30 વર્ષ બાદની દરેક મહિલાએ જરૂરથી કરાવવા આ 5 ટેસ્ટ

ભાગદોડ ભરી જિંદગી અને ઉંમરની સાથે શરીરમાં થતી હોર્મોનલ બદલાવના કારણે પુરુષો કરતા મહિલાનું જીવન વધુ કઠીન હોઈ છે. જેના લીધે પુરુષો કરતા મહિલાઓમાં વધુ બીમારી બની રહે છે. એવામાં તેને તેના સ્વાસ્થ્યની વધુ દેખભાળ કરવાની જરૂર છે. સારું સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે મહિલાઓ એ સમય સમય પર જરૂરી ટેસ્ટ કરાવવો જોઈએ. આવો જાણીએ તે ટેસ્ટ કયા છે.

image source

મેમોગ્રામ –

ભારતમાં દરેક આઠ મહિલાઓ પૈકી એક સ્તન કેન્સરની પકડમાં છે. સ્ત્રીઓ કે જેમને કેન્સરનું કૌટુંબિક ઇતિહાસ છે તેઓએ 20 વર્ષની ઉંમરથી દર 3 વર્ષે તપાસ કરવી જોઈએ અને આવી મહિલાઓ એ 40 વર્ષની ઉંમર પછી દરેક વર્ષે આ તપાસ કરાવવી જોઈએ.

image source

પૈપ સ્મીયર –

ગર્ભાશય કેન્સરની ખબર લગાવવા માટે એક વિશેષ તપાસ કરવામાં આવે છે જેને ‘પૈપ સ્મીયર’ કહેવાય છે. આ ટેસ્ટ 21 ની ઉંમર પછી, દરેક સ્ત્રીને લૈંગિક રીતે સક્રિય રહેવાની સલાહ આપે છે. 30 વર્ષની ઉંમર પછી જો પરીક્ષણના પરિણામો સતત 3 વર્ષ માટે સામાન્ય આવે, તો તે દર 3-5 વર્ષમાં પુનરાવર્તન કરી શકાય છે.

image source

એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ –

એચપીવીનો અર્થ હ્યુમન પેપિલોમા વાયરસ થાય છે. પેપિલોમા એક ખાસ પ્રકારનો મસ્સા છે, જે કોઈ વિશેષ પ્રકારના એચપીવી થી ફેલાય છે. આ વાયરસ ઘણો ખતરનાક છે. અને તે ખુબ જ તેજીથી ફેલાય છે.

image source

થાયરોઈડ –

થાયરોઈડમાં વજન વધવાની સાથે હાર્મોન અસંતુલિત થઈ જાય છે. 20 વર્ષની ઉંમર પછી, થાઇરોઇડ પરીક્ષણ નિયમિત રીતે તપાસમાં થવું જોઈએ.આ રક્ત પરીક્ષણ હાયપો થાઇરોડીઝમ અને હાયપર થાઇરોઇડિઝમને ઓળખવા માટે હોઈ છે. જો પરિણામ સામાન્ય આવે, તો વર્ષમાં એક વાર આ પરીક્ષણ કરવાનું કહેવામાં આવે છે. ભારત અનુસાર થાઈરાઈડ રોગ પુરુષોની તુલનામાં મહિલાઓમાં ત્રણ ગુનો વધુ જોવા મળે છે. ભારતમાં દર ૧૦ માંથી 1 વ્યક્તિ હાયપો થાઇરોડીઝમથી હેરાન થાય છે. 20 વર્ષની ઉંમર પછી, થાઇરોઇડ પરીક્ષણ નિયમિત આરોગ્ય તપાસમાં થવું જોઈએ.

image source

બોન ડેન્સીટી ટેસ્ટ –

હાડકાઓ કમજોર હોવાને લીધે નાના મોટા ઝટકા અથવા ચોટ લાગવા પર તેની તૂટવાની સંભાવના રહે છે. જેના લીધે ઑસ્ટિઓપોરોસિ અને ઓસ્ટીયોપીનિયા જેવી બીમારીનું જોખમ વધારે છે. કેલ્શિયમ પરીક્ષણમાં રક્ત પરીક્ષણ દ્વારા અસ્થિ મેટાબોલીજ્મ જોવા મળે છે. મેનોપોઝ પછી આ પરીક્ષણ સ્ત્રીઓ માટે વધુ મહત્વનું બને છે કારણ કે તેઓમાં ઑસ્ટિયોપોરોસિસ નો વધુ ખતરો જોવા મળે છે. બોન ડેન્સીટી ટેસ્ટ ડીએક્સએ મશીન પર કરવામાં આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *