ગ્લેમરના વિષયમાં વહુઓને પણ માત આપે છે ટીવીની આ 5 સાસુ 

Image Source

ટીવી સિરિયલમાં એવી ઘણી બધી એક્ટ્રેસીસ છે જે સાસુની ભૂમિકામાં નજર આવે છે. પરંતુ અસલ જીંદગી માટે તે સાસુ વહુથી પણ ગ્લેમરસ છે

ટીવી સિરિયલ ને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓને ટીવી સીરીયલ દેખવી ખૂબ જ ગમે છે.ટીવી એક્ટ્રેસીસ ના ફેન બોલિવૂડ સ્ટાર થી ઓછા નથી. તેમને માત્ર સિરિયલમાં જોવા જ નહીં પરંતુ તેમની ફેશન અને સ્ટાઇલ ને પણ લોકો ફોલો કરે છે. મહિલાઓને સાસુ વહુ પર બનેલી સિરિયલ ખૂબ જ પસંદ આવે છે.

જેટલી પણ સાસુ વહુ પર સિરિયલ બની છે તેમાં વહુ ના રોલ ની સાથે સાથે સાસુનો રોલ પણ એટલો જ મહત્વપૂર્ણ હોય છે. ત્યારે જ શો ની વાર્તા સારી રીતે આગળ વધે છે. તેથી જ ઘણી બધી ટીવી સિરિયલની એક્ટ્રેસીસ ઓછી ઉંમરમાં જ સાસુનો રોલ કરવા માટે તૈયાર થઈ જાય છે.

પરંતુ શું તમે જાણો છો કે આપણી ટીવી સિરિયલમાં એવી ઘણી બધી એક્ટ્રેસીસ છે જે સાસુની ભૂમિકામાં દેખાય છે. પરંતુ રિયલ જિંદગી મા તે સાસુ વહુ કરતાં પણ વધુ ગ્લેમરસ અને સુંદર છે. આવો એવી જ અમુક સાસુ વિશે જાણીએ.

Image Source

શ્વેતા તિવારી

નાના પડદાની ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારી ને કોણ ઓળખતું નથી, શ્વેતાના કસોટી જિંદગી કી માં વહુના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. તે લગભગ લોકોના દિલ પર રાજ કરતી હતી.લોકો આજે પણ તેમને સિરિયલનો ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જુએ છે શ્વેતા તૈયારી એ બેગુંસરાઈ માં સાસુ નો રોલ નિભાવ્યો હતો. જેમને ટીવીની દુનિયામાં પ્રેરણા નામથી જાણવામાં આવે છે. શ્વેતા તિવારી ફેમસ ધારાવાહિક બિગ બોસ ફોર સિઝનની વિજેતા પણ રહી ચૂકી છે. પરંતુ શું તમે જાણો છો કે સાસુ ના રોલ નિભાવતી શ્વેતા તિવારી રિયલ લાઇફમાં કેટલી ગ્લેમરસ છે.

Image Source

સ્મિતા બંસલ

નાના પડદા પર આવતા ફેમસ પ્રોગ્રામ કહાની ઘર ઘર કી મા સ્મિતા બંસલ વહુ નિવેદિતા અગ્રવાલ નો રોલ કર્યો હતો ત્યારબાદ સ્મિતા બાલિકા વધુ આનંદી ની સાસુ ના રૂપમાં નજર આવી હતી. બાલિકા વધુમાં સુમિત્રા ભૈરવસિંહ નો રોલ નિભાવી ને દરેક ઘરમાં ફેમસ થયેલી એક્ટ્રેસ સ્મિતા બંસલ પોતાની રીયલ જિંદગીમાં ટીવી ની વહુ થી પણ વધુ સુંદર છે.

Image Source

પારુલ ચૌહાણ

નાના પડદાની એક્ટ્રેસ પારુલ ચૌહાણ એ સપના બાબુલ કા બીદાઈ માં ખુબ જ સુંદર રીતે વહુ ની ભૂમિકા નિભાવી હતી પરંતુ આજકાલ તે સ્ટાર પ્લસ પર આવતી સીરીયલ યે રિસતા કયા કહેલાતા હે મા સાસુનો રોલ નિભાવ્યો હતો પારુલ સુવર્ણા નારોલમાં ખૂબ જ સિમ્પલ નજર આવે છે પરંતુ તે પોતાની રિયલ લાઇફમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ છે પારુલને સીરીયલ વિદાય માં ઘણી બધી લોકપ્રિયતા મેળવી હતી ત્યારબાદ તે યે રિશ્તા ક્યા કહેલાતા ના કારણે ખૂબ જ ફેમસ બની ગઈ હતી હવે પારુલ નું નામ તે એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યું છે જેનો સોશિયલ મીડિયા ખૂબ જબરજસ્ત ફેન્સ છે.

Image Source

લતા સભરવાલ

નાગીન સીરીયલ ને પસંદ કરતી મહિલાઓને આપણે લતા સભરવાલ વિશે જણાવવાની જરૂરત નથી કારણ કે તે તેમના વિશે ખૂબ જ સારી રીતે જાણે છે. આ સીરિયલમાં લતા સબરવાલે વહુનો રોલ નિભાવ્યો હતો અને ત્યારબાદ તે વાદો કે અગ્નિ પરીક્ષા અને યે રિશ્તા ક્યા કહેલાતા હે મા સાસુના રોલમાં નજર આવી હતી મહિલાઓએ તેમના સાસુના રોલને ખૂબ જ પસંદ કર્યો હતો પરંતુ શું તમે જાણો છો કે તે પોતાની રીયલ જિંદગીમાં ખૂબ જ ગ્લેમરસ છે.

Image Source

સાદીયા સિદ્દિકી

ટીવી પર આવતી સિરિયલ હમરાહીમાં સાદીયાએ ખૂબ જ શાનદાર રીતે વહુનો રોલ નિભાવ્યો હતો અને ત્યારબાદ તે રંગ રસિયા માં સાસુના રોલમાં નજર આવી હતી. સાદીયા એ ભલે સાસુનો રોલ નિભાવ્યો હોય પરંતુ અસલ જીંદગી માટે ટીવી ની વહુ કરતાં પણ ખૂબ જ સુંદર અને ગ્લેમરસ દેખાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment