ભારતીય સ્કિન ટોન માટે આ 5 ડાર્ક લિપસ્ટીક શેડ્સ‌, જે એકદમ પરફેકટ રહેશે

Image Source

જો તમે કોઈ એવી લિપસ્ટીક લગાવવા ઇચ્છો છો જે ડાર્ક હોય અને ભારતીય સ્કિન ટોન પર ઘણી સારી બંધબેસતી હોય તો આ સ્ટોરી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

ભારતમાં લગ્ન અને પાર્ટીઓની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ દરમિયાન તક પણ મળે છે. જો આ દરમિયાન એક પરફેકટ લિપ શેડ મળી જાય તો ચોક્કસ તમારો આખો લુક અલગ થઈ જાય છે. પરંતુ ઘણા લોકો માટે સાચી લિપ શેડ પસંદ કરવી કોઈ મોટા કામથી ઓછું નથી. અડધી સ્ત્રીઓ તો એ વિચારીને જ કઈક નવું ટ્રાઇ કરતી નથી કે તેની સ્કિન ટોન પર લગભગ તે સારી લાગશે નહીં.

જો જોવામાં આવે તો ભારતીય સ્કિન ટોન માટે કોઈ એક પરફેક્ટ શેડ હોઈ શકતો નથી કેમકે તે નક્કી કરવું ઘણું મુશ્કેલ છે કે તમારી સ્કિન પર કઈ અંડરટોન અનુકૂળ રહેશે અને ક્યાં કલરનું મિશ્રણ સૌથી શ્રેષ્ઠ રહેશે. પરંતુ કેટલાક સારા શેડસ વિશે જણાવી શકાય છે જે ભારતીય સ્કિન ટોન સાથે સારી રીતે જાય છે.

lakme lipshade

Image Source

1. લેકમે ફોરએવર મેટ લિકવિડ લિપ કલર – રેડ વાઇન

જો તમે ઓછી કિંમતમાં કોઈ સારો કલર લિપ કરવા ઇચ્છો છો તો લગભગ દરેક આઉટફીટની સાથે ચાલે તો તે કલર બેસ્ટ સાબિત થઈ શકે છે. આ રંગ એવો છે જે લાઈટ થી લઈને ડાર્ક સ્કિન ટોન સુધી બધા પર અનુકૂળ આવે છે. આ લિપસ્ટિકની કિંમત 295 રૂપિયા છે અને તેથી તેને ઘણા લોકો પસંદ કરે છે.

શું ફાયદો છે?

 • આ સસ્તી લિપસ્ટીક છે.
 • આ લિપ કલર ઘણો પિગમેંટેડ છે.
 • નેચરલ મેટ લુક મળે છે.

શું નુકશાન છે?

 • તે ટ્રાન્સફર પ્રૂફ નથી.
 • તે લાંબા સમય સુધી ચાલતી નથી.
 • કલર સારો છે, પરંતુ મૈટ લિપસ્ટીક પણ વારંવાર તેને લગાવવી પડશે.

maybelline lipshades

Image Source

2. મેબિલીન સુપર સ્ટે ક્રેઓન લીપ્સ – લીવ ઓન ધ એજ

300 રૂપિયાની કિંમતમાં મળતી આ ક્રેઓન લિપસ્ટીક ઘણી સરળતાથી અપ્લાઇ થઈ જાય છે અને તેનાથી તમારા હોઠનો આકાર પણ સારી રીતે આપી શકાય છે. જો તમારે એવો લિપ શેડ જોઈએ જે ફોર્મલ વિયર અને પાર્ટી બંનેમાં ચાલે તો આ સારો શેડ હોઈ શકે છે.

શું ફાયદો છે?

 • તે સ્વેટ પ્રૂફ છે એટલે પરસેવાથી પરેશાન લોકોને સમસ્યા થશે નહિ.
 • તે કઈક અંશે સ્મજ પ્રૂફ છે.
 • તે સસ્તી કિંમતની પણ છે.
 • પિગમેંટેશન સારું છે.

શું નુકશાન છે?

 • તે ટ્રાન્સફર પ્રૂફ નથી.
 • તે થોડી વારમાં આછી થવા લાગશે ભલે તેને ટ્રાન્સફર પ્રૂફ કહેવામાં આવી રહી હોય.

sugar lipshades

Image Source

3. શુગર મેટ એજ હેલ – સ્કાર્લેટ ઓ’ હારા

જો તમારે કોઈ લાલ લિપસ્ટીક જોઈએ જે ઘણી મેક લિપસ્ટીક ના રેડ શેડની તદન નકલ હોય, તો આ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ એક એવો રેડ શેડ છે જે ભારતીય સ્કિન ટોન પર સરળતાથી અનુકૂળ કરશે. આ 799 રૂપિયાની કિંમતમાં આવતી લિપસ્ટીક છે અને મિડ રેન્જ પ્રમાણે તે સારી લાગશે.

શું ફાયદો છે?

 • તે તદ્દન ટ્રાન્સફર પ્રૂફ છે.
 • તેનો પિગમેંટેશન ખૂબ સારો છે.
 • આ ખૂબજ સારો લાલ શેડ છે જે અલગ અલગ સ્કિન ટોન પર અનુકૂળ કરશે.

શું નુકશાન છે?

 • આ લિપસ્ટીક વધારે ગરમી સહન કરી શકતી નથી.
 • તમારે વારંવાર તેને ઘાટી કરવી પડશે.
 • વરસાદની ઋતુમાં ખૂબ સરળતાથી ભેજ આવી જાય છે.

smashbox lipshades

Image Source

4. સ્મેશબોક્સ અલવેઝ ઓન – ગર્લ ગેંગ લિપસ્ટિક

જો તમે પર્પલ કલર કેરી કરવા ઇચ્છો છો તો આ લિપસ્ટીક ઘણી સારી સાબિત થઈ શકે છે. તેનો ચળકતો પર્પલ રંગ તમને ખૂબજ યુનિક લુક આપશે અને સાથેજ તે ઘણો લાંબા સમય સુધી ચાલશે. પરંતુ ધ્યાન રાખવું પડશે કે જો તમે આ લિપસ્ટિકમાં રોકાણ કરી રહ્યા છો તો તેનો ઉપયોગ જરૂર કરો.

શું ફાયદો છે?

 • તે ટ્રાન્સફર પ્રૂફ છે.
 • તે લિપસ્ટીકનું પિગમેંટેશન ઘણું સારું છે.
 • તે લિપસ્ટીકને લાંબા સમય સુધી લગાવીને રાખી શકાય છે.
 • વારંવાર ટચ અપ કરવાની જરૂર નથી.

શું નુકશાન છે?

 • ખૂબ મોંઘી છે, તેને ખરીદવા માટે તમારે 2100 રૂપિયા ખર્ચ કરવા પડશે.
 • સૂકા હોઠો વાળી સ્ત્રીઓને પહેલા લિપ બામ લગાવવું પડશે.
 • ઘણા લોકોને આ કલર વધારે ડાર્ક લાગી શકે છે.

mac lipshades

Image Source

5. મેક મેટ લિપસ્ટીક – સિન

આ લિપસ્ટીક ઘણી પ્રખ્યાત છે અને જો તમે તે લોકોમાંથી એક છો જેને પ્રયોગ કરવામાં કોઈ સમસ્યા થતી નથી તો તે ઘણી સારી લિપસ્ટીક સાબિત થઈ શકે છે. આ શેડ લાઈટ અને ડાર્ક બંને સ્કિન પર ચાલશે. આ પણ વધારે હાઇ રેન્જ ની લિપસ્ટીક છે જે 1750 રૂપિયાની કિંમતમાં તમને મળશે.

શું ફાયદો છે?

 • તે લિપ શેડ ખૂબજ વધારે પિગમેંટેડ છે.
 • તે ખૂબ જ સરળ ચાલે છે.
 • આ લિપસ્ટીક લાંબા સમય સુધી ચાલે છે.

શું નુકશાન છે?

 • તે ઘણી મોંઘી છે.
 • તે લાંબા સમય સુધી ચાલે તો છે, પરંતુ સ્મજ પ્રૂફ નથી.
 • તે સંપૂર્ણ રીતે મેટ લાગશે નહીં તમને થોડી ચમકતી જરૂર લાગશે.

આ પાંચ લિપસ્ટીક ભારતીય સ્કિન ટોન પર ઘણી સારી લાગે છે. આ યાદી યુઝર રેટિંગ ના હિસાબે આપવામાં આવી છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment