Photo Credit: Oberoi Udayvilas
આ લિસ્ટમાં એશિયા અને ભારતની બેસ્ટ હોટેલ અને રિસોર્ટ ના નામ જણાવવામાં આવ્યા છે. આ રેન્કિંગ આલિશાન હોટલ ની સુવિધાઓ અને કસ્ટમર સર્વિસ પર આધારિત છે. આવો જાણીએ કે આ દેશમાં ભારતની કઈ હોટલ નું નામ શામેલ છે અને તેની ખાસિયત કઈ છે.
ટ્રાવેલ મેગેઝિન માટે વર્ષ ૨૦૨૧ માટે લીડર્સ ચોઇસ એવોર્ડ લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં એશિયા અને ભારત સહિત ઘણા દેશોની બેસ્ટ હોટેલ અને રિસોર્ટ ના નામ જણાવવામાં આવ્યા છે.તેની રેન્કિંગ આલિશાન હોટલ ની સુવિધા અને કસ્ટમર સર્વિસ પર આધારિત છે. આવો જાણીએ ભારતની બેસ્ટ હોટલની યાદીમાં કઈ હોટલ નું નામ સામેલ છે અને તેની ખાસિયત કઈ છે.
Photo: Ramgarh Palace
આ લિસ્ટમાં જયપુરનું રામગઢ પેલેસ 93.46 સ્કોર સાથે દસમા નંબર ઉપર છે આ હોટલ દેખવામાં એકદમ રાજા મહારાજા ની કોઈ હવેલી જેવો જ દેખાય છે. તેમાં લક્ઝરી રૂમ સિવાય રોયલ ગેસ્ટ હાઉસ અને ખૂબ જ સુંદર લોજ પણ છે. વેડિંગ ડેસ્ટિનેશન અને બિઝનેસ માટે આ જયપુરની સૌથી રોયલ કલાસ જગ્યા છે.તેના ગાર્ડન રૂમમાં એક રાત રહેવાનું ભાડું લગભગ ૩૧ હજાર રૂપિયાથી શરૂ થાય છે.
લિસ્ટમાં નવમા સ્થાન ઉપર ઉદયપુરની ધ ઓબોરોય ઉદય વિલાસ ને સ્થાન મળ્યું છે. આ રોયલ ક્લાસ હોટલ નો સ્કોર 95.07 છે આ હોટલ પિછોલા ઝીલ ના કિનારે બનેલી છે. તે 30 એકરમાં ફેલાયેલું ખૂબ જ હરિયાળી વાળુ પરિસર અને લક્ઝરી સ્વિમિંગ પૂલ અને સુંદર ઝીલનો નજારો હોટલની ખૂબસૂરતીને ખૂબ જ સારી રીતે સુંદરતામાં વધારો કરે છે. આ હોટલનો પ્રીમિયમ રૂમનું એક રાત રહેવાનું ભાડું લગભગ ૩૩ હજાર રૂપિયા છે.
આઠમા નંબર ઉપર મુંબઈની ધ તાજ પેલેસ લિસ્ટ માં છે.જેનો સ્કોર 96.68 છે.હોટલમાં આઇકોનિક રેસ્ટોરન્ટ અને એક બાર છે. તેના લક્ઝરિયસ રૂમમાં સમુદ્રનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. તે સિવાય રૂમમાં રોકાયા બાદ તમે તેના ક્લાસ નો અંદાજો થશે. તેની હોટલમાં એક રાત રોકાવા માટે તમારે ઓછામાં ઓછા 16 હજાર રૂપિયા આપવા પડશે.
નામી હોટલ ની લિસ્ટમાં દિલ્હીના તાજ પેલેસ નું પણ નામ છે તાજ પેલેસ નો સ્કોર 98.6 છે. સુપર લક્ઝરી, ડાઇનિંગ સિવાય બહાર અહીંયા રોકાવા માટે તમામ સુવિધા અને અને લક્ઝરી રૂમ મળે છે. આ હોટલમાં એક રાત રોકાવાનું ઓછામાં ઓછું ભાડું લગભગ 6 હજાર રૂપિયા છે.
છઠ્ઠા સ્થાન ઉપર જેસલમેરની સૂર્યગઢ હોટેલ છે. જેને લિસ્ટ માં 98.29 સ્કોર આપવામાં આવ્યો છે. આ હોટેલ તેની આગવી ઇમારતની કારણે સૂર્યગઢ હોટેલ ખૂબ જ ફેમસ છે. તથા ડેસ્ટિનેશન વેડિંગમાટે આ હોટલ દેશ અને દુનિયામાં મશહૂર છે. કોઈ કિલ્લાની જેમ બનેલી સૂર્યગઢ હોટેલ ઘણી મશહુર હસ્તીઓનો સ્વાગત કરી ચૂકી છે. આ હોટલમાં એક રાત રોકાવાનું ભાડુ 12,500 રૂપિયા છે.
Photo: Rajmahal Palace
જયપુરના રાજમહલ પેલેસમાં રાસને પાંચમું સ્થાન મળ્યું છે.હોટલ નો સ્કોર 98.29 છે. પોતાના લાજવાબ રૂમ તથા સુંદર ગાર્ડન અને શાહી અંદાજમાં બનેલા સ્વિમિંગ પૂલ માટે આ હોટલ ખૂબ જ પ્રખ્યાત છે. તેને રોયલ ક્લાસ હોટલમાં એક દિવસ રોકાવાનું ભાડુ લગભગ 45 હજાર રૂપિયા છે.
Photo: The Lodhi Hotel
ચોથા નંબર ઉપર દિલ્હીની ધ લોધી હોટેલ છે. એક મુખ્ય લોકેશન ઉપર ઉપસ્થિત હોટલ નો સ્કોર 98.32 છે. લોધી ગાર્ડન ની નજીક બનેલી આ હોટલ પોતાની લક્ઝરી પ્રોપર્ટી માટે ખૂબ જ મશહૂર છે.અને અહીં તમને શહેરની સૌથી સારુ ડાઇનિંગ સીન જોવા મળશે. આ હોટલમાં એક રાત રોકાવાનું શરૂઆતનું ભાડું લગભગ 15 હજાર રૂપિયા છે.
દિલ્હીના ઓબેરોઈ હોટેલને લિસ્ટ મા ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. ઓબેરોઈ હોટલ 98.41 સ્કોરની સાથે ભારતની ત્રીજી સૌથી લક્ઝરી હોટલ બની છે. આ નામચીન હોટલમાં લક્ઝરી રૂમ અને ખૂબ જ સુંદર ગાર્ડન સહિત ઘણી ખાસ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. તેના પ્રીમિયમ રૂમમાં એક દિવસ રોકાવાનું ભાડુ લગભગ એકવીસ હજાર રૂપિયા છે.
બીજા સ્થાન ઉપર ઉદયપુરનો ધ તાજ લેક પેલેસ હોટલ છે. આ હોટલ 98.41 સ્કોર સાથે બીજા નંબર ઉપર છે. ઉદયપુરની આ શાહી હોટેલ એક ઝીલની બિલકુલ વચ્ચોવચ બનેલું છે. આ પેલેસમાંથી લક્ઝરી અને રોયલ બેડરૂમથી ઝિલનો અદભૂત નજારો જોવા મળે છે.આ હોટલમાં એક દિવસ રોકાવા માટે તમારે લગભગ 40 હજાર રૂપિયા આપવા પડશે.
નવી દિલ્હી સ્થિત ધ લીલા પેલેસ લિસ્ટમાં સૌથી પહેલું છે. ધ લીલા પેલેસને 98.41 સ્કોર આપવામાં આવ્યો છે. ધ લીલા પેલેસ પોતાના ગ્રાન્ડ ડીલક્ષ અને પ્રીમિયમ રૂમ માટે ખૂબ જ ફેમસ છે. તેનાં ડીલક્સ રૂમ માં રોકાવવાનું એક દિવસનું ભાડું લગભગ સાડા અગિયાર હજાર રૂપિયા છે.
ભારતના બેસ્ટ હોટલની આ લિસ્ટમાં તાજ ફતેહ પ્રકાશ પેલેસ ઉદયપુરને 11મું, રાસ જોધપુરને 12મું, ઉમેદ ભવન પેલેસ જોધપુર ને 13મું, ધ ઓબેરોઈ અમરવિલાસ આગ્રાને 14મું,અને જેડબલ્યુ મેરીએટ મુંબઈને 15 મું સ્થાન મળ્યું છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team