ડોકટરોની તપાસમાં પણ આ 7 બીમારીઓ પકડમાં આવી શકતી નથી, જાણીએ તે બીમારીઓ વિશે

જ્યારે પણ તમને કોઈ અજુગતો દુખાવો થાય છે અથવા તો તમે કંઇક સારો અનુભવ કરી રહ્યા નથી તો સૌથી પહેલાં ડોક્ટરની પાસે જાઓ. એવી આશા કરવામાં આવે છે કે ડોક્ટર કોઈપણ બીમારીને ફટાફટ પકડીને તેની સારવાર કરી શકે છે.

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દર્દીઓના કેટલાંક લક્ષણો ડોક્ટરની પણ સમજણમાં આવી શકતા નથી. તો ચાલો જાણીએ એવા ક્યાં રોગો છે જેની જડ સુધી જવામાં ડોકટર પણ મોટાભાગે નિષ્ફળ જાય છે.

Image Source

ઈરીટેબલ બાઉલ સિંડ્રોમ

ઇરિટેબલ બાઉલ સિંડ્રોમ થવા પર પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે અને બાથરૂમ જવાની આદતમાં ફેરફાર થાય છે જે 3 મહિના સુધી ચાલે છે. ડોક્ટરને સાચી જાણકારી મેળવવામાં ઘણો સમય લાગે છે કેમકે તેને તે પણ તપાસ કરવાની હોય છે કે તે લેકટોજ ઇન્ટોલેરેન્સ, સીલીએક ડીઝીઝ અથવા કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન તો નથી.

Image Source

સીલીએક ડીજીજ

ઘઉં, જુવાર અને રાઈમાં મળતા ખાસ ગ્લુટેન પ્રોટીન કોઈ કોઈને પચતા નથી અને તેનાથી પાચનતંત્ર ખરાબ થવા લાગે છે. તેના કારણે ઘણીવાર ડાયેરિયા, થાક અને વજન ઓછું થવા લાગે છે. આ ઉપરાંત તમને ગોઠણના દુખાવા, ચકકર, માથાનો દુખાવો, ડિપ્રેશન અને હુમલા જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ બધા લક્ષણો અલ્સર, ક્રોહન્સ ડિઝીઝ અને ઇરિટેબલ‌ બાઉલ સિંડ્રોમના પણ છે. તેના માટે ડોકટર લોહીની તપાસ અને આંતરડાંના એક નાના ટુકડાથી સીલીએક ડીઝીઝની તપાસ કરે છે.

Image Source

અપેન્ડીસાઇટિસ

આ ત્યારે થાય છે જ્યારે તમને એપેન્ડિક્સ ( આંતરડા સાથે જોડાયેલ નાની થેલી ) માં સોજો આવી જાય છે. તેના કારણે નાભિની આજુ બાજુ ખૂબ દુખાવો થાય છે. તે અચાનક શરૂ થાય છે અને ધીમે ધીમે તેનો દુખાવો નીચેની તરફ વધતો જાય છે. આ કારણે ઊબકા, ઉલટી, તાવ, કબજિયાત અને ઝાડા પણ થઈ શકે છે. અપેન્ડીસાઇટિસની જાણ તરત લગાવી શકાતી નથી કેમકે ડોકટર ક્રોઇન્સ ડીઝીઝ, પેલ્વિકમાં સોજા અને કોલાઈટિસમાં પણ તેવો અનુભવ થાય છે. અપેન્ડીસાઇટિસની તપાસ કરવા માટે ડોકટરને કેટલીક શારીરિક તપાસ કરવી પડે છે.

Image Source

હાઇપોથાયરાયડીજ્મ

જ્યારે તમારી થાઈરોઈડ ખૂબ વધારે થાઇરોકસિન હોર્મોન્સ બનાવવા માંડે છે તો આવી સ્થિતિ આવે છે. તમે નર્વસ, પરેશાન અથવા ચિડીયાપણુનો અનુભવ કરી શકો છો. તેમાં એક પ્રકારનો મૂડ ડિસઓર્ડર થઈ જાય છે. હદયના ધબકારા ઝડપી થવા, અચાનક વજન ઓછું થવા જેવા લક્ષણો નો અનુભવ થાય છે તો તે પણ ડોકટરને જણાવો. લોહીની તપાસના માધ્યમે ડોકટર તે જાણ લગાવે છે તમને હાઇપોથાયરાયડીજ્મ છે કે નહિ.

સ્લીપ એપનિયા

જ્યારે સૂતી વખતે તમારો શ્વાસ થોભી જાય છે ત્યારે આવું થાય છે અને તેની જાતે ચાલવા લાગે છે. આ કારણે તમારું મોઢું સુકાવા લાગે છે, ગળામાં ખરેડી, સવારે માથામાં દુખાવો અને ચીડિયાપણું થાય છે. જોકે આ બધાં લક્ષણો ફ્લૂ, શરદી અને અન્ય સ્થિતિમાં પણ થઈ શકે છે. તેની ઓળખ માટે ડોક્ટર્સ ને સ્લીપ સ્ટડી કરાવવી પડે છે જેમાં દર્દીની બ્રેઈન એકટિવિટી, હદયના ધબકારા અને ઓક્સિજન લેવલની તપાસ કરવામાં આવે છે. ડોકટર તે પણ જુએ છે કે સૂતી વખતે તમે નસકોરા લો છો કે નહિ.

ફાઇબ્રોમાયલીજ્યા

ફાઇબ્રોમાયલીજ્યામાં શરીરમાં ખૂબ જ દુખાવો થવા લાગે છે. તેની કોઈ તપાસ નથી તેથી ડોક્ટર તે વાતની તપાસ કરે છે કે ક્યાંય તમને દુખાવો સંધિવા, લ્યુપસ અથવા કોઈ અન્ય કારણોસર તો થઈ રહ્યું નથી. ઊંઘની સમસ્યા અથવા માનસિક અસર થવા પર ડોકટર ડિપ્રેશનની તપાસ કરવાનો પ્રયત્ન કરે છે તે બધી વસ્તુઓ ન જોવા મળે ત્યાર પછી જ ડોક્ટર્સ તમારી ફાઇબ્રોમાયલીજ્યાની સારવાર ચાલુ કરે છે.

પાર્કિસંસ ડિઝીઝ

આ બીમરીમાં માથાની કીઓશિકાઓ એ રીતે કામ કરતી નથી જે રીતે કરવી જોઈએ. તેમાં હાથ ધ્રુજવા, ગળામાં સોજો, સંતુલનની સમસ્યા થઈ શકે છે અને તમારા ચેહરો અલગ દેખાવા લાગે છે. જોકે, તે સ્ટ્રોક,માથામાં ઘા, અલ્જાઈમર રોગ અને ત્યાં સુધી કે તણાવના સંકેતો પણ થઈ શકે છે. જોકે તેની પણ કોઈ તપાસ નથી તેથી યોગ્ય રીતે તેની જાણ કરવામાં ડોકટરને વર્ષ પણ લાગી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment