વાઇરલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરી શકે છે આ એન્ટીવાયરલ ફૂડ્સ 

વાઇરલ ઇન્ફેકશનથી લડવા માટે મદદ કરી શકે છે આ એન્ટીવાયરલ ખોરાક જે આપણે એક્સપર્ટ દ્વારા જાણીશું અમુક એવા ફૂડ્સ હોય છે જે આપણા શરીરને વાયરસ સામે લડવાની ક્ષમતા પ્રદાન કરી શકે છે.

કોરોનાવાયરસે દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય વિશે ખૂબ જ ઊંડાઈ થી સમજાવ્યું છે. આજના સમયમાં આપણે દરેક વ્યક્તિ એજ ઈચ્છીએ છીએ કે કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનો વાયરસ આપણા શરીરમાં પ્રવેશી શકે નહીં. અને આપણુ શરીર સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે. પરંતુ તેની માટે જરૂરી છે કે તમે તમારા ડાયટ નો સંપૂર્ણપણે ધ્યાન રાખો સંતુલિત આહાર લેવાથી તમે સ્વસ્થ રહી શકો છો.પરંતુ જો તમે પોતાના ડાયટમાં વિશેષ ફૂડ આઈટમ ને શામેલ કરો છો તો તમે પોતાને વિભિન્ન રીતે વાયરસથી સુરક્ષિત રાખી શકો છો.

હા, એવા ઘણા ફૂડ્સ હોય છે જેને એન્ટીવાયરલ ફૂડ ના રૂપમાં પણ જાણવામાં આવે છે.આ ફૂલની ખાસિયત એ હોય છે કે તે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિના લેવલને વધારે છે.જેના કારણે તમારું શરીર કોઈપણ પ્રકારના વાઈરસ સામે લડવા માટે સક્ષમ હોય છે અને પછી તે વાયરસ નો પ્રભાવ આપણા શરીર ઉપર પડતો નથી તો ચાલો જાણીએ આ લેખમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલ ના ઈએસઆઈસી હોસ્પિટલની ડાયટિશિયન રીતુ પુરી તમને અમુક એવા ફૂડ્સ વિશે જણાવશે જે એન્ટીવાયરલ ફૂડ સાબિત થઇ શકે છે તેથી તમારે આ ફૂડ્સને પોતાના ડાયટમાં જરૂર સામેલ કરવા જોઈએ.

Image Source

સાઇટ્રસ ફળો

સાઇટ્રસ ફળો ની ખાસિયત એ હોય છે કે તેમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે.વિટામીન સી ન માત્ર તમારા સમગ્ર શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે પરંતુ તેની મદદથી તમે કોઈપણ પ્રકારના વાઈરસ સામે લડવા માટે મદદ પણ મળે છે. એવામાં તમે મોસંબી, સંતરા અથવા લીંબુનું સેવન જરૂરથી કરવું. ધ્યાન રાખો કે જો ફળ જેટલું ખાટું હશે તેટલી જ વિટામિન સીની માત્રા તેમાં વધુ હશે. ખાટા ફળો સિવાય તમે મોસમી ફળોનું સેવન પણ જરૂરથી કરો. જામફળ, દાડમ વગેરે પણ તમારા શરીરને વાયરસ સામે લડવાની ક્ષમતા પ્રદાન કરે છે.

Image Source

ફુદીનો

ફુદીનો પણ એક શ્રેષ્ઠ એન્ટી વાયરલ ફૂડ સાબિત થઇ શકે છે.તેમાં ન માત્ર વિટામીન સી ઉપસ્થિત હોય છે તે સિવાય તેમાં પોટેશિયમ થી લઈને અન્ય ઘણાં પોષક તત્વો જોવા મળે છે.જે તમારા શરીરને ઠંડુ રાખવાની સાથે તમારા ડાયજેશન ની પ્રક્રિયા ને પણ શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે. તે સિવાય ફુદીનામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે.જેના કારણે તમે તમારું ધ્યાન રાખી શકો છો. તમે લીંબુ અને ફુદીનાનું ડ્રિંક બનાવીને તેનું સેવન કરી શકો છો.

દૂધ

દૂધ ન માત્ર કેલ્શિયમથી ભરપૂર હોય છે પરંતુ તેમાં પ્રોટીન ફોસ્ફરસ અને વિટામિન ડી પણ સારી માત્રામાં જોવા મળે છે જ્યારે રોગપ્રતિકારક શક્તિની વાત આવે ત્યારે પ્રોટીન અને વિટામિન ડી લેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે તમારું શરીર કોઈપણ વાયરસ સામે લડે છે તો આ દરમિયાન શરીરમાં ટીશ્યુ તૂટવા લાગે છે તેવામાં તમે પ્રોટીનનો પર્યાપ્ત માત્રામાં સેવન કરશો તો આ ટીશયુંને ફરીથી બનવામાં મદદ મળશે. આ રીતે તે તમારા શરીરને ચુસ્ત અને તંદુરસ્ત બનાવવા માટે દૂધ ખૂબ જ મદદ કરે છે.

Image Source

ઈંડા

ઈંડામાં પણ પ્રોટીન અને વિટામિન ડી સારી માત્રામાં જોવા મળે છે. તેની સાથે જ સારી માત્રામાં મેન્ગેનીઝ અને વિટામીન બી 12  પણ ઉપસ્થિત હોય છે. જેના કારણે તે પણ એક શ્રેષ્ઠ એન્ટી વાયરલ ફૂડ ની જેમ કામ કરે છે. તેથી જ દરેક વ્યક્તિએ ઇંડાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

દાળ

દરેક વ્યક્તિએ દિવસમાં એકથી બે વાટકી દાળનું સેવન જરૂર કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમે વેજિટેરિયન છો અને ઈંડા ખાતા નથી. એવામાં દાળનું સેવન કરવું તમારી માટે ખૂબ જ લાભકારી થઈ શકે છે.તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ પ્રોટીન વગેરે જોવા મળે છે. જે તમારી માટે લાભકારક સાબિત થશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment