માત્ર તાજ મહેલ જ નહીં દુનિયાની આ ઇમારતો પણ છે પ્રેમની નિશાની 

પૂરી દુનિયામાં પ્રેમને જાહેર કરવાની ઘણી બધી રીત છે તેમાંથી એક રીત આપણને ઇતિહાસમાં જોવા મળે છે, ઇતિહાસમાં મોટા મોટા રાજાઓ અને શાસકોએ પોતાની પત્ની અને પ્રેમિકા ઓ માટે ખૂબ જ સુંદર ઇમારતો બનાવડાવી હતી. ભારતમાં સ્થિત તાજ મહેલ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં એવી ઘણી બધી ઇમારતો આવેલી છે જે પ્રેમની નિશાનીના રૂપે જાણવામાં આવે છે. તેમાંથી ઘણી ઈમારતો આજે પણ સાચા પ્રેમની સાબિતી આપે છે.

આજના આર્ટિકલમાં અમે તમને દુનિયા માં આવેલ એવી ઇમારતો વિશે જણાવીશું જેને પ્રેમ ની નિશાની માનવામાં આવે છે, આવો જાણીએ તે જગ્યા વિશે

ડોબ્રોયડ કેસલ

ઇંગ્લેન્ડના ટોડમોર્ડન શહેરમાં આવેલ આ કેસલ પ્રેમની ખૂબ જ સુંદર નિશાની છે. આજે આ જગ્યા ખૂબ જ સુંદર હનીમૂન ડેસ્ટિનેશન માટે પણ જાણીતું છે. આ મહેલ જેસલને 1866 થી લઈને 1869 માં તૈયાર કરવામાં આવ્યો હતો. હેલિફેક્સ કુરિયર અનુસાર ક્યારેક અહીં ફિલ્ડન નામનો વ્યક્તિ રહેતો હતો, જેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેના પિતા ટોડમોર્ડનના વ્યાપારી હતા. અને આ જ કારણે તે ખૂબ જ અમીર પણ હતા.

જ્યારે તે છોકરી સાથે જ જોને પ્રેમનો ઇઝહાર કર્યો ત્યારે તેણે જણાવ્યું કે જોન સાથે ત્યારે જ વિવાહ કરશે જ્યારે જોન પહાડો ઉપર તેની માટે એક આલીશાન કિલ્લો બનાવશે. પોતાની પ્રીયતમા ની ફરમાઈશ ને પૂરી કરવા માટે આ ખૂબ જ સુંદર કેસલ બનાવ્યું હતું. જેમાં ખૂબ જ સુંદર રૂમ, 17 સુંદર ઘોડા ના તબેલા જેવી સુવિધાઓ બનાવવામાં આવી છે.

કેલી કૈસલ

આ કિલ્લો મલેશિયાના બટુક ગઝલ નામના શહેરમાં સ્થિત છે. તે મલેશિયાના સૌથી જૂના કિલ્લાઓમાં જાણીતો છે. આ મહેલને ૧૮મી સદીમાં વિલિયમ કેલી સ્મિથ એ પોતાની પ્રેગનેટ પત્નીના પ્રેમમાં બનાવ્યો હતો. આ મહેલને રોમન ઇન્ડિયન અને મુરીશ સ્ટાઇલથી તૈયાર કરવામાં આવ્યો. પરંતુ અચાનક સ્મિથ ના મૃત્યુ બાદ આ ઈમારતનું કામ રોકવું પડ્યું હતું.

કહેવામાં આવે છે કે એ સમયે દુનિયાભરમાં ફલૂ ખૂબ જ ખરાબ રીતે ફેલાયેલો હતો જે કારણે આ મહેલના નિર્માણમાં જ ઘણા બધા હિંદુ કારીગરો નુ મોત થઈ ગયું હતું. આજે આ કિલ્લો એક ટુરિસ્ટ સ્પોટ તરીકે જાણીતો છે.

કોડાઈ જી મંદિર

જાપાનમાં આવેલ આ ખૂબ જ સુંદર મંદિર પણ પ્રેમની નિશાનીના રૂપે જાણીતું છે. જણાવી દઈએ કે આ મંદિરનું નિર્માણ 1606 માં કિતા-નો-મંડોકરો એ પોતાની પત્નીની યાદમાં બનાવડાવ્યો હતો. મંદિર બની ગયા બાદ કિતા-નો ની પત્ની આ જગ્યા ઉપર પુજારણ ના સ્વરૂપે રહેતી હતી. આ મંદિર જાપાનના સૌથી સુંદર મંદિરોમાંથી એક છે. આજે પણ આ મંદિરમાં ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવે છે.

પરસત ફિમઈ 

થાઈલેન્ડ દેશ માં બનેલું આ ફીમઈ મંદિર ઇતિહાસના સૌથી સુંદર મંદિરોમાંથી એક છે. આ મંદિરના નિર્માણ પાછળ એક ખુબ જ રોમાંચિત કહાની છે. કહેવામાં આવે છે કે ફિમઈ સિટીમાં ક્યારેક પજીત્ત નામનો એક છોકરો રહેતો હતો તેના પિતા ઇચ્છતા હતા કે પછી તે લગ્ન કરી લે, ઘણા વર્ષો ફર્યા બાદ પછી તેને એક ગર્ભવતી મહિલા મળી અને તે મહિલા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો, પરંતુ મહિલા વિધવા હતી, જેના કારણે તેને પજીત્ત સાથે લગ્ન કરવા માટે ના કહી દીધી ત્યારે પજીત્તે તેના પેટમાં વિકસિત થઇ રહેલ નાની બાળકી સાથે વિવાહ કરવાનો નિશ્ચય કર્યો.

જ્યારે તે બાળકી મોટી થઈ ત્યારે બંને જંગલમાં ખૂબ જ આરામથી રહેવા લાગ્યા. એક દિવસ એક લુહારે પજીત્તની હત્યા કરી અને છોકરીને ઉઠાવી ને પોતાની સાથે લઈ ગયો, પરંતુ તે છોકરી તે કઠિયારાના જંગલમાંથી ભાગી નીકળી, અને જંગલોમાં તેને આ મંદિર બનાવડાવ્યું આજે પણ આ મંદિર બંનેના પ્રેમની નિશાનીના સ્વરૂપે સુરક્ષિત છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

image credit- britannica.com, wikimedia.com, renowntravel.com, secure.raxcdn.com and production.image.net

Leave a Comment