દુનિયાની આ પાંચ જગ્યાએ માત્ર ૧૮વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ જ જઈ શકે – બાકી સખ્ત મનાઈ

આમ તો આપણે કોઇપણ જગ્યાએ જઈ શકીએ છીએ તેમાં ઉંમર સાથે કોઈ મતલબ હોતો નથી. પરંતુ દુનિયામાં ૫ જગ્યા એવી છે જ્યાં જવા માટે તમારી ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ. જો તમારી ઉંમર ૧૮થિ નીચેની છે તો આ પાંચ જગ્યાઓ પર તમને એન્ટ્રી મળે નહીં. તો યાદ રાખી લો આ પાંચ જગ્યાના નામ કારણ કે ૧૮થી નીચનાની એન્ટ્રી અહીં મનાઈ પર છે.

(૧) લંડનની અમોરા સેક્સ & રિલેશનશિપ એકેડેમી

આ એકડેમી માત્ર નામની જ નથી પણ અહીં ભણવાવાળા Self Described Methodથી બધું જ સમજે છે. અહીં ઘણા બધા પુતળાઓ રાખવામાં આવ્યા છે. જેને જોઇને સેક્સનું નોલેજ મેળવી શકાય છે. આ વિષયોનો ૯ અલગ-અલગ ઝોન બનાવવામાં આવ્યા છે. ૨૦૦૧ માં શરૂ થયેલ આ એકેડમીમાં ૧૮થી નીચેની વયના લોકોને એન્ટ્રી મળતી નથી.

(૨) નેકેડ રોલરકોસ્ટર

આ નેકેડ રોલરકોસ્ટરનું નામ ગીનીસ બુકમાં નોંધવામાં આવ્યું છે. કપડા વગર તેમાં સફર કરવામાં આવતી હતી. જેનો અનોખો રેકોર્ડ બન્યો હતો. પુરૂષો અને સ્ત્રીઓ આ રાઈડમાં વગર કપડાએ સફર કરતા હતા. આ રાઈડમાંથી થતી કમાણી કેન્સર પીડિત દર્દીઓ માટે વાપરવામાં આવતી હતી. હાલ તો આ રોલરકોસ્ટર તૂટી ગયું છે એ બંધ હાલતમાં છે પણ અહીં ૧૮ વર્ષથી નીચેની વયના વ્યક્તિને જવાની મનાઈ હતી.

(૩) એટલાન્ટાનું એક્સટ્રીમ હોન્ટેડ હાઉસ

Adults Only ટેગની સાથે બનેલા આ હોન્ટેડ હાઉસમાં ઘણા એવા ખુણાઓ છે જે તમને ડરવા માટે મજબૂર કરી દે એમ છે. અહીં ટુર ઓફ ટોર્ચર પણ છે, જેમાં તમે જોઈ શકો છો લોકોને કેવી-કેવી રીતે યાતના દેવામાં આવે છે. બહુ ડરામણી આ જગ્યા હોવાના કારણે આ જગ્યા પર ૧૮ વર્ષથી નીચેના વ્યક્તિને જવાની સખ્ત મનાઈ છે.

(૪) થ્રિલ વોટર પાર્ક

આ પાર્ક ૨૦૧૫માં ખુલ્યો હતો. અહીં ૬૫૬ સ્યુટસ, ૩૬૦ ડીગ્રી લૂપવાળા રોલર કોસ્ટર છે અને એવું ઘણું બહુ છે જે થ્રિલ પેદા કરે છે. એટલે તો અહીં ૧૮ વર્ષથી નીચેના વ્યક્તિને જવાની મનાઈ છે.

(૫) ફ્રાંસનું વાઈન થીમ પાર્ક

આ થીમ પાર્ક ફ્રાંસના Bordeaux વિસ્તારમાં છે, જ્યાં સૌથી વધુ વાઈન બને છે. ૨૦૧૬માં આ વાઈન થીમ પાર્ક ચાલુ થયું. અહીં ૨૦ વાઈનના સેક્શન છે તેમજ વાઈન ઈતિહાસ સમજી શકાય તેવું કલ્ચર છે આ વાઈન રીલેટેડ થીમ પાર્ક છે તેથી અહીં ૧૮ વર્ષથી નીચેના લોકોને જવા પર પ્રતિબંધ છે.

દુનિયાની આ એવી પાંચ જગ્યાઓ છે જ્યાં બાળકોને જવાની સખત મનાઈ છે. ૧૮ વર્ષથી વધુની વયના વ્યક્તિઓ જ જઈ શકે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *