આ ભૂલોને કારણે હળવા લક્ષણો પણ ગંભીર થઈ જાય છે…વાંચો જાણવા જેવી માહિતી

Image Source

કોરોનાની બીજી લહેર ભારત માટે ઘણીજ ઘાતક સાબિત થઈ છે. કોરોનાના લક્ષણો શરૂઆતમાં હળવા હોય છે. બાદમાં તે લક્ષણો ભારે થઈ જતા હોય છે. જોકે બાદમાં તે લક્ષણો વિકસીત થઈને આપણા શરીર માટે ભારે થઈ જતા હોય છે. જેના કારણે દર્દીને પછી હોસ્પિટલમાં દાખલ કરવાની સમસ્યા પણ થતી હોય છે. કારણકે ત્યારે આપણી પાસે બીજો કોઈ પણ વિકલ્પ રહેતો નથી.

Image Source

વિશ્લેષકોનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ થવાથી પણ દર્દીની હાલત માનસીક રીતે વધારે ગંભીર થઈ જાય છે. સાથેજ ખૂબજ ટૂંકા ગાળામાં તેના લક્ષણો ગંભીર થઈ જતા હોય છે. માટે ડૉક્ટરો એવું કહે છે કે દર્દીઓએ શરૂઆતના દિવસોથી કોરોનાને કાબૂમાં કરવો જોઈએ. જો તમને કોરોનાના લક્ષણો જણાય તો તમારે તેની અવગણના ન કરવી જોઈએ, દર્દી જ્યારે રીકવર થતો હોય ત્યારે તેનામાં જે લક્ષણો જોવા મળે છે તેને પણ હળવા ન ગણવા જોઈએ.

Image Source

કોરોનાના લક્ષણોની અવગણના ન કરવી જોઈએ

જો તમારામાં કોરોનાના કોઈ પણ લક્ષણો જણાય તો તમારે તેની અવગણના ન કરવી જોઈએ  તેના કારણે પાછળથી તમારે ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે. સામાન્ય લક્ષણોમાં પણ આપણું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. ખાસ કરીને લોકો શરૂઆતના લક્ષણોને વાયરલ ઈન્ફેકશન સમજતા હોય છે. માટે તેવું ક્યારેય ન સમજવું જોઈએ.

Image Source

શરીરમાં જો તમને હળવા લક્ષણો પણ જણાય તો તમારે તુરંત કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ. સમયસર જો તમે કોરોનાને કાબૂમાં કરી લેશો તો બીજા લોકોમાં પણ સંક્રમણ ફેલાતું રોકી શકાશે. શરીરમાં તમને જે પણ લક્ષણો જણાતા હોય તે લક્ષણોને સમજો અને ડૉક્ટર પાસેથી તેની સલાહ લેવાનું રાખો.

Image Source

સમય પહેલા સ્ટેરૉયડ

કોરોનાના દર્દીઓ જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે તેમની સારવાર અર્થે તેને સ્ટેરોયડ આપવામાં આવે છે. જોકે દરેક દર્દીને સ્ટેરોયડ આપવામાં નથી આવતું. જો તેનો આડેધડ ઉપયોગ કરવામાં આવે તો હલકા લક્ષણો વાળા દર્દીઓને તેની આડ અસર પણ થતી હોય છે. કોરોના સામેની લડાઈમાં તમે જલ્દી સાજા કેમના થશો તે મુદ્દે તમારે ધ્યાન આપવું જોઈએ. સાથેજ ડૉક્ટરોની સલાહ પર તમારે દવા પણ લેવી જોઈએ.

Image Source

મોટા મોટા ડૉક્ટરોનું માનવું થે કે સ્ટેરોયડના વધારે પડતા ઉપયોગને કારણે દર્દીના શરીરમાં ગંભીર સમસ્યા ઉદ્ભવી શકે છે. તો બીજી તરફ એક્સપર્ટોનું એવું કહેવું છે કે મ્યુકોમાઈક્રોસિસ અથવા તો બ્લેક ફંગસ ઈન્ફેકશન પણ સ્ટેરૉયડના ખોટા ઉપયોગને કારણે થઈ શકે છે. તેની સાબિતી છે કે ભારતમાં અત્યાર સુધી આ રોગના ઘણા કેસ સામે આવી ચુક્યા છે.

Image Source

કોરોના સ્પેશ્યાલિસ્ટની સલાહ લેવાનું રાખો

કોરોનના દર્દીઓ જ્યારે પણ રિકવર થતા હોય ત્યારે તેઓ એક મોટી ભૂલ એ કરે છે કે તેઓ કોરોનાના સ્પેશ્યાલિસ્ટની સલાહ ક્યારેય નથી લેતા. જો સમયસર કોરોના સ્પેશ્યાલિસ્ટ પાસેથી સલાહ લેવામાં આવશે સાથેજ તેમની પાસેથી દવા લેવામાં આશે તો ધીમેધીમે કોરોનાને મ્હાત આપી શકાશે. જેના કારણે તમે જલ્દી રિકવર થઈ શકશો.

Image Source

મોડા મોડા ટેસ્ટ કરવો

ઘણી વખત કોરોનાના દર્દીઓમાં લક્ષણો સામાન્ય હોય ત્યારે તેઓ જલ્દી ટેસ્ટ નથી કરાવતા. અથવા તો અમુક લોકો ટેસ્ટ કરવામાં ડરે છે જેના કારણે તેઓ ટેસ્ટ નથી કરવાતા, પરંતુ તેમની આ બેદરકરીને કારણે બીજા અન્ય લોકોમાં સંક્રમણ ફેલાઈ શકે છે. જેથી કોરોનાના લક્ષણો ધ્યાનમાં આવતાજ તમારે ટેસ્ટ કરાવો જોઈએ.

Image Source

આ મુદ્દાઓની અવગણના ન કરતા.

કોરોના દર્દીઓમાં ખાસ કરીને તેમનું ઓક્સિજન લેવલ કંટ્રોલમાં રહે તે ઘણું જરૂરી છે. સાથેજ તેમને તાવ વધારે ન રહે તે પણ ઘણું જરૂરી છે. શરીરમાં જો 92  ટકા કરતા ઓછું ઓક્સિજન જણાય અથવા તો પાંચથી સાત દિવસ સુધી તમને તાવ રહે તો સમજી જજો કે તમારી સમસ્યા ઘણી ગંભીર છે. ખાસ કરીને જે લોકોને હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બિમારી છે. તે લોકોએ આ લક્ષણોની ક્યારેય પણ અવગણના ન કરવી જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment