વાત કરીએ તો શંખપુષ્પી, હળદર, પીળા રંગના ફૂલવાળું નાનું ઝાડ અમલતાસ, ચક્રમર્દ, મોનોસપર્મા એટલે કે પલાશ જેવી જડીબુટ્ટીનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. એવી જ રીતે આયુર્વેદ પદ્ધતિ દ્વારા તૈયાર કરેલ દદૃધ્ન વટી, મહામરીચ્યાદી તેલ, આરોગ્યવર્ધીની તેલ/વટી, કરન્જાદી તેલ અને કૈશોર ગુગળનો ઉપયોગ બહુ જ ફાયદાકારક રહે છે.

Image by Ryan McGuire from Pixabay

આ બીમારી થવાનું કારણ :

આયુર્વેદમાં ત્વચા રોગને કુષ્ઠ રોગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. આયુર્વેદમાં ૧૮ પ્રકારના અલગ – અલગ ત્વચા રોગનું વર્ણન કરવામાં આવ્યું છે. રીંગવોર્મ એટલે દાદ જેવી ત્વચાને લગતી બીમારીને પણ એમાં શામિલ કરવામાં આવી છે. આ રોગ થવા પાછળનું કારણ એ છે કે ત્રિદોષની પ્રણાલી સીસ્ટમ ખરાબ થવાથી આ રોગ થવાનું કારણ માનવામાં આવે છે. ત્રિદોષમાં સાથે કફ અને પિત દોષ પણ હોય છે, જેથી ત્રિદોષ પ્રણાલી અસંતુલિત થવાનું કારણ આ બીમારી બની શકે છે અને આ બીમારી રીંગવોર્મ બીમારી લાગુ પાડી શકે છે.

આ બીમારીના લક્ષણ :

રીંગવોર્મ એટલે કે દાદની બીમારીમાં વ્યક્તિને સખત ખંજવાળ સાથે લાલ કે આછા ભૂરા રંગના ચાઠા થાય છે. અતિ ખરાબ સ્થિતિમાં તેની અંદર પરુ પણ ભરાઈ શકે છે. સામાન્ય રીતે ચામડી ફાટી જવાથી આ ત્વચાને લગતી બીમારી થવાનું કારણ પણ માનવામાં આવે છે.

આયુર્વેદ પદ્ધતિમાં કઇ ઔષધીથી રીંગવોર્મમાં ફાયદો થાય છે?

આયુર્વેદ પદ્ધતિમાં જડીબુટ્ટી દ્વારા દવાઓ બનાવવામાં આવે છે. એ માટે આયુર્વેદ જાણકારો તેમાં ઘણું બધું સંશોધન કરે છે અને પછી જાહેર કરે છે કે કઇ જડીબુટ્ટી કઇ બીમારીમાં ઉપયોગી થશે. રીંગવોર્મ એટલે કે દાદની વાત કરીએ તો શંખપુષ્પી, હળદર, પીળા રંગના ફૂલવાળું નાનું ઝાડ અમલતાસ, ચક્રમર્દ, મોનોસપર્મા એટલે કે પલાશ જેવી જડીબુટ્ટીનો ઉપયોગમાં લેવામાં આવે છે.
રીંગવોર્મને મટાડવા માટેની આયુર્વેદીક દવાઓ અને તેના નામ :

દદૃધ્ન વટી :

ગોળીના રૂપમાં આ આયુર્વેદિક દવા બજારમાં મળે છે. આ દવાનો ઉપયોગ ત્વચા રોગ માટે કરવામાં આવે છે. સફેદ ડાઘના ઈલાજ માટે પણ આ આયુર્વેદિક દવા કામ લાગે છે.

મહામરીચ્યાદી તેલ :

મહામરીચ્યાદી તેલ એ એક પ્રકારનું પ્રવાહી હોય છે, જેને પણ બજારમાંથી અથવા આયુર્વેદિક સ્ટોર પરથી ખરીદી શકાય છે. આ તેલ બનાવવામાં માટે તેમાં સફેદ અર્ક, રક્તચંદન, ઈન્દ્રાયાણ મૂળ, દૂધ, નાગરમોથા અને અન્ય વિશેષ ઔષધીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્વચાને લગતી સમસ્યા માટે તેમજ ત્વચા પરના ડાઘને દૂર કરવામાં આ તેલ મદદ કરે છે.

આરોગ્યવર્ધીની વટી :

આ એક પ્રસિદ્ધ આયુર્વેદિક મિશ્રણ છે. દરેક પ્રકારના ત્વચા રોગના નિયંત્રણ માટે આ દવા ઉપયોગી છે. આ દવા બનાવવા માટે હર્બોમિનરલ વસ્તુઓ વાપરવામાં આવે છે. જેમ કે, લીમડો, ત્રિફળા, અભ્રક ભસ્મ, તામ્ર ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘટકો પિત, કફ અને વાયુ પ્રણાલીને સંતુલિત કરવા માટે કારગર છે. શરીર સંબંધિત દોષ દૂર કરી ત્વચાને લગતા રોગ દૂર કરવામાં આ આયુર્વેદિક દવા ઉપયોગી છે.

કરન્જાદી તેલ :

દાદ એટલે કે રીંગવોર્મ માટે તેમજ ત્વચામાં થયેલ કોઇપણ પ્રકારના સંક્રમણ માટે આ તેલ ઉપયોગી છે. આ તેલમાં ચમેલીના ફૂલ ઉમેરીને બનાવવામાં આવે છે. સાથે અન્ય ઔષધી પણ ઉમેરીને આ તેલને તૈયાર કરવામાં આવે છે.

કૈશોર ગુગળ :

કૈશોર ગુગળમાં અંદર ગિલોય, ગુગળ અને ત્રિફળા મુખ્ય હોય છે. આ જડીબુટ્ટી શરીરના વધેલા પિતને અને લોહીનું શુદ્ધિકરણ કરવા માટે બહુ ઉપયોગી છે. સૌન્દર્ય અને ત્વચાના નિખાર માટે આ દવા ઉપયોગી છે. ત્વચા સંબંધિત રોગના નિવારણ માટે પણ આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે.

આ આયુર્વેદિક દવા તેમજ તેના ઉપયોગ દ્વારા ત્વચાની બીમારીને દૂર કરવામાં મદદ મળી શકે છે. ત્વચાને સ્વસ્થ બનાવવા માટે પણ આ દવાઓનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદ કોઇપણ બીમારીને ધીમે-ધીમે ઠીક કરે છે પણ મૂળથી બીમારીને ઠીક કરે છે; ઉપરાંત બીજીવાર થતી બીમારીથી પણ બચાવી શકે છે.

તો આજની જાણકારી અહીં સુધી… તમે ગુજરાતીમાં અવનવી માહિતી વાંચવાના શોખીન હોય તો ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *