સાચો પ્રેમ મેળવવા માટેના આ છે અસરકારક ઉપાયો, તમારું પાર્ટનર તમને પ્રેમ કરતું થઇ જશે

જિંદગીનો સાચો ‘અહેસાસ’ અપાવે એ પ્રેમ, જિંદગી જીવવામાં ‘આનંદ’ અપાવે એ પ્રેમ અને જિંદગીની એક એક કલાકને માણવાલાયક બને એમાં ‘પ્રેમ.’ પ્રેમ એ માત્ર નામ નથી, પ્રેમ અનેરો હોય છે અને શબ્દમાં જેનું વર્ણન ન થઇ શકે એવો અદ્દભુત અહેસાસ હોય છે.

દુનિયાના દરેક માણસને એકવાર તો સાચો પ્રેમ થાય જ છે અને એ પ્રેમમાં તેને ઘણું જાણવા મળે છે, કારણ કે પ્રેમમાં સુખ અને દુઃખ બંને હોય છે. આમ તો કોઇપણ માણસના બધા દિવસો સરખા નથી હોતા એમ પ્રેમના દિવસો પણ એકસરખા નથી હોતા. તમે પણ કોઈને સાચા દિલથી પ્રેમ કરતા હોય તો આ લેખ તમને ખુબ કામ લાગશે. આજના લેખમાં સાચો પ્રેમ મેળવવાના અસરકારક ઉપાયો જણાવ્યા છે.

આ લેખને આગળ વાંચતા પહેલા જ સુચના આપી દઈએ છીએ કે જે વ્યક્તિ પ્રેમી સાથે કપટ, છેતરપીંડી કે પછી અન્યાય કરતા હોય તો તેના માટે આ ઉપાયો કામ કરશે નહીં. પ્રેમ એ બે વ્યક્તિ વચ્ચેનો શુદ્ધ ભાવ છે એટલે મહેરબાની કરીને પ્રેમનો સાચો અહેસાસ હોય તો જ આ ઉપાયનું અનુસરણ કરજો.

સાચો પ્રેમ મેળવવાના અસરકારક ઉપાય :

  • કૃષ્ણ મંદિરે જઈને વાંસળી અને તુલસીના પાન ભગવાનને ચડાવવાથી સાચા પ્રેમની પ્રાપ્તિ થાય છે.
  • ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની મૂર્તિ કે ફોટો સામે બેસીને ‘ઓમ લક્ષ્મીનારાયણાય નમ:’ ના જાપ શુક્લ પક્ષના ગુરુવારે કરવાથી પ્રેમ આસાનીથી મળી શકે છે.
  • ઈશ્વર પાસે સાચા હદયભાવથી તમારા પ્રેમી માટે કંઈક માંગો જે તમને સાચા પ્રેમ તરફ લઇ જશે.
  • જો તમે કોઈને પાર્ટનર બનાવવા માંગો છો તો માં દુર્ગાની પૂજા કરો અને માતાને લાલ ધજા ચડાવો. પ્રેમીને જિંદગીભર પામવા માટે આ ઉપાય કરી શકાય છે.
  • ઓપલ કે હીરા રત્ન ધારણ કરવાથી પ્રેમ સંબંધને લગ્ન સુધી આસાનીથી પહોંચી શકાય છે.
  • ખાસ યાદ રાખો કે તમારા પ્રેમીને ધારદાર કે કાળા રંગની વસ્તુ ક્યારેય ભેટ ન આપો.
  • લાલ, ગુલાબી, પીળો કલર કે લીલા રંગની વસ્તુ ભેટમાં આપવાથી પ્રેમની જલ્દી પ્રાપ્ય થાય છે.
  • છોકરાને પ્રેમમાં સફળતા મેળવવા માટે પન્ના નંગની વીંટી પહેરવાથી ફાયદો થાય છે.
  • મનઇચ્છિત વ્યક્તિની પ્રાપ્તિ કરવા માટે રાધા-કૃષ્ણના પ્રેમનું ચિત્રણ હોય એવી મૂર્તિનું ધ્યાન ધરવું જોઈએ.

અહીં જણાવેલા ઉપાયો એકદમ અસરકારક નીવડશે પણ ખાસ કે તમારા પ્રેમી પ્રત્યેનો ભાવ શુદ્ધ હોવો જોઈએ. દુનિયામાં પ્રેમ પૈસાથી ખરીદી ન શકાય અને પૈસા હોય ત્યાં પ્રેમ હોય એવું જરૂરી પણ નથી. એટલે આ લેખની શરૂઆતમાં જ કહ્યું કે પ્રેમ એટલે બે વ્યક્તિઓ વચ્ચેનો અનેરો સંબંધ. જયારે એક હદય થી બીજું હદય વગર સ્વાર્થે જોડાય તેને પ્રેમ કહેવાય…

આજની માહિતી અહીં સુધી અને આવા જ અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો અહીં તમને એક થી એક વિશેષ માહિતી મળતી રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *