આ છે ગુજરાતના 7 પ્રખ્યાત મંદિરો, જાણો આ તીર્થધામો વિશે

આશાપુરામાતા મંદિર

ગુજરાતના કચ્છમાં સ્થિત આશાપુરા માતા મંદિરમાં દરેક વર્ષે હજારો લોકો દર્શન કરવા આવે છે. આશાપુરા માતાને ઘણા સમુદાયો દ્વારા કુળદેવીના રૂપમાં માનવામાં આવી રહ્યા છે. આશાપુરા માતાના ઘણા પ્રખ્યાત મંદિર રાજસ્થાન ના પોખરણ, માદેરા અને નાડોલમાં પણ સ્થિત છે, પરંતુ ગુજરાતના કચ્છના આશાપુરા માતા મંદિરમાં વધુ શ્રદ્ધાળુ દર્શન કરવા પહુચે છે.

જગત મંદિર

ગુજરાતના દ્વારકામાં સ્થિત દ્વારકાનાથ મંદિરને ‘જગત મંદિર’ ના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં દરેક વર્ષે શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહુચી જાય છે. આ મંદિરમાં નાના માણસોથી લઈ મોટા મોટા રાજકરણીઓ પણ આ જગત મંદિર માં આવી ભગવાન ના આશીર્વાદ લે છે.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર ખુબ જ પ્રખ્યાત હિંદુ મંદિર છે જેની ગણતરી 12 જ્યોતિર્લીંગ માં સર્વપ્રથમ જ્યોતિર્લીંગ ના રૂપમાં કરવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરગામ માં સ્થિત આ મંદિર વિષે કહેવામાં આવે છે કે તેનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યું હતું. તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ મળેલો છે. તેને અત્યાર સુધીમાં 17 વાર નષ્ટ કરવામાં આવ્યું છે અને દરેક વાર તેનું પુનઃ નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

તખ્તેદ્શ્વર મંદિર

આ મંદિર ગુજરાતના ભાવનગર કેન્દ્રમાં સ્થિત છે, જે પહાડી પર આ મંદિર બન્યું હતું ત્યાં થી પૂરું શહેર જોઈ શકાય છે. આ મંદિરનું નિર્માણ 1893 માં કરવામાં આવ્યું હતું અને તેનું નામ સંરક્ષક તખ્તસસિંહ જી ના નામ પર પડ્યું.

અક્ષરધામ મંદિર

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મુખ્ય આકર્ષણ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ મંદિર છે. જોકે હવે દિલ્હીમાં પણ વિશાળ અક્ષરધામ મંદિર બનાવવામાં આવ્યું છે, પરંતુ ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ખૂબ જૂનું છે.         

પાલીતાણા જૈનીય મંદિર

પાલિતાણા મંદિરને જૈનોનું સૌથી પવિત્ર તીર્થસ્થાન  માનવામાં આવે છે. તે શત્રુંજય પર્વતની ટોચ પર સ્થિત 3000 થી વધુ મંદિરોનું જૂથ છે. પહાડની ટોચ પરનાં અન્ય મંદિરો 900 વર્ષના સમયગાળામાં જૈનોની જુદી જુદી પેઢીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. તેની માન્યતા મુજબ, દરેક જૈનીની એવી ઇચ્છા હોય છે કે તે તેના જીવનમાં ઓછામાં ઓછું એક વાર આ પહાડી ચડી મંદિર સુધી જાય.

સ્વામિનારાયણ મંદિર

1822માં નિર્મિત આ સ્વામિનારાયણ સંપ્રદાય નું પહેલું મંદિર છે, જેને બ્રિટીશકાળમાં સ્વામી આદિનાથ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને સાગની લાકડીઓ દ્વારા બનાવવા માં આવ્યું હતું. તેના પર કરેલી નકશી કામ ખુબ જ સુંદર છે. સ્વાશ્મીનારાયણ ના આ મંદિર માં ઘણી મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી હતી.

બાલા હનુમાનજી મંદિર

ગુજરાતના જામનગર જીલ્લામાં સ્થિત બાલા હનુમાન મંદિર એક આકર્ષક મંદિર હોવાની સાથે સાથે એક ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત મંદિર પણ છે. 1 ઓગસ્ટ 1964 ના રોજ, ઘણા શ્રદ્ધાળુઓ ‘શ્રી રામ જય રામ જય જય રામ’ મંત્રનો જાપ 7 દિવસ સુધી 24 કલાક કર્યો હતો, જેના માટે આ મંદિરનું નામ ગિનીસ બુક રેકોર્ડ્સમાં નોંધાયેલું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment