આ 5 સરળ ટિપ્સ દરરોજ ના શાક બનાવા માં આવતા કંટાળા ને કરશે દૂર

Image Source

ઘરે શાક બનાવું એ તો રોજ નું કામ છે પણ રોજ રોજ તે કરવું ખૂબ જ કંટાળાજનક અને બોરિંગ કામ છે. રોજ રોજ તો શું એવું નવું કરવા માં આવે કે જેથી નવું કઈક ખાવા પણ મળે અને જટપટ બની જાય. આવા સમય માં એવું થાય છે કે ક્યાંક થી એવી ટિપ્સ મળી જાય કે જેથી કામ જડપ થી થઈ જાય. આવા માં તમારા માંટે એવી જ ટિપ્સ લઈ ને આવ્યા છે જે તમને સરળ લાગે.

આ ટિપ્સ તમારા રોજ ના કામ ને સરળ કરશે. અને તેનાથી તમને રાહત પણ મળશે. આ બધી ટિપ્સ એવી છે જે તમારું કામ સરળ તો કરશે જ સાથે જ જડપી પણ કરશે જેથી તમે આરામ કરી શકો. જેમ કે શાક નો મસાલો બનાવી ને રાખી શકો છો. ભરેલું શાક બનાવા માંટે પણ અલગ ટિપ્સ છે.

Image Source

કોઈ પણ શાક ભરેલું(ભરવા) બનવા માંટે ની ટિપ્સ

ભરવા શાક બનાવા માંટે મસાલા ને વાટ માં ખૂબ ટાઇમ લાગે છે. ટામેટાં અને ડુંગળી ને પીસી ને તેને શેકવા માં ઘણો ટાઇમ જાય છે. જો તમે તેમા લસણ અને આદું નાખી ને મસાલો તૈયાર કરો તો થોડો વધુ સમય લાગે છે. તેની માંટે એક સરળ ટિપ્સ છે તેમા વાટેલાં સીંગદાણા નાખવા.

જો તમે જલ્દી માં છો અને તમે સ્યોર નથી કે મસાલો કેવી રીતે કરવો છે તો તેમા વાટેલાં સીંગદાણા નાખી દો. આમ કરવાથી શાક નો સ્વાદ પણ સારો આવશે અને ફ્લેવર પણ સારો આવશે.

પનીર નું શાક બનાવાની રીત

પનીર નું શાક લગભગ દરેક ઘર માં બનતું જ હોય છે. અને પનીર ને ફ્રાય કરવાની ની પ્રક્રિયા પણ થતી જ હોય છે. પણ ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બજાર જેવુ સોફ્ટ નથી રહેતું. આવા માં એક જ ટીપ કામ આવી શકે છે.

ટીપ એ છે કે પનીર ને ફ્રાય કર્યા પછી હૂંફાળા પાણી માં મૂકી દો. ત્યારબાદ તેને થોડી વાર ગ્રેવિ માં પકાવો અને તમારુ પનીર નું શાક તૈયાર છે.

જો ચણા પલાળવાનું ભૂલી ગયા હોવ તો કરો આ કામ

કેટલીક વખત એવું બને છે કે સવારે ચણા નું શાક કરવાનું હોય પણ આપણે રાતે ચણા પલાળવાનું જ ભૂલી જઈએ છીએ. આવા માં ચણા ને બાફતી વખતે તેમા કાચું પપૈયું નાખી શકો છો. આમ કરવાથી ચણા ચઢી જશે. તમે શાક બનાવતા સમયે કાચા પપૈયાં ને પણ શાક માં નાખી શકો છો. તેનાથી સ્વાદ વધી જશે.

Image Source

જો શાક માં મરચું વધુ પડી જાય તો શુ કરવું?

જો તમારા શાક માં મરચું વધુ પડી ગયું હોય અથવા મસાલો વધુ લાગતો હોય તો આમાં થી કોઈ પણ ડેરી પ્રોડક્ટ તમે યુઝ કરી શકો છો. મલાઈ,ક્રીમ,દહી દેશી ઘી અથવા બટર પણ નાખી શકો છો. તે તમારા શાક માંથી તીખાશ ને દૂર કરી દેશે. સાથે જ ક્રીમી લાગશે તમારું શાક.

બાફીને બનાવા ની ટિપ્સ

બાફી ને શાક બનાવું એ ખૂબ જ સરળ છે પણ ઘણા લોકો એવું નથી કરતાં. તેનું કારણ એ છે કે બાફી ને બનાવેલ શાક માં રંગ બદલાઈ જાય છે. જો તમારા સાથે પણ એવું થાય છે તો તમે શાક ને અલગ થી બાફવું અને તેમા મીઠું નાખવું. આવા માં શાક નો રંગ પણ નહીં બદલાય સાથે સાથે જ તેનો સ્વાદ પણ તેવો જ રહે છે. આ ટ્રિક તમે બધા જ શાક સાથે કરી શકો છો.

 જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment