આ 5 રમતો જે માત્ર 30 મિનિટમાં આશરે 300 કેલેરી બર્ન કરી દે છે, ઉપરાંત સ્વાસ્થ્યની સાથે ઝડપથી વજન ઘટાડવામા પણ મદદરૂપ છે

બાળકો રૂપે આપણને રમત ખૂબ પસંદ હોય છે પરંતુ મોટા થઈને આપણે બધા પોતાની લાઇફમાં વ્યસ્ત થવા લાગીએ છીએ. બાળપણમાં આપણા માટે રમત એક એવી એક્ટિવિટી હતી જેના વગર આપણે એક દિવસ પણ રહી શકતા ન હતા. તે માત્ર મનોરંજનનો એક મોટો સ્ત્રોત જ નહીં પરંતુ તેનાથી આપણને આપણા મિત્રો સાથે જોડાવા, નવી રમત શીખવા અને સારો સમય વિતાવવામા પણ મદદ કરે છે. ત્યારે આપણે તે જાણતા ન હતા કે રમતોથી આપણને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદા મળે છે. ઘણા લોકો યુવાવસ્થામાં પણ કોઈને કોઈ એવી રમતની એક્ટિવિટીને જાળવી રાખે છે.

પરંતુ હાલના કેટલાક વર્ષોમાં ઓફિસના પ્રેશર અને સ્માર્ટફોનના ઓનલાઇન ગેમે લોકોના રૂટિનથી ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઓછી કરી દીધી છે. રમત રમવાથી ફક્ત આપણે સ્વસ્થ જ નથી રહેતા, પરંતુ તેનાથી તણાવ પણ દૂર થાય છે અને બીમારીઓ પણ થતી નથી. આ લેખમાં અમે તમને કેટલીક એવી રમતો વિશે જણાવી રહ્યા છીએ જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

સાઇકલિંગ

ફક્ત 30 મીનીટ સાઇકલ ચલાવવાથી તમે 300થી વધારે કેલેરી બર્ન કરી શકો છો. આ એરોબિક તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે એક સારું વર્કઆઉટ છે. તે તમારા શરીરની ફ્લેક્સિબિલિટી અને શક્તિ વધારે છે, સાથેજ એક શ્રેષ્ઠ મૂડ લિફ્ટર છે અથવા તેમ કહો કે મૂડ સારું બનાવી દે છે. તેનાથી પગની કસરત સરળતાથી થવા લાગે છે અને તે સ્વાસ્થ્યની સાથે પર્યાવરણ માટે પણ શ્રેષ્ઠ છે.

સ્વિમિંગ

સ્વિમિંગ એક મોટી ફિઝિકલ ઍક્ટિવિટી છે અને વજન ઓછું કરવા માટે આ એક સારું વર્કઆઉટ છે. ફક્ત એક કલાક કરવાથી તમે 400 કેલરી સુધી ઓછું કરી શકો છો. પરંતુ, તે તમારી ગતિ અને શરીર પર આધાર રાખે છે. લચીલાપણા માટે ઉત્કૃષ્ટ,તે સ્નાયુઓને ટોન કરવા, તાકાત માટે અને તમારા મગજ અને શરીર વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં મદદ કરે છે.

ટેનિસ

બેડમિન્ટન ની જેમ જ ટેનિસ એક સરસ રમત છે જે તમને માત્ર એક કલાકમાં 300થી વધારે કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે. આ રેકેટની સાથે તમે થોડો સમય ટેનિસ કોર્ટમાં વિતાવો અને થોડા દિવસો પછી તમે જાતે અનુભવશો કે તમારા હદયના સ્વાસ્થ્યમાં કેવી રીતે સુધારો થઈ રહ્યો છે.

તેનાથી તમારા સ્નાયુઓ ટોન થાય છે અને તમારા હાડકાની તાકાત વધે છે. આ ઉપરાંત બેડમિન્ટનની જેમ, તેના માટે તમારે કોઇ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે, તેનાથી એકાગ્રતા અને શરીર મન સમન્વયમા સુધારો કરવામાં મદદ મળે છે.

બેડમિન્ટન

બેડમિન્ટનની આપણા શરીરના દરેક હાડકા પર અસર પડે છે. ભારતમાં વ્યાપક રૂપે આ રમત ખૂબ લોકપ્રિય છે અને દેશે ઘણા મહાન બેડમિન્ટન રમતવીરો આપ્યા છે. પરંતુ જો સ્વસ્થ રહેવું એ તમારું લક્ષ્ય છે, તો તમારે પીવી સિંધુ કે સાઈના નેહવાલ જેવા કુશળ કે ફિટનેસ સ્તર કે બેડમિન્ટન કોર્ટ ની પણ જરૂર પડતી નથી, તમારે માત્ર તેના સ્તરના સંકલ્પની જરૂર છે.

ફક્ત એક કલાક માટે બેડમિન્ટન રમત રમશો તો લગભગ 400 કેલેરી બર્ન કરી શકો છો. તે તમારા શરીરની દરેક માંસપેશીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, માંસપેશીઓને ટોન કરવામાં મદદ કરે છે અને તમારા મેટાબોલિક રેટ માં સુધારો થાય છે અને તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ વધે છે.

દોડવું

જો તમે પોતાને ઝડપથી સ્વસ્થ જોવા માંગો છો તો દોડવાનું રાખો. એક કલાક ની દોડ તમને 500થી વધારે કેલેરી બર્ન કરવામાં મદદ કરી શકે છે. ખાસ વાત એ છે કે ઉપર જણાવવામાં આવેલ રમતમાં દોડ ઘણી સરળ છે અને તેના માટે તમારે રેકેટ અથવા બેટની પણ જરૂર પડતી નથી. દોડવાથી તમને વજન ઓછું કરવા, તમારા શરીરને મજબૂત બનાવવા, સ્નાયુઓને ટોન કરવા અને હદય સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદ મળે છે.

ટ્રેડમિલ એ દોડવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે પરંતુ તાજી હવામાં દોડવું તેનાથી પણ વધારે શાનદાર છે. મેદાનમાં દોડીને તમે તાજી હવા વચ્ચે ફક્ત શ્વાસ જ લેતા નથી પરંતુ પ્રકૃતિનો આનંદ પણ માણો છો. તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment