દરરોજ દૂધમાં તુલસી નાખીને પીવાથી મળશે આ પાંચ સ્વાસ્થ્યવર્ધક લાભ 

Image Source

દૂધ પોષણના હિસાબથી અમૃત સમાન હોય છે અને દૂધને સંપૂર્ણ આહાર પણ કહેવામાં આવે છે. તથા તુલસીને ઔષધિના રૂપમાં પ્રયોગમાં લેવામાં આવે છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી ને ઘણા રોગોથી તમારી રક્ષા કરે છે. આ બંનેનું મિશ્રણ કરવામાં આવે તો પોષણની સાથે-સાથે સ્વાસ્થ્ય તથા તેનાથી જોડાયેલા ઘણા ફાયદા મેળવી શકાય છે. હવે જ્યારે પણ તમે દૂધ પીવો ત્યારે તેમાં તુલસીના પાન નાખો અને મેળવો આ 5 અદભુત ફાયદા

અસ્થમાના દર્દી માટે ફાયદાકારક 

અસ્થમાના દર્દી માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને વાતાવરણમાં બદલાવ આવવાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓથી દૂર રહેવા માટે દૂધ અને તુલસીનું આ દૂધ ખૂબ જ લાભકારી સાબિત થશે.

માથાના દુખાવામાં ફાયદાકારક

માથામાં દુખાવો અથવા માઈગ્રેનની સમસ્યા થવા પર આ ઉપાય તમને ખૂબ જ રાહત આપશે.જ્યારે પણ માઈગ્રેનનો દુખાવો હોય ત્યારે તમે દૂધમાં તુલસી નાખીને પી શકો છો.તેનાથી માઈગ્રેનમાં ખૂબ જ ફેર પડે છે. દરરોજ તેનું સેવન કરવાથી તમારી સમસ્યા સમાપ્ત પણ થઈ શકે છે.

તણાવને દૂર કરે

તણાવ જો તમારા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે તો દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવો તેનાથી તમારો તણાવ ઘણી હદ સુધી ઓછો થઈ જશે અને દરરોજ તેનું સેવન કરવાથી ધીમે ધીમે આ સમસ્યા સમાપ્ત થઈ જશે.

હૃદયની સમસ્યા દૂર કરે

હૃદયની સમસ્યાઓમાં પણ તુલસી વાળું દૂધ ખૂબ જ લાભકારક છે. સવારે ખાલી પેટ આ દૂધને પીવાથી હૃદય સંબંધિત રોગોમાં પણ લાભ મેળવી શકાય છે. તે સિવાય કિડનીમાં થતી પથરી માટે પણ ખૂબ જ સારો ઉપચાર છે.

કેન્સરની બીમારી કરે દૂર

તુલસીમાં કેન્સરની કોશિકાઓ સામે લડવાના ગુણ હોય છે અને તેનું સેવન તમને કેન્સરથી બચાવી શકે છે.તે સિવાય શરદીને કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ આ દૂધ ખૂબ જ કારગર સાબિત થાય છે.

તુલસી વાળું દૂધ બનાવવા માટે સૌપ્રથમ દૂધને ઉકાળો ત્યારબાદ તેમાં તુલસીનાં પાન ધોઈને નાખો. તુલસીના પાન ઉકળે ત્યારબાદ તેમાં ખાંડ નાખો. તમારું તુલસી વાળું દૂધ તૈયાર છે દરરોજ તેનું સેવન કરો અને સ્વાસ્થ્ય સારું રાખો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment