કિશોરાવસ્થામાં છોકરીઓ પ્રથમ વખત પિરિયડમાં થાય છે ત્યારે શરીર આપે છે આ ત્રણ સંકેત, દરેક માતાને તેની જાણ હોવી જોઈએ 

પિરિયડ એક એવી વસ્તુ છે જે દરેક મહિલાની લાઇફમાં જરૂરથી આવે છે. આમ તો પીરિયડ્સ નું આવવું તો સામાન્ય બાબત હોય છે પરંતુ જ્યારે છોકરી પ્રથમ વખત પીરિયડ્સમાં બેસે છે ત્યારે થોડી તકલીફ પડી શકે છે. એવામાં એક માતાની ફરજમાં આવે છે કે તે પોતાની છોકરીને પિરિયડ માટે માનસિક અને શારીરિક રૂપથી તૈયાર કરી શકે.

જ્યારે કોઈ છોકરીને પહેલી વખત પીરિયડ્સ આવે છે ત્યારે તેમનું શરીર પહેલેથી જ સંકેત આપવા લાગે છે. છોકરીઓના શરીરમાં અમુક ખાસ બદલાવ આવવા લાગે છે જેના આધાર ઉપર તમે અંદાજો લગાવી શકો છો કે તમારી દીકરીને ખૂબ જ જલ્દી પિરિયડ આવવાના છે. આ પિરિયડ જલદી આવશે કે મોડા આવશે તે તમારી લાઈફ સ્ટાઈલ અને ખાણીપીણી ઉપર નિર્ભર કરે છે. તેના આધાર ઉપર તમારા શરીરમાં ઘણા બધા બદલાવ પણ આવવા લાગે છે.

Image Source

છાતીનો ભાગ વધવો

જ્યારે કોઈ છોકરીની છાતીનો ભાગ વધવા લાગે ત્યારે સમજી જવું કે એક બે વર્ષની અંદર તેમના પિરિયડ આવવાનું શરૂ થઈ જશે. હેલ્થ એક્સપર્ટ ની વાત માનો તો છોકરીઓની છાતીના ભાગનો સંપૂર્ણ આકાર બનાવવામાં ઓછામાં ઓછા ચાર થી પાંચ વર્ષનો સમય લાગે છે. જો તમે પોતાની દીકરીમાં આ બદલાવને જુઓ છો તો પહેલાં જ સતર્ક થઈ જાવ અને તેને પિરિયડ વિષે જાણકારી આપવાનું શરૂ કરો.

Image Source

વાળનો ગ્રોથ વધવો

છોકરી જ્યારે 10 વર્ષની થાય છે ત્યારે તેમના અન્ડર આર્મ્સ અને વર્જાઈનાના ઉપર વાળ ઉગવાના શરુ થઈ જાય છે. તે પણ એક સંકેત છે કે આગલા બે વર્ષમાં તમારી દીકરીને પિરિયડ આવી શકે છે. આવી સ્થિતિમાં માતા એ પહેલેથી જ દીકરી ની પાસે સેનેટરી પેડ અને પિરિયડ સાથે જોડાયેલી વાતો કરવાની શરૂ કરી દેવી જોઈએ આમ કરવાથી તમારી દીકરી પોતાના શરીરમાં થતા બદલાવથી ડરે નહીં.

Image Source

વ્હાઇટ ડિસ્ચાર્જ થવો

જ્યારે પીરિયડ્સ શરૂ થવાનો હોય ત્યારે અમુક મહિના પહેલા છોકરીઓની વર્જાઈનામાં થી ડિસ્ચાર્જ થવા લાગે છે. આ ડિસ્ચાર્જ સફેદ અથવા તો પીળા રંગનો હોઈ શકે છે તે પિરિયડ શરૂ થવાનો એક વધુ સંકેત છે. આવી સ્થિતિમાં તમે દીકરી સાથે વાત કરો અને કોઈપણ પ્રકારની લાપરવાહી ન કરો.

Image Source

આ ઉંમરમાં આવે છે પિરિયડ

છોકરીઓના પિરિયડ ક્યારે શરૂ થશે તેની કોઈ ફિક્સ ઉંમર જણાવી સંભવ નથી. તે અલગ-અલગ છોકરીઓના કેસમાં અલગ અલગ રહે છે. ખાસ કરીને છોકરીઓ જ્યારે 12 થી 13 વર્ષની થાય છે ત્યારે તેમને પિરિયડ આવવાનું શરૂ થઈ જાય છે. અમુક સ્પેશિયલ કેસમાં પિરિયડ જલદી આવે છે ત્યાં જ અમુક માં 16 વર્ષની ઉંમર સુધી પણ આવે છે. આ વસ્તુ તમારી ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ ઉપર નિર્ભર કરે છે.

માતા આ વાતોનું રાખો ધ્યાન

જ્યારે એક બાર તેર વર્ષની છોકરી પહેલી વખત પોતાની વર્જાઈના માંથી લોહી જુએ છે ત્યારે તે ગભરાઈ જાય છે. તેને ખબર નથી પડતી કે આવી સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી શકાય. તેથી જ માએ તેના પિરિયડ શરૂ થતાં પહેલાં જ આ વિશે વાતો કરવાની શરૂ કરી દેવી જોઈએ. જો તમે પહેલેથી જ બાળકી સાથે ખુલીને દરેક વસ્તુ જણાવશો તો પીરિયડ્સ આવવાનો ઉપર તેમને વધુ ગભરાઈ જશે નહીં.

તેમના પીરિયડ્સ દરમિયાન થતી તકલીફો વિશે વાત કરો સેનેટરી પેડ શું હોય છે અને તેને કેવી રીતે પહેરી શકાય છે તે પણ જણાવો તથા હેલ્ધી જમવાનું દીકરીને આપો તથા જંકફૂડથી દૂર રાખો છોકરીને ફિઝિકલી ઍક્ટિવ રહેવા માટે કહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment