ઉમર કરતાં 10 વર્ષ નાના દેખાવા માંટે તમે અહી દર્શાવેલ ટિપ્સ નો ઉપયોગ કરી શકો છો.
દરેક મહિલા યુવાન દેખાય અને સાથે જ તેની ત્વચા બેડાગ, અને ટાઇટ દેખાય તેવું ઇચ્છતી હોય છે. પ્રદૂષિત હવા, સુર્ય ના કિરણો,આપણી ત્વચા ને સહન કરવા પડે છે અને તે ચહેરા નો ગ્લો પણ ઓછો કરે છે. અને જેના કારણે ચહેરા પર કરચલીઓ પણ પડે છે.
જો કે ઘણા બધા સલૂન છે જે એંટિ એજિંગ સ્કીન ટ્રીટમેન્ટ પ્રદાન કરે છે. પણ તે બધા પર કામ નથી કરતાં. આમાં થી ઘણી પ્રોડક્ટસ હાનિકારક કેમિકલ થી ભરપૂર હોય છે જે સમય જતા ત્વચા ને નુકશાન કરે છે.
એવા માં મન માં એવો સવાલ થાય છે કે બેડાઘ ત્વચા મેળવવા માંટે સૌથી સારો ઉપાય કયો છે?તો તમારે હેરાન થવાની જરૂર નથી. કારણકે અમે તમને 5 ઘરેલુ ટિપ્સ બતાવા જઈ રહ્યા છીએ. જે કોઈ પણ કેમિકલ વગર તમારી ત્વચા ને યુવાન બનાવશે.
ત્વચા ને ટાઇટ કરે છે ગુલાબ જળ
ટાઇટ અને ગ્લોઇંગ ત્વચા માંટે થોડાક ગુલાબ જળ ના ઉપયોગ થી સારું કઈ ન હોઈ શકે. ગુલાબ જળ તમારા ચહેરા પર ડીપ ક્લીનજીગ નું કામ કરે છે. તે તમારા ત્વચા ના બંધ પોર્સ માં રહેલ ગંદકી ને દૂર કરે છે. તે સિવાય ગુલાબ જળ થી તમારા આંખ ની નીચે ના સોજા ઓછા થાય છે.
વાપરવા ની રીત
- એક વાટકા માં 2 નાની ચમચી ગુલાબ જળ, ગ્લીસિરિન ના થોડા ટીપા અને ½ ચમચી લીંબુ નો રસ મિક્સ કરો.
- બધી જ વસ્તુ ને બરાબર મિક્સ કરો. કોટન ની મદદ થી તેને ગળા અને ચહેરા પર લગાવો.
- રોજ રાતે સૂતા પહેલા ફક્ત ગુલાબ જળ લગાવા થી પણ ઘણા ફાયદા થાય છે.
એજિંગ ના લક્ષણ ને દૂર કરે છે લીંબુ નો રસ
લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે. જે એક મજબૂત એંટિ ઓક્સિડેંટ છે. આ એંટિ ઓક્સિડેંટ તમારી ત્વચા માંટે ખૂબ જ સારા હોય છે. તે તમારી ત્વચા પર એંટિ અજિંગ ના રૂપ માં કામ કરે છે. જે ઉમર વધતાં ની સાથે દેખાતા લક્ષણ જેવા કે ડાઘ, કરચલીઓ, ડાર્ક સર્કલ વગેરે માં રાહત આપે છે. તે સિવાય લીંબુ ત્વચા ને બ્લીચ કરવાનું કામ પણ કરે છે. જે તમારા ચહેરા ના વાળ ને ઓછા કરે છે અને ચહેરા પર પ્રાકૃતિક રૂપ થી નિખાર આવે છે.
વાપરવાની રીત
- લીંબુ નો રસ કાઢી ને તેને ચહેરા અને ગરદન પર લગાવો.
- તેને 15 મિનિટ સુધી રાખો અને પછી ધોઈ નાખો.
ત્વચા ને એક્સફોલિયેટ કરે છે કાકડી અને દહી
ફ્રેશ અને યુવાન ત્વચા મેળવવા માંટે તમારે એક્સફોલિયેટ કરવાની જરૂર હોય છે. દહી અને કાકડી નું કોમ્બિનેશન તમારી ત્વચા ને એક્સફોલિયેટ કરવા માંટે અને ડેડ સ્કીન સેલ ને હટાવા માંટે સારી રીતે કામ કરે છે. દહી માં લેક્ટિક એસિડ હોય છે. જે ત્વચા ને સાફ કરે છે.
વાપરવાની રીત
- ½ કપ દહી લો. અને તેમા છીણેલી કાકડી નાખો.
- સારી રીતે મિક્સ કરો. 20 મિનિટ સુધી ત્વચા પર લગાવી રાખો.
- હૂંફાળા પાણી થી ફેસ ધોઈ નાખો.
ત્વચા ને લચીલું બનાવે છે પપૈયું
પપૈયું સૌથી સારું ફળ છે. જેને તમે હેલ્થી અને ગ્લોઇન્ગ ત્વચા માંટે ઉપયોગ માં લઈ શકાય છે. તેમા વિટામિન e ભરપૂર માત્રા માં હોય છે. જે તમારી ત્વચા ને હેલ્થી અને યુવાન બનાવે છે. સાથે જ પપૈયાં માં એન્જાઈમ હોય છે જે તમારી ત્વચા પર થી ડેડ સ્કીન ને હટાવે છે. જેનાથી ત્વચા સોફ્ટ અને સ્મૂધ બને છે.
વાપરવાની રીત
- પપૈયાં ના ટુકડા કરી ને તેને થોડું છૂંદી નાખો.
- તમારા આખા ચહેરા પર અને ગરદન પર લગાવો.
- પછી હુંફાંળા પાણી થી ધોઈ નાખો.
ત્વચા ને મોઈશ્ચરાઈજર કરે છે નારિયેળ નું દૂધ
જ્યારે તમારી ત્વચા પર્યાપ્ત નરમાશ પ્રાપ્ત નથી કરતી ત્યારે તમારી ત્વચા ડલ લાગે છે. નારિયેળ નું દૂધ તમારી ત્વચા માંટે એક સારું મોઈશ્ચરાઈજર નું કામ કરે છે. તે વિટામિન અને મિનરલ થી ભરપૂર હોય છે. જે ત્વચા ને સોફ્ટ અને હેલ્થી રાખે છે.
વાપરવાની રીત
- તમે કાચા નારિયેળ ને પીસી ને તેમાંથી પ્રાકૃતિક રૂપ થી દૂધ કાઢી શકો છો અથવા તો તેને બજાર માંથી પણ લઈ આવી શકો છો.
- નારિયેળ ના દૂધ ને 20 મિનિટ માંટે ચહેરા પર લગાવી રાખો અને પછી ગરમ પાણી થી ધોઈ નાખો.
તમે પણ ગલોઇન્ગ અને જુવાન દેખાવા માંટે આ ઘરેલુ ટિપ્સ ને અપનાવી જુઓ. જો કે અહી બતાવા માં આવેલ બધી જ વસ્તુ નેચરલ છે. તો પણ બધા ની ત્વચા અલગ પ્રકાર ની હોવા થી અલગ અલગ પ્રતિક્રિયા આપે છે. તમને કોઈ પણ એલર્જી હોય તો સૌથી પહેલા તેને તમારા હઠ પર લગાવી ને જુઓ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team