વજન ઘટાડવા માટે આ 4 પ્રકારના લોટની બનાવેલી રોટલીને સારી માનવામાં આવે છે, તો તેને આજથી જ ખાવાની શરૂઆત કરો

Image Source

જ્યારે પણ વાત વજન ઘટાડવાની હોય, ત્યારે આપણે લોકો સૌથી પહેલા ચોખા અને રોટલી ખાવા પર પ્રતિબંધ મુકીએ છીએ. આપણને લાગે છે કે તેમાં રહેલ કાર્બોહાઇડ્રેટની માત્રાને ઓછી કરી વજન સરળતાથી ઘટાડી શકાય. તમે રોટલીનું સેવન બંધ કરી દો, તેનાથી સારું રેહશે કે તમે રોટલીને એક તંદુરસ્ત વિકલ્પ બનાવી લો. પરંતુ તે કેવી રીતે. શું તે વાસ્તવમાં શક્ય છે. તમે તમારી રોટલીને ફાઇબરથી ભરપુર અને ઓછી કેલેરીવાળી બનાવી શકો છો.

સામાન્ય રીતે તમે ઘઉંની રોટલી ખાઓ છો, જે કોઈને કોઈ રીતે તમારું વજન વધારવા માટે જવાબદાર છે. પરંતુ વજન ઓછું કરવા માટે તમે ઘણા પ્રકારના લોટની રોટલીનો વિકલ્પ પસંદ કરી શકો છો. બજારમાં એવા ઘણા બધા પ્રકારના અલગ અલગ લોટ ઉપલબ્ધ છે, જેનાથી બનાવેલ રોટલી તમારું વજન ઘટાડી શકે છે. તો ચાલો અહી અમે તમને રોટલીને હેલ્ધી બનાવવા માટે કેટલાક પ્રકારના લોટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Image Source

1. બદામનો લોટ

તેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. બદામનો લોટ વજન ઘટાડવાના લોટોમાંથી એક માનવામાં આવે છે. ઘઉંના લોટથી વિપરીત તેમાં કાર્બોહાઈડ્રેટની માત્રા ખુબ ઓછી હોય છે. પ્રોટીન, હેલ્ધી ફૈટ અને વિટામિન ઈ ખૂબ વધારે માત્રામાં હોય છે. તે ગ્લુટેન ફ્રી છે. તેને મેગ્નીશિયમ, આયર્ન, કેલ્શિયમનો પાવરહાઉસ પણ માનવામાં આવે છે. બદામના લોટની સૌથી સારી વાત એ છે કે તેમાં ફાઈટિક એસિડ ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે, તેનો અર્થ છે કે જ્યારે તમે બદામના લોટથી બનેલ રોટલી ખાશો, ત્યારે પોષક તત્વ ખૂબ વધારે માત્રામાં મળશે.

કેવી રીતે બનાવવી

  • પૌષ્ટિક બદામના લોટની રોટલી બનાવવા માટે 1/4 કપ બદામના લોટમાં 3/4 કપ ઘઉંનો લોટ ઉમેરો. નિયમિત રૂપે બદામની રોટલી તમારું વજન ઘણું નિયંત્રિત કરી શકે છે.
  • જ્યારે તમે આ પ્રકારના લોટના વિકલ્પ સાથે વજન ઓછું કરી રહ્યા છો, તો પોર્શન કંટ્રોલ નું ઘ્યાન રાખો અને સારા પરિણામ માટે નિયમિત રૂપે યોગા પણ કરો.

Image Source

2.બાજરાનો લોટ

બાજરાની રોટલી મોટાભાગે લોકો શિયાળાના દિવસોમાં ખાય છે. પરંતુ વજન ઓછું કરવા ઈચ્છતા લોકો માટે આ કોઈ વરદાનથી ઓછું નથી. રોટલી ખાવાના શોખીન લોકો બાજરાની રોટલીનો વિકલ્પ પસંદ કરી શકે છે. બાજરાની રોટલી એક પારંપરિક ગ્લુટેન ફ્રી ફૂડ છે, જે પ્રોટીન, ફાઇબર, ફોસ્ફરસ, મેગ્નીશિયમ અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. તેને ખાધા પછી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રેહશે. તેની ખાસ વાત એ છે કે બાજરાની રોટલી ખાધા પછી તમે કોઈપણ વધારે વસ્તુ ખાવાથી બચી શકો, જેનાથી તમારું વજન વધશે નહિ.

કેવી રીતે બનાવવી

બાજરાની રોટલી બનાવવા માટે અડધો કપ બાજરાનો લોટ અને તેટલી જ માત્રામાં ઘઉંનો લોટ લો. આ લોટની બનેલ રોટલીઓ તમને ખૂબજ સ્વાદિષ્ટ લાગશે સાથેજ તમને તમારા વજનમાં પણ ફરક જોવા મળશે.

Image Source

3. રાગી અને ઘઉંનો લોટ

રાગી એક અન્ય ગ્લુટેન ફ્રી વિકલ્પ છે, જે ફાઇબર અને એમિનો એસિડથી ભરપુર છે. રાગીના લોટના આ ગુણ ભૂખ ઓછી કરવાની સાથે વજનને ચમત્કારિક રીતે ઓછું કરવામાં મદદરૂપ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે રાગી મોટાપણું ઓછું કરે છે, ઉર્જા પ્રદાન કરે છે, પાચનમાં સુધારાની સાથે ક્રોનિક હદય રોગથી પણ અટકાવે છે.

કેવી રીતે બનાવવી

રાગીના લોટથી બનેલ રોટલી ઘણી સ્વાદિષ્ટ હોય છે. તેને બનાવવા માટે 1/4 કપ રાગીના લોટના 3/4 કપ ઘઉંના લોટની સાથે ઉમેરો. રાગીના લોટથી બનેલ રોટલી એક સારો વિકલ્પ છે.

Image Source

4. જુવાર અને ઘઉંનો લોટ

જુવાર એક ગ્લુટેન ફ્રી લોટ છે, જેને પ્રોટીન, ડાયેટરી ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન બી અને વિટામિન સી થી ભરપુર હોવાને કારણે વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. જુવારની પોષક રૂપરેખા પાચનમાં સુધારો કરવામાં મદદ કરવાની સાથે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે પણ તે ખૂબ ઉતમ છે.

કેવી રીતે બનાવવી

જુવારની રોટલી બનાવવા માટે તમે અડધા કપ જુવારના લોટને અડધા કપ ઘઉંના લોટ સાથે ઉમેરી સ્વાસ્થ્યવર્ધક રોટલીઓ બનાવી શકાય છે. નિયમિત રૂપે આ રોટલીઓનું સેવન કરવાથી તમારું વજન ઝડપથી ઘટી જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “વજન ઘટાડવા માટે આ 4 પ્રકારના લોટની બનાવેલી રોટલીને સારી માનવામાં આવે છે, તો તેને આજથી જ ખાવાની શરૂઆત કરો”

Leave a Comment