કોરોનાથી તમારા પરિવારજનોને બચાવા માગો છો ?…. તો આ વસ્તુઓથી તેમેને દૂર રાખજો…

કોરોનાકાળમાં હાલ બધાજ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખી રહ્યા છે. ખાસ કરીને લોકો પોતાના ખોરાક પ્રત્યે સૌથી વધારે ધ્યાન આપી રહ્યા છે. તેમા પણ લોકો એવા ખોરાક ખાવાનું પહેલા પસંદ કરે છે. કે જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય. ખાસ કરીને લોકો ઘરનું ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે. સાથેજ ઉકાળો તેમજ એવી વસ્તુઓનું સેવન કરી રહ્યા છે કે જેનાથી શરીરને રક્ષણ મળી રહે..

જોકે આજે પણ અમુક લોકો એવા છે કે જે બહારનું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. આજની લાઈફસ્ટાઈલમાં આપણે કામ પ્રત્યે વધારે અને ખોરાક પ્રત્યે વધારે ધ્યાન આપી રહ્યા છે. જેના કારણે આપણાને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે આજે અમે તમને એવી વસ્તુઓ વીશે માહિતગાર કરીશું કે જે વસ્તુઓથી તમારે કોરોનાકાળમાં દૂર રહેવું જોઈએ

સોડા

અમુક લોકોને રોજ સોડા પિવાની આદત હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે સોડામાં મીઠાસ અને હાઈ કેલરી સિવાય કોઈ પણ ન્યુટ્રિશન નથી. એક સર્વેમાં એવું સામે આવ્યું છે કે સોડાનું દરરોજ સેવન કરવાથી આપણું વજન પણ વધી જતું હોય છે. સાથેજ તેના કારણે આપણી ઈમ્યુનીટી સીસ્ટમ ઉપર પણ ગંભીર અસર થતી હોય છે. જેથી આ સમયે સોડાથી દૂર રહેશો તેટલું તમારા માટે સારુ રહેશે..

તળેલો ખોરાક

આજે મોટા ભાગના લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માગે છે. જો તમે પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માગો છો તો પછી તમારે તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ જેવા જંકફૂડથી તમારે દૂર રહેવું જોઈએ. કારણકે તેવા ખોરાકનું સેવન કરવાથી તમારી ઈમ્યુનીટી સિસ્ટમ પર તેની ખરાબ અસર પડતી હોય છે…

આલ્કોહોલ

ઘણા લોકો દરરોજ આલ્કોહોલનું સેવન કરતા હોય છે. અને તેઓ એવું માને છે કે મર્યાદીત આલ્કોહોલનું સેવન કરવું આપણા શરીર માટે પણ સારુ છે. પરંતુ આપને જણાવી દઈએ કે આલ્કોહોલનું સેવન કરવાને કારણે આપણા શરીર પર તેની ગંભીર અસર થતી હોય છે. આલ્કોહોલથી તમારી ઉંઘ પર તો ખરાબ અસર થશે સાથેજ તમારી રોગપ્રતિકારક શક્તિ ઉપર પણ તેની ગંભીર અસર થતી હોય છે.

કેક અને પેસ્ટ્રી

cake-pastry

Image Source

ખાસ કરીને છોકરીઓને કેક અને પેસ્ટ્રી ખાવી ખુબ ગમતી હોય છે. આ સીવાય અન્ય લોકોને પણ આ વસ્તુ ખાવાનો ઘણો શોખ હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે તેમા વધારે માત્રામાં સુગર હોય છે. સાથેજ તેમા ફેટ પણ રહેલું હોય છે. જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પર તેની ગંભીર અસર થતી હોય છે. મહત્વનું છે કે સુગરમાં ઈન્ફલેમેશન વધારે પ્રમાણમાં હોય છે. જેના કારણે તમારી ઈમ્યુનિટી સિસ્ટમ પર તેની ગંભીર અસર થતી હોય છે.

એનર્જી ડ્રીન્ક

આજની પેઢીમાં એનર્જી ડ્રીન્કના સેવનનું પ્રમાણ વધ્યું છે. જોકે આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે તેમા કેફીનનું પ્રમાણ રહેલું હોય છે. જેના કારણે તમારી ઉંઘ પર તેની ગંભીર અસર થાય છે. સાથેજ તેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પર પણ ખરાબ અસર થતી હોય છે. જેથી શક્ય હોય તો એનર્જી ડ્રીન્કથી હાલ પૂરતા દૂર રહેશો તે વધારે સારુ રહેશે.

જંક ફૂડ

પીઝા, બર્ગર અને સેન્ડવીચ જેવા ખોરાકનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પર તેની ખરાબ અસર થતી હોય છે. કારણકે તેમા મોટા પ્રમાણમાં કેલરી, ફેટ , સોડિયમ અને સુગર હોય છે. જે તમારી ઈમ્યુનીટી સિસ્ટમ પર અસર કરે છે. ઉપરાંત તેને કારણે હ્રદય રોગ તેમજ ડાયાબિટીસ જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે.

આઈસ્ક્રીમ

ગરમીમાં આઈસ્ક્રીમ ખાવું કોને ન ગમે. પરંતું હાલ કોરોનાકાળમાં તમે આઈસ્ક્રીમથી દૂર રહેશો તે વધારે સારુ રહેશે. કારણકે તેમા સુગરની માત્રા વધારે હોય છે. સાથેજ આઈસ્ક્રીમમાં સેચ્યુંરેટેડ ફેટ પણ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીરમાં ઈન્ફલેમેશન વધી જાય છે. અને તમારી રોગપ્રતિકારક શક્તિ પર તેની સીધી અસર થતી હોય છે.

બટાકાની વેફર

બટાકાની વેફર મોટાભાગના લોકો ખોવાનું પસંદ કરે છે. ખાસ કરીને ઉપવાસમાં ઘણા લોકોતો તેજ ખાઈને દિવસ પસાર કરતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે બટાકાની વેફરમાં મીઠું અને સેચ્યુરેટેજ ફેટ વધારે માત્રામાં રહેલી હોય છે. જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પર તેની સીધી અસર થાય છે. જેથી શક્ય બને તો હાલ બટાકાની વેફરથી દૂર રહેશો તેટલું સારુ રહેશે.

ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે જેની ખાસ નોંધ લેવી

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *