સવારનો નાસ્તો કરતી વખતે આ પાંચ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ, નહીંતર સ્લિમ ટ્રિમ દેખાવાની ઈચ્છા પર પાણી ફરી જશે.

તાજેતરમાં કરેલા એક અભ્યાસ મુજબ, નાસ્તો કરવો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. પરંતુ તેનાથી વધુ જરૂરી યોગ્ય નાસ્તો કરવો છે. નાસ્તામાં અમુક ચીજોની અવગણના કરવાથી તમે વજન ઘટાડવાની સાથે ઘણા રોગોના શિકાર પણ બની શકો છો.

Image Source

યોગ્ય નાસ્તો કરવો એ આરોગ્ય માટે જરૂરી છે. વજન ઘટાડવાના પ્રયત્નો દરમિયાન એક દિવસ માં તમારા દ્વારા વપરાતી કેલેરી એક મહત્વપૂર્ણ પરિબળ છે. સવારનો નાસ્તો એ તમારા દિવસ દરમિયાન લેવાતા ભોજનનો જરૂરી ભાગ છે. એક સ્વસ્થ અને સંતુલિત સવારનો નાસ્તો કરવાથી તમારા દિવસની શરૂઆત એક ઉત્તમ એનર્જી લેવલ સાથે થાય છે. એક તંદુરસ્ત નાસ્તો તમને બપોરના ભોજનમાં બિનજરૂરી કેલરીનું સેવન કરતા અટકાવે છે.

અજાણતા તમે સવારના નાસ્તા સાથે જોડાયેલી કેટલીક એવી ભૂલો કરો છો જે તમારા વજન ઘટાડવાની પ્રક્રિયા ઉપર અસર કરે છે અને તમારું વજન વધારી દે છે. તાજેતરમાં કરેલા એક અભ્યાસમાં સવારના નાસ્તાને લગતી કેટલીક સામાન્ય ભૂલો સામે આવી છે. અમે તમને સવારના નાસ્તામાં કરવામાં આવેલી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારા વજન ઘટાડવાના માર્ગમાં અવરોધો લાવી શકે છે.

નાસ્તામાં કેફીનનું સેવન નુકસાનકારક છે:

ઘણા લોકોની સવારની શરૂઆત ચા કે કોફી થી થાય છે. ખૂબ વધારે કેફિનયુક્ત પીણાંના સેવનથી તમને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. તેના બદલે તમે શેક, સ્મૂધિ, દૂધ, હોર્લિક્સ, બોર્નવિટા, લીંબુ પાણી જેવા અન્ય તંદુરસ્ત વિકલ્પો અજમાવી શકો છો. આથી તમારા સવારના નાસ્તામાં કેફીનનો સમાવેશ કરવો એ તમારા આરોગ્ય માટે નુકસાનકારક હોય શકે છે.

નાસ્તામાં ફક્ત જ્યૂસ લેવું એ વજન ઘટાડવામાં અવરોધ છે:

જ્યુસમાં ફાઈબર હોતું નથી. સવારના નાસ્તામાં જ્યુસ પીવાથી તમને થોડા સમય પછી ભૂખ લાગે છે. આ ઉપરાંત પેકિંગ વાળા જ્યુસમાં ખાંડની વધારે પડતી માત્રા ઉપરાંત પોષક તત્વોની હાજરી ખૂબ જ ઓછી હોય છે. તેથી સવારના નાસ્તામાં કેળા, સફરજન, જમરૂખ, મોસંબી, સંતરા જેવા ફળો, શાકભાજીનું સૂપ અને સૂકા મેવાનો સમાવેશ જરૂર કરો, કેમકે તે ફાઈબરથી ભરપૂર હોય છે. એક અધ્યયન મુજબ, એક દિવસમાં તમારા આહારમાં ૧૪ ગ્રામ ફાઈબરની માત્રાનો સમાવેશ કરવાથી કેલેરીની દસ ગણી જરૂરિયાત પૂરી થાય છે.

સવારના નાસ્તામાં કાર્બોહાઇડ્રેટની અવગણના કરો:

Image Source

તમારા સવારના નાસ્તામાં ક્યારે પણ હાઇ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવાની ભૂલ ન કરવી. લો કાર્બ આહાર શરીરમાં રહેલા વધારાના પાણી અને વજનને ઓછું કરવામાં મદદ કરે છે. ચરબીને ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો હંમેશા તમારા સવારના નાસ્તામાં કાર્બોહાઇડ્રેટની ઓછી માત્રા વાળી વસ્તુઓનો સમાવેશ કરો.

સવારના નાસ્તામાં ખાંડને અલવિદા કહો:

ગળ્યું ખાવું કોને ન ગમતું હોય. ગળ્યું ખાવાથી હૃદય અને મગજ બંને ખુશ થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે વધારે પડતી ખાંડ તમારા ભોજનમાં વધારે કેલેરી ને જોડવાની સાથે સાથે તમારા વજનને પણ વધારે છે. તેનાથી પેટ અને લીવર પાસે ચરબી જમા થઈ જાય છે, મેટાબોલીઝમને લગતી સમસ્યાઓ થવા લાગે છે. આ ઉપરાંત તમને ઘણી બીમારીઓના જોખમમાં પણ નાખી શકે છે. સવારના નાસ્તામાં ખાંડની મીઠાશથી ભરપુર ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું. ખાંડના બદલે ગોળનું સેવન કરો. ખાસ કરીને જ્યારે તમે વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય.

પ્રોટીન ન લેવું એ સ્થૂળતાનું કારણ બની શકે છે:

Image Source

પ્રોટીન એ વજન ઘટાડવાના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આમાં પ્રોટીનના સેવનથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે ઓછી કેલેરી લો છો. પ્રોટીનનું યોગ્ય માત્રામાં નિયમિત સેવન એ શરીર પર ચરબી જમા થવા દેતું નથી અને ખોરાકની તૃષ્ણાને ૬૦ ગણું ઘટાડી શકે છે. આ ઉપરાંત મેટાબોલીઝમની પ્રક્રિયાને ઝડપી કરે છે. તમારા સવારના નાસ્તામાં ઈંડા, આખું અનાજ, દૂધ ઉત્પાદનો, બદામ કે બીજ જેવી પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ફકત ગુજરાતી સાથે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો ફકત ગુજરાતી સાથે.

#Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *