આ 5 વસ્તુ માં ખૂબ જ ઓછી કેલરી છે આજે જ શરૂ કરી દો ખાવાનું, રહેશે સ્વાસ્થ્ય સારું

સામાન્ય રીતે વજન વધવાના ડર ને કારણે તેમજ મોટાપા ના બીક ને કારણે આપણે આપણી મનપસંદ વસ્તુ ખાઈ શકતા નથી. મોટાપા ના ડર ના કારણે આપણે કેલરી નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે આહાર કે ખાદ્ય પદાર્થ માં વધુ કેલરી હોય છે તે મોટાપા માંટે સારા નથી. જો તમે પણ કેલરી નું ધ્યાન રાખતા હોવ તો તમારે ખાવા માં એવી જ વસ્તુ નો સમાવેશ કરવો કે જેમા કેલરી ઓછી હોય.

જે ખોરાક માં 25 કે તેથી ઓછી કેલરી હોય છે તેને ફ્રી કેલરી ની શ્રેણી માં મૂકવામાં આવે છે. તેમા પ્રત્યેક ખોરાક ને લેવાની માત્રા પણ હોય છે. એટલે કે તમે કેટલી વસ્તુ કેટલી માત્રા માં લઈ રહ્યા છો.

જેમ કે 2 કપ પોપકોર્ન માં 40 કેલરી છે. જો તમે એક આખું પેકેટ પોપકોર્ન ખાવ છો તો તમે 200 કેલરી નું સેવન કર્યું તેમ કહેવાય. જે સારું નથી અને આવી સ્થિતિ માં તેને ફ્રી કેલરી ની શ્રેણી માં પણ ન મૂકી શકાય.

અહી તમને એવા કેટલાક ફૂડ માંટે કહેવા જઈ રહ્યા છે જેમાં ખૂબ ઓછી કેલરી છે. જે સ્વાસ્થ્ય માંટે પણ ખૂબ જરુરી પોષક તત્વો પ્રદાન કરે છે.

Image by Mircea Ploscar from Pixabay

સફરજન

સફરજન ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તે સ્વાસ્થ્ય માંટે ખૂબ લાભકારી અને ગણ્યા ગાંઠ્યા ફળ માં નું એક છે. અડધો કપ સફરજન અથવા તો 62.5 gm સફરજન માં 25 કેલરી હોય છે અને 3 gm ડાયટ્રી ફાઇબર હોય છે. કારણકે સફરજન ને પચાવા માંટે ઉર્જા ખરચવી પડે છે. એટલે જ આ ફળ માંથી મળતી કેલરી પ્રમાણ માં ઓછી જ હોય છે.

Image by Shutterbug75 from Pixabay

બ્રોકલી

બ્રોકલી પણ પૌષ્ટિક શાકભાજી માંથી એક છે. તે ઘણા પ્રકાર ની બીમારીઓ જેમ કે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. એક કપ એટલે 91 gm બ્રોકલી માં 31 gm કેલરી હોય છે. તે વિટામિન સી નો પણ સારો સ્ત્રોત છે. એક દિવસ માંટે વિટામિન સી ની પૂરતી ફક્ત એક બ્રોકલી થી પણ થઈ શકે છે. એટલે જ બ્રોકલી ને ફક્ત ઓછી કેલરી છે એટલે જ નહીં સ્વાસ્થ્ય માંટે પણ તે સારી છે એટલે તેને ડાયટ માં જરૂર થી શામેલ કરો.

Image by Ulrike Leone from Pixabay

કોબીજ

કોબીજ ને કાચી કે શાક બનાવી ને પણ ખાઈ શકાય છે. કાચી કોબીજ ને સલાડ ના રૂપ માં ખાઈ શકાય છે. તેમા બીજા શાકભાજી કરતાં કેલરી પણ ખૂબ ઓછી છે. 89 gm કોબીજ માં 22 કેલરી મળી આવે છે. તેમા વિટામિન એ ભરપૂર હોય છે.

Image by RitaE from Pixabay

ફુલાવર

વધુ કાર્બોહાયડ્રેટ વાળા શાક માં ફુલાવર નું નામ મોખરે છે. એક કપ કે 100 gm માં ફુલાવર માં 25 કેલરી હોય છે. અને ફકત 5 gm કાર્બોહાયડ્રેટ હોય છે.

ખાસ વાત તો એ છે કે આ ઓછી કેલરી વાળા ફૂડ થી તમે વજન ઘટાડી શકો છો. આ પ્રકાર ના ખોરાક માં ફાઇબર સારા પ્રમાણ માં હોય છે. વિશેષજ્ઞ નું કહેવું કે ઉપરોક્ત ખોરાક માં ભલે કેલરી ઓછી હોય છે પણ તેનાથી શરીર માં એનર્જિ ખૂબ મળે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *