આ સ્વાસ્થ્યની સમસ્યાઓ માં ભૂલથી પણ ન કરો ફ્લાવરનું સેવન

Image Source

ફ્લાવર શિયાળાની ઋતુમાં મળતી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી શાકભાજી છે. તે પ્રોટીન, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી જેવા સ્વાસ્થ્ય કારક ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ જો તમે તેનું સેવન વધુ માત્રામાં કરો છો તો તેનાથી તમને પાચનથી જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ જેમ કે ગેસ એસીડીટી અને બળતરાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. તે સિવાય જો તમે ઘણી બધી બીમારીઓમાં ફ્લાવરનું સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે. તો ચાલો જાણીએ કઈ સ્વાસ્થ્યની સમસ્યા માં તમારે ફ્લાવર ખાવાથી દૂર રહેવું જોઈએ.

પાચનથી જોડાયેલી સમસ્યામાં

ફ્લાવર માં રેફીનોજ નામનું કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. તેના કારણે તમારા પેટમાં ગેસની સમસ્યા થવા લાગે છે. એવામાં તમને એસિડિટીની સમસ્યા થવાની સંપૂર્ણ સંભાવના વધી જાય છે. તેથી જ તમારે ફ્લાવરનું સેવન કરવું જોઇએ નહીં.

થાઈરોઈડની સમસ્યામાં

જે લોકો થાઇરોઇડની બીમારી કે ઝઝૂમી રહ્યા છે. તેમને ફ્લાવરનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ તેના સેવનથી તમારા શરીરમાં ટી 3 અને ટી 4 હોર્મોન્સ વધી જવાનું જોખમ રહે છે. એવામાં તમારે ફ્લાવરનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.

પથરીની સમસ્યામાં

જો તમને બ્લેડરમાં અથવા કિડનીમાં પથરીની સમસ્યા છે. તો ફ્લાવરનું સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. ફ્લાવર મા કેલ્શિયમની ખૂબ જ સારી માત્રા જોવા મળે છે. તેથી તેનું સેવન કરવાથી તમારી યુરિક એસિડ ની સમસ્યા પણ વધી શકે છે.

Image Source

લોહી જાડુ થવાની સમસ્યા

ફ્લાવર માં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. જેનાથી ફ્લાવરનું વધુ પડતું સેવન તમારા લોહીને ધીમે ધીમે ગઢ બનાવે છે. એવામાં તમારે ડોક્ટરની સલાહ લીધા બાદ જ ફ્લાવરનું સેવન કરવું જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment