આ છે શિયાળાની ઠંડીમાં હનીમૂન ટ્રીપ પ્લાન કરવા માટે ભારતના 10 બેસ્ટ ડેસ્ટીનેશન…

ભારત દેશમાં શિયાળો એક એવી મૌસમ છે જેમાં લગ્નના ગીત વધારે ગવાય છે. કપલ્સ પવિત્ર લગ્ન સબંધથી જોડાઈને પોતાની નવી કહાની શરૂ કરે છે. લગ્ન પછીના દિવસો હનીમૂન માટેના બેસ્ટ દિવસો ગણાવ છે અને આમ પણ આજના યુગમાં હનીમૂન પર થોડા દિવસો માટે જવું એ ટ્રેન્ડ બની ગયો છે. પછી એ લગ્ન ભલે અરેંજ મેરેજ હોય કે લવ મેરેજ!

આમ તો આ ટ્રેન્ડ પણ બહુ જ યોગ્ય છે કારણ કે લગ્ન પછીના નવા દિવસોના એકબીજાની સાથે રહેવાનો વ્યક્તિગત સમય મળે અને એકબીજાને જાણવાનો વિશેષ! લાઈફ પાર્ટનર સાથે તો આખું જીવન કાઢવાનું હોય છે તો પછી એકબીજાની સાથે ઘરથી થોડા દૂર રહીને પ્રેમભર્યા દિવસો વિતાવવામાં મજા જ આવે ને!

તમે પણ લગ્નના પવિત્ર સંબંધથી જોડવા જઈ રહ્યા છો અથવા ઠંડીની સીઝનમાં હનીમૂન માટેનો પળા કરી રહ્યા હોય તો આજનો આ આર્ટિકલ આપને ખુબ પસંદ આવશે. આજના આર્ટિકલમાં આપણે ભારતના બેસ્ટ વીંટર હનીમૂન ડેસ્ટીનેશન વિષે જાણવાના છીએ. તો વાંચો વધુ માહિતી આગળ…

શિયાળાની મૌસમ માટે બેસ્ટ છે ઇન્ડિયાના આ હનીમૂન ડેસ્ટીનેશન :

1. મનાલી, હિમાચલ પ્રદેશ :

સમુદ્ર સપાટીથી 2,050 મીટરની ઉંચાઈ પર ‘મનાલી’ આવેલું છે. ઠંડીની મૌસમમાં હનીમૂન માટે આ જગ્યા બેસ્ટ છે. અહીં દર વર્ષે બહુ મોટી સંખ્યામાં ન્યુ મેરીડ કપલ્સ આવે છે અને તેની જીંદગીના સુનહરા દિવસોની મજા માણે છે. અહીં બરફની ચાદરથી છવાયેલ ધરતી, આહલાદકતાથી ભરપૂર મૌસમ, ઝરણાઓ, નદીઓ વગેરે હનીમૂન ડે ની બેસ્ટ ફીલિંગ્સ આપે છે. અહીં પાર્ટનર સાથે હાથમાં હાથ નાખીને ફરવાની મજા જ કંઇક અલગ છે! અહીં એડવેન્ચર એક્ટીવીટી જેમ કે, ટ્રેકિંગ, પેરાગ્લાઈડીંગ અને રાફટીંગની મજા પણ માણી શકાય છે. ભારતમાં આવેલ આ હનીમૂન સ્પોટ આજીવન યાદગાર પળોને સેવ કરવા માટેનું ઉત્તમ સ્થળ છે.

મનાલી હનીમૂન ટ્રીપ કરવા માટેની એક્ટીવીટીઝ :

  • યાકની સવારી
  • રાફટીંગ
  • પેરાગ્લાઈડીંગ
  • જોર્બીંગ
  • શોપિંગ

મનાલી હનીમૂન ટ્રીપ પર ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ :

  • જોગીણી ઝરણું
  • હિડિંબા મંદિર
  • સોલાંગ ઘાટી
  • ભૃગુ ઝીલ
  • માલ રોડ
  • ઓલ્ડ મનાલી
  • રોહતાંગ
  • મણીકરણ ગુરુદ્વાર

મનાલી ફરવા માટેનો પરફેક્ટ ટાઈમ :

મનાલી હનીમૂન ટ્રીપ પ્લાન કરવા માટે પહેલેથી થોડો સમય લઈને જવું કારણ કે અહીં ફરવાની મજા બહુ જ છે એટલે અહીં 3 4 દિવસ ટાઈમ સ્પેન્ડ કરી શકાય છે.

Image Source

2. આગરા, દેલ્હી :

આ જગ્યા ભારતમાં બહુ જ પોપ્યુલર છે અહીં ફરવાની મજા એટલી છે કે અહીં કાયમ માટે રોકાવાનું મન થાય! હનીમૂન ટ્રીપ પ્લાન કરવા માટે પણ આ જગ્યા બહુ જ ફેમસ છે અને ખરેખર અહીં પાર્ટનર સાથે ફરવાની મજા બહુ જ છે. સફેદ દૂધ જેવા રંગમાં ચમકતા મારબલમાંથી બનેલ તાજમહેલની ખુબસુરતી દરેક કપલને બહુ જ પસંદ આવે છે. શિયાળા દરમિયાન અહીંનું વાતાવરણ ખુશનુમા રહે છે એટલે આ ઠંડીની મૌસમમાં અહીં હનીમૂન ટ્રીપ પ્લાન કરી શકાય છે.

હનીમૂન ટ્રીપ આગરામાં ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ :

  • તાજમહેલ
  • આગરા ફોર્ટ
  • મેહંતાબ બાગ
  • એતમાદુઔલાનો મકબરો

આગરા હનીમૂન ટ્રીપમાં એક્ટીવીટીઝ :

  • પાર્ટનર સાથે અહીં તાજમહેલથી સનસેટ અને સનરાઈઝના અદ્દભુત દ્રશ્યો નિહાળી શકાય છે.
  • બોટ રાઈડ
  • પીકનીક એટ મેહંતાબ બાગ
  • રોમેન્ટિક ડીનર વિથ તાજમહેલ વ્યુ

આગરા હનીમૂન ટ્રીપ માટે રોકવા માટેનો પરફેક્ટ ટાઈમ :

અહીં આવેલ બધા જ સ્થળોની મુલાકાત લઇ લો તેમજ અહીં એક દિવસ વધારાનો પસાર કરો તો પણ કુલ 2 3 દિવસ જેટલો ટાઈમ સ્પેન્ડ કરી શકાય છે.

Image Source

3. ઔલી, ઉતરાખંડ :

‘ઔલી’ ઉતરાખંડનું એક ખુબસુરત પર્યટન સ્થળ છે જે ઠંડીની મૌસમમાં હનીમૂન પર જવા માટેનું બેસ્ટ ડેસ્ટીનેશન છે. ગઢવાલ ક્ષેત્રમાં સમુદ્ર સપાટીથી 2800 મીટરની ઊંચાઈ પર સ્થિત એવું ભારતનું લોકપ્રિય સ્થળ છે. ઔલી એક રમણીય પહાડી સ્થળ છે, જે બરફની પહાડીથી ધેરાયેલ છે. અહીં લોકોને કાયમી યાદી રહી જાય એવી યાદી ઝરણું બને તેવા દ્રશ્યો જોવા મળે છે. સાથે થ્રીલર એક્ટીવીટીની પણ લહેર માણી શકો છો.

લાઈફ પાર્ટનર સાથે પહાડી વિસ્તારની વચ્ચે ટાઈમ સ્પેન્ડ કરવા ઇચ્છતા કપલ્સ માટે આ ડેસ્ટીનેશન બેસ્ટ છે. અહીં પાર્ટનર સાથે સ્કીઈંગની મજા પણ માની શકાય છે. અને ટ્રેકિંગ પણ કરી શકાય છે.

હનીમૂન ટ્રીપ ઔલીમાં ફરવાના સ્થળો :

  • ઔલી ઝીલ
  • કુઆરી પાસ
  • નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન
  • ત્રિશુલ પીક
  • જોશી મઠ
  • ચિનાબ ઝીલ

ઔલી હનીમૂન ટ્રીપમાં એક્ટીવીટી :

  • સ્કીઈંગ
  • કૈમ્પીંગ
  • કુરી પાસ ટ્રેક
  • રોપ વે રાઈડ
  • બર્ડ વોચીંગ

ઔલી હનીમૂન ટ્રીપ માટે રોકવાનો પરફેક્ટ ટાઈમ :

ઔલી જઈને હનીમૂન ટ્રીપને ફૂલ એન્જોય કરવા માટે ઔલીમાં 2 3 દિવસનો ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ.

Image Source

4. ડેલહૌઉસી, હિમાચલ પ્રદેશ :

ન્યુ મેરીડ કપલ્સને અહીં ફરવાની મજા બહુ આવે છે કારણ કે આ જગ્યા પ્રકૃતિની ગોદમાં છે. અહીં વસેલું નાનું શહેર જીવનભરની યાદગીરી બને એવું છે. એમાં પણ ઠંડીની મૌસમમાં અહીં ફરવાની મજા કંઇક વિશેષ છે. પ્રાકૃતિક દ્રશ્યો, પાઈનથી બનેલ ઘાટી, ફૂલ-ઝાડ-છોડ અને ઘાસના મેદાન અહીં જોવા મળે છે. એ સાથે નદીઓનું વહેતું પાણી, શાનદાર પહાડોથી ઘેરાયેલ દ્રશ્યો હનીમૂનની મજામાં વધારાના રંગ પૂરે એવા છે.

શાંત વાતાવરણ અને પ્રકૃતિની વચ્ચે રહેવાના શોખીન હોય એવા કપલ્સ માટે ઠંડીની મૌસમમાં આ જગ્યા બેસ્ટ હનીમૂન પ્લેસ છે. અહીંનું મનોહર વાતાવરણ જીવનમાં કાયમી યાદગાર રહે એટલું નિરાળું છે. ખાસ એ કારણે જ ઠંડીની મૌસમમાં હનીમૂન માટે આ જગ્યાની પસંદગી કપલ્સ પહેલા નંબર પર કરે છે.

હનીમૂન ટ્રીપ ડેલહૌઉસીમાં ફરવાની બેસ્ટ જગ્યાઓ :

  • ખજીયાર
  • પંચપુલા
  • સાતધારા ઝરણા
  • ચમેરા ઝીલ
  • કલાતોપ વન્યજીવ અભયારણ્ય
  • સેંટજોન ચર્ચ

ડેલહૌઉસીની હનીમૂન ટ્રીપમાં એક્ટીવીટી :

  • બોટિંગ
  • ટ્રેકિંગ
  • કૈમ્પીંગ
  • પેરાગ્લાઈડીંગ
  • જોર્બીંગ
  • શોપિંગ

ડેલહૌઉસીની હનીમૂન ટ્રીપમાં રોકવા માટેનો પરફેક્ટ ટાઈમ :

જો તમે હનીમૂન માટે ડેલહૌઉસી ટ્રીપ પ્લાન કરેલ છે તો અહીં બધું શાંતિથી જોવા અને ફરવા માટે ઓછામાં ઓછા 3 4 દિવસનો ટાઈમની જરૂર પડે છે.

Image Source

5. ઉદયપુર, રાજસ્થાન :

રાજસ્થાનની શાન કહેવાતું આ શહેર હનીમૂન માટે પણ એટલું જ ફેમસ છે. અહીં શિયાળાની ઠંડીમાં ફરવાની મજા બહુ છે એમાં પણ ખાસ કરીને જયારે લાઈફ પાર્ટનર સાથે હોય ત્યારે! ભારતના બેસ્ટ હનીમૂન ડેસ્ટીનેશનની યાદીમાં ઉદયપુરનું નામ પણ શામેલ છે. અહીં મહેલ, કિલ્લા, રાજાશાહી વખતની યાદો વગેરે એકસાથે મળીને ઉદયપુરને ફરવાલાયક બનાવે છે.

અહીં ફોટોગ્રાફ્સ ક્લિક કરવા માટે કપલ્સને એક કરતા અનેક લોકેશન મળી રહે છે. અહીંની ખૂબસૂરત ધરતી જ કાયમને માટે શોભતી હોય છે એટલે તો વર્ષભરમાં અહીં હજારોની સંખ્યામાં કપલ્સ હનીમૂન ટ્રીપ માટે આવે છે.

હનીમૂન ટ્રીપ ઉદયપુરમાં ફરવાની બેસ્ટ જગ્યાઓ :

  • સીટી પેલેસ
  • જગ મંદિર
  • ઉદયપુર તાજ લેક પેલેસ
  • માનસૂન પેલેસ

ઉદયપુર હનીમૂન ટ્રીપમાં એક્ટીવીટી :

  • અહીં પીછોલા લેક પર પાર્ટનર સાથે સનસેટનો અદ્દભુત નજરો માણી શકાય છે.
  • આપ ટ્રીપને મજેદાર બનાવવા માટે અહીં બલુન રાઈડ એન્જોય કરી શકો છો.
  • ફતેહ સાગર લેકમાં સ્પીડ બોટિંગ
  • શિલ્પગ્રામ ગામ ફરવા માટે જઈ શકો છો.

ઉદયપુર હનીમૂન ટ્રીપ માટે રોકવાનો પરફેક્ટ ટાઈમ :

ઠંડીની મૌસમમાં અહીંનું વાતાવરણ બહુ જ અનુકુળ હોય છે, જે ફરવાની મજા વધારે છે. આપ ટ્રીપને યાદગાર બનાવવા માટે અહીં ઓછામાં ઓછા 6 7 દીવસની ટ્રીપ પ્લાન કરી શકો છો.

Image Source

6. જૈસલમેર, રાજસ્થાન :

જૈસલમેર ઠંડીની મૌસમમાં હનીમૂન માટેનું બેસ્ટ લોકેશન છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે અને ખાસ તો મેરીડ કપલ્સ હનીમૂન ટ્રીપ માટે આવે છે. જૈસલમેર પારિવારિક સંસ્કૃતિ અને શાહી અનુભવથી ભરપૂર અનુભવ થાય છે. અહીં રેગિસ્તાન સફારી, નાઈટ કેમ્પીંગ જેવી રોમાંચક એક્ટીવીટીનો ખાસ મોકો પણ મળી શકે છે.

હનીમૂન ટ્રીપ જૈસલમેર ફરવા માટેની બેસ્ટ જગ્યા :

  • જૈસલમેર ફોર્ટ
  • બડા બાગ
  • ગડીસર ઝીલ
  • અમર સાગર ઝીલ
  • તનોટ માતા મંદિર

જૈસલમેર હનીમૂન ટ્રીપ પર એક્ટીવીટી :

  • ડેઝર્ટ સફારી
  • બોટ રાઈડ
  • કેમલ રાઈડ

જૈસલમેરની હનીમૂન ટ્રીપ પ્લાન કરવા માટેનો પરફેક્ટ ટાઈમ :

અહીં જૈસલમેરમાં હનીમૂન ટ્રીપ માટે આપ 5 6 દિવસનો સમય લઈને આરામથી ફરી શકો છો.

Image Source

7. અંદમાન અને નિકોબાર આઇલૅન્ડ :

ઠંડીની મૌસમમાં હનીમૂન માટે બેસ્ટ લોકેશનની તલાશમાં હોય એવા કપલ્સ માટે આ જગ્યા સિલેક્ટ કરવા જેવી ખરી! અહીં સમુદ્ર જીવન અને વોટર સ્પોટ્સ બહુ જ માણવા લાયક જગ્યાઓમાં છે. પાર્ટનર સાથે મેરેજ પછીના સુનહરા દિવસો પસાર કરવા માટે આ જગ્યાને કપલ્સ વધુ પસંદ કરે છે. અહીં ઘણી બધી એક્ટીવીટી પણ છે, જેનો હનીમૂન ટ્રીપ દરમિયાન આનંદ લઇ શકો છો.

હનીમૂન ટ્રીપ અંદમાન અને નિકોબાર આઇલૅન્ડ ફરવા માટેની જગ્યાઓ :

  • હૈવલોક દ્વીપ
  • રાધા નગર બીચ
  • એલીફેંટ બીચ
  • સેલુલર જેલ
  • નીલ આઇલૅન્ડ
  • રોસ આઇલૅન્ડ
  • રાજીવ ગાંધી વોટર સ્પોટ્ર્સ

અંદમાન અને નિકોબાર હનીમૂન ટ્રીપ પર એક્ટીવીટી :

  • વોટર સ્પોટ્ર્સ
  • બીચ ટ્રેકિંગ
  • શોપિંગ

અંદમાન અને નિકોબાર હનીમૂન ટ્રીપ માટેનો પરફેક્ટ ટાઈમ :

આ ટ્રીપને ફૂલ ટુ એન્જોય કરવા માટે અને પાર્ટનર સાથેના આનંદને વધારવા માટે અહીં 6 10 દિવસનો ટાઈમ સ્પેન્ડ કરી શકાય.

Image Source

8. દાર્જીલિંગ :

પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર પૂર્વ હિમાલયની તળેટીમાં આવેલ ‘દાર્જીલિંગ’ ઠંડીની સીઝનમાં હનીમૂન માટેની બેસ્ટ જગ્યા છે. અહીં વિભિન્ન મઠ, હિમાલયની આકર્ષણ ઘાટી કપલ્સ માટે બેસ્ટ ફરવાના લોકેશન  છે. અહીં ચા ના બગીચાને પણ નિહાળવા જેવા છે. અમુક કપલ્સ તો અહીં સ્પેશ્યલ ફોટોગ્રાફ્સ કિલક કરવા માટે જ આવે છે. લાઈફ ટાઈમ યાદી સેવા કરી શકાય એવા લોકેશન અહીં જોવા મળે છે, જે પાર્ટનર સાથે ફરવાની મજામાં વધારો કરે છે.

હનીમૂન ટ્રીપ દાર્જીલિંગ ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ :

  • ટાઈગર હિલ
  • હિમાલય રેલ્વે
  • રોક ગાર્ડન
  • સંદ્ફૂક ટ્રેક
  • બતાસીયા લૂપ

દાર્જીલિંગ હનીમૂન ટ્રીપ પર એક્ટીવીટી :

  • ટ્રેકિંગ
  • રીવર રાફટીંગ
  • રોપ વે
  • શોપિંગ

દાર્જીલિંગની હનીમૂન ટ્રીપમાં રોકવાનો પરફેક્ટ ટાઈમ :

અહીંના બધા લોકેશન ફરતા અને આખા દિવસને એન્જોય કરતા કરતા 5 7 દિવસ આરામથી પસાર થઇ જાય છે.

Image Source

9. ગોવા :

સમુદ્ર કિનારાનું આ લોકેશન મોટાભાગના કપલને વધુ પસંદ આવે છે. અહીં મૌસમ બહુ જ ખુશનુમા રહે છે, એમાં પણ ખાસ કરીને શિયાળાની કાતિલ ઠંડીમાં! અહીં શાંત માહોલ અને સમુદ્ર કિનારા પરનું વાતાવરણ એ બધું એકસાથે મળીને પપાર્ટનરના પ્રેમમાં ખોવાય જાય આવો માહોલ બનાવે છે.

હનીમૂન ટ્રીપ ગોવા ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ :

  • રોમેન્ટિક બીચ
  • દૂધસાગર વોટર ફોલ
  • અગુઆડા કિલ્લા
  • પણજી
  • ચપોરા કિલ્લા
  • ચર્ચ

ગોવા હનીમૂન ટ્રીપ પ્લાન પર એક્ટીવીટી :

  • ગોવાનો પ્રસિધ્દ સમુદ્ર તટ પાર્ટી એન્જોય કરવા માટે બેસ્ટ છે.
  • વોટર સ્પોર્ટ્સ
  • નાઈટ ક્લબ વિથ કપલ ડાન્સ
  • ફોટોગ્રાફ્સ કિલકીંગ

ગોવા હનીમૂન ટ્રીપમાં રોકવા માટેનો પરફેકટ ટાઈમ :

અહીં બધું જ જોવા અને ફરવા માટે તેમજ પાર્ટનર સાથે નાઈટક્લબ પાર્ટી એન્જોય કરવા માટે ઓછામાં ઓછા 3 4 દિવસ ટાઈમ સ્પેન્ડ કરી શકાય છે.

Image Source

10. મુન્નાર, કેરલ :

મુન્નાર  ચા ના બગીચા માટેનું પ્રમુખ સ્થળ છે એટલે અહીં ચા ના બગીચા વચ્ચે રહેવાના શોખને પૂર્ણ કરી શકાય છે. અહીં કપલ્સ માટે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા મળી રહે છે સાથે ઠંડીની મૌસમમાં પહાડો વચ્ચે ફરવાની મજાને કેમ કરીને ભૂલી શકાય! અહીં નદીના પાણીમાં તરતી બોટ વચ્ચે પણ અમુક દિવસો વિતાવી શકાય છે અને એ સાથે પાર્ટનરના પ્રેમમાં ડૂબવા માટેનો મોકો પણ મળે છે.

હનીમૂન ટ્રીપ મુન્નારમાં ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ :

  • રોઝ ગાર્ડન
  • ઇકો પોઈન્ટ
  • લક્ક્મ વોટર ફોલ
  • ટી ગાર્ડન્સ
  • અનામુડી પીક

મુન્નાર હનીમૂન ટ્રીપ પર એક્ટીવીટી :

  • ચા ના બગીચાની સફર
  • બોટ રાઈડ
  • હાઉસ ઓફ બોટ્સ

મુન્નારની હનીમૂન ટ્રીપમાં રોકવા માટેનો પરફેક્ટ ટાઈમ :

આ ટ્રીપને ફૂલ એન્જોય કરીને ખર્ચેલ પૈસાનું વળતર મેળવવા માટે અહીં પાર્ટનર સાથે 5 7 દિવસનો ટાઈમ સ્પેન્ડ કરી શકાય છે.

તો આ બધા ભારતના એવા લોકેશન છે જ્યાં તમને શિયાળાની મૌસમને ભરપૂર રીતે માણી શકો છો અને એથી વિશેષ પાર્ટનર સાથેના હનીમૂનના સુનહરા દિવસો. તો તમે પણ ઠંડીની સીઝનમાં ભારતના આ ખૂબસુરત ડેસ્ટીનેશન પર હનીમૂન ટ્રીપ પ્લાન કરી શકો છો.

આવા જ અન્ય માહિતીથી ભરપૂર આર્ટિકલ વાંચવા માટે આ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Comment