શું તમે જાણો છો કે રાજમાં ભારત ની વાનગી નથી? આશ્ચર્યજનક છે આ ૧૦ વ્યંજન જે ભારતના છે જ નહી..😲😲

ઘણા ભારતીય ખાવાના ખુબજ શૌકીન હોય છે. દુનિયાભરમાં ભારતના જાય્કેદાર વ્યંજન ખુબજ ફેમસ છે. પોતાની ઔશ્ધિયો અને મસાલા ના ટેસ્ટ થી મોં માં પાણી લાવવા માટે ભારતીય વ્યંજનો ની વ્યાપક રૂપથી સરાહના કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે એવા ઘણા વ્યંજનો જેને આપણે ગર્વથી ભારતીય કહીએ છીએ એ વ્યંજનો ભારતના છેજ નહી. કેમ ચોંકી ગયા ને? ચાલો જાણીએ એવ વ્યંજનો વિષે જે વાસ્તવમાં ભારતના છેજ નહી.

૧. રાજમાં

રાજમાં ઉત્તર ભારતીય વ્યંજન છે જેને ભાત અથવા રોટલી સાથે પણ ખાવામાં આવે છે. પણ આ વ્યંજન ત્યારે વિકસિત થયું જયારે રાજમાં ને મેક્સિકો થી ભારતીય ઉપમહાદ્વીપ લઇ આવવામાં આવ્યું હતું.

૨. ચીકન ટીક્કા મસાલા

મોઢા માં પાણી લઇ આવે એવી આ ચીકન ડીશ ની ઉત્પત્તિ સ્કોટલેંડ માં થઇ હતી.

૩. સમોસા

સમોસા વિષે કહેવામાં આવે છે કે આની ઉત્પત્તિ મધ્ય પૂર્વ માં ( જ્યાં આને સમ્બોસા નામથી ઓળખાય છે) ૧૦મી સદી માં થયું હતું. સમોસાને 13 મી અને 14 મી સદીમાં મધ્ય એશિયાના વેપારીઓ દ્વારા ભારતીય ઉપખંડમાં લાવવામાં આવ્યું હતું.

૪. ગુલાબ જામુન

વ્યંજન ઇતિહાસકાર માઈકલ ક્રોન્ડ્લ અનુસાર લુક્મ્ત-અલ-કદી (luqmat al-qadi) એ ગુલાબ જામુન બન્ને ની ઉત્પત્તિ પારસી વ્યંજનો માંથી એક હોય શકે છે.

૫. ચા

દરેક પ્રકરની ચા વાસ્તવમાં ચીન દેશ થી આવેલ છે. મેન્દ્રીનમાં પણ ટી ને ચા કહેવામાં આવે છે.

૬. નાન

નાન ની ઉત્પત્તિ વાસ્તવમાં મધ્ય અને દક્ષીણ એશિયાથી થઈ હતી, જે મધ્ય પૂર્વ થી પ્રભાવિત હતી. એવું પણ કહેવા આવે છે કે નાન આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વ વિકસિત થઇ હતી.

૭. શુકતો

શુકતો ને કારેલા થી બનાવવામાં આવે છે જેનું મૂળ ભારતીય છે પણ પ્રાચીન કાલ માં પુર્તગલી લોકો દ્વારા આને બનાવવામાં આવ્યું હતું.

૮. જલેબી

હોબ્સન-જોબ્સન મુજબ, જલેબી શબ્દ “અરેબિક ઝુલબીઆઅર” અને પર્સિયન શબ્દ ઝલબીઆઆનો થી પ્રભાવિત છે.

૯. બેન્ડલ પનીર

બેન્ડલ પનીર એક એશીયાયી પનીર છે જેની ઉત્પત્તિ પૂર્વી ભારતમાં સ્થિત પુર્તગાલી માં થઇ હતી. આ નામથી અજાણ હોય તેવા બધા માટે જણાવી દઈએ કે આ દહીં અને લીંબુના છાશને અલગથી જુદી કરીને બનાવવામાં આવે છે અને પછી તે મોલ્ડમાં શામેલ કરવામાં આવે છે અને તેને નાના બાસ્કેટમાં ફિલ્ટર કરવામાં આવે છે, તે પછી ધુમાડામાં રાંધવામાં આવે છે.

૧૦. વિન્ડાલુ

વિન્ડાલુ ગોવાની રાંધણકળા શૈલી છે, જે પોર્ટુગીઝ શબ્દ “કાર્ને દી વિન્હા ડી’આલોસ” પરથી લેવામાં આવી છે, જેનો અર્થ છે કે લસણ અને વાઇન થી બનેલ માંસ.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો. ખુબ ખુબ આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi V Nandargi

Leave a Comment