આ પાંચ દેશી ફેસપેક એક રક્ષણાત્મક કવચ તરીકે પણ કાર્ય કરે છે, જેનાથી ઉનાળામાં તમારી ત્વચા દાઝશે કે મૂર્જાશે નહિ.

Image Source

ત્વચાની સંભાળ માટે ગરમીમાં ફેસ પેક ખુબ જરૂરી હોય છે. અહી જે 5 ફેસ પેક વિશે જણાવવામાં આવ્યુ છે, તે દરેક સંપૂર્ણ રીતે કુદરતી વસ્તુઓથી બનેલા ઘરેલુ ફેસ પેક છે. તેથી તે સંપૂર્ણ રીતે કેમિકલ વગરના અને સુરક્ષિત છે.

ઉનાળાની ઋતુમાં ત્વચા ખૂબ ઝડપથી દાઝી જાય છે. તાપમાન અને જમીનમાંથી બહાર નીકળતી વરાળ ત્વચાનું પાણી ઝડપથી શોષી લે છે. આ કારણે ત્વચા નિસ્તેજ અને નિર્જીવ દેખાવા લાગે છે. તેટલું જ નહિ જો આજ રીતે ત્વચાનું પાણી બાષ્પિકૃત થતું રહે તો શરીરમાં ડિહાઇડ્રેશન પણ થવા લાગે છે. આને અવગણવા માટે, તે મહત્વનું છે કે તમે તમારી ત્વચાને ઠંડક ભારેલા ઘરેલુ સંભાળ આપો. જેથી તમારી ત્વચા ગરમી નો સામનો કરી શકે.

Image Source

બટાકાનું ફેસ પેક:

ગરમીમાં ત્વચાને ઠંડક આપવા અને વધતા કાળાપણને રોકવામાં કાચા બટાકાનું ફેસ પેક ખૂબ વધારે ફાયદાકારક હોય છે. આ ફેસ પેક એટલી અસર દર્શાવે છે કે તમે મોંઘામાં મોંઘી ફેસ ક્રીમને ભૂલી જશો. માત્ર એક અઠવાડિયા સુધી લગાવીને જુઓ. આ ફેસ પેક બનાવવા માટે તમારે જોઈએ.

  • ૨ ચમચી કાપેલા બટાકા
  • ૧ ચમચી ચંદન પાવડર
  • ૧ ચમચી ગુલાબજળ

આ ત્રણેય વસ્તુઓને ઉમેરીને ફેસ પેક બનાવી લો અને 20 થી 25 મિનીટ સુધી ચેહરા પર લગાવો. તમે ઇચ્છો તો આ માસ્કને ગળાની સાથે ખભા પર પણ લગાવી શકો છો.

 

Image Source

ચોખાનો લોટ અને ચંદન પાવડર:

ચોખાનો લોટ રંગ વધારવા માટે ખૂબ વધારે અસરકારક છે અને ચંદન રંગ નિખરવા ની સાથેજ ત્વચાને ઠંડક પણ આપે છે. આ ફેસ માસ્ક ગરમી માટે સારી પસંદગી માંથી એક છે. તેને બનાવવા માટે તમારે આ વસ્તુઓ જોઈએ.

  • ૨ ચમચી ચોખાનો લોટ
  • ૧ ચમચી ચંદન પાવડર
  • ૩ ચમચી ગુલાબજળ

આ ત્રણેય વસ્તુઓને ઉમેરીને પેસ્ટ તૈયાર કરો અને 20 થી 25 મિનિટ માટે ચહેરા અને ગળા પર લગાવો. પછી તાજા પાણીથી સાફ કરો. આ ફેસપેક ફક્ત 7 દિવસમાં અસર બતાવશે. તમે સુંદર દેખાશો .

Image Source

ટામેટા અને એલોવેરા ફેસ પેક:

ટામેટાને એલોવેરા અને લીંબુની સાથે મિક્સ કરીને તમે ઉનાળાની ઋતુ માટે શ્રેષ્ઠ ફેસ પેક બનાવી શકો છો. ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ ફકત 15 મિનીટ કરવાનો હોય છે. એટલે જ્યારે તમે ખૂબ ઉતાવળમાં હોય ત્યારે પણ ઉપયોગ કરી શકો છો અને ચેહરા પર તેને લગાવી તમારા બીજા કામ પણ પૂરા કરી શકો છો.

  • ૧ ચમચી ટામેટાનો રસ
  • ૨ ચમચી એલોવેરા જેલ
  • ૧/૨ ચમચી

Image Source

પપૈયા અને સંતરાનો ફેસ પેક:

પપૈયાની સ્લાઈસ લઈને તેને મસળીને પેસ્ટ બનાવી લો. સાથેજ તેમાં સંતરાની બે ચીર નો રસ નાખો. બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કર્યા પછી ચેહરા પર લગાવી લો.

માત્ર 20 થી 25 મિનીટ માટે લગાવી અને પછી તાજા પાણીથી ધોઈને સાફ કરી લો. જ્યારે પણ તમે તડકેથી આવો અથવા તમારે તડકામાં જવાનું હોય ત્યારે અડધા કલાક પેહલા આ ફેસ પેકનો ઉપયોગ કરો.

Image Source

સમર સ્પેશિયલ ચણાના લોટનો ફેસપેક:

ગરમી માટે ચણાના લોટનો ફેસ પેક બનાવતી વખતે તેમાં થોડા ટીપા લીંબુનો રસ અને દહીં જરૂર મિક્સ કરો. તેનાથી તમારી ત્વચા ખૂબ શાંત અને શીતળ રહેશે. આ પેક બનાવવા માટે તમારે જોઈએ.

  • ૨ ચમચી ચણાનો લોટ
  • અડધી ચમચી લીંબુનો રસ
  • ૩ ચમચી દહીં
  • ૧ ચપટી હળદર

આ બધી વસ્તુઓ ઉમેરીને પેક તૈયાર કરો અને 20 થી 25 મિનીટ માટે લગાવી રાખો. પછી તાજા પાણીથી ધોઈને ત્વવહ સાફ કરી લો. તેનાથી તમારો રંગ પણ નિખરશે અને ગરમી તમારી ત્વચાને દઝાડી પણ નહિ શકે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment