ઘરને બનાવો મંદિર :માત્ર પાંચ મિનીટની આ 20+ સ્માર્ટ ટેકનીક ટીપ્સ ઘરમાં કાયમ માટે રાખશે પોઝીટીવ એનર્જી…

“સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ…” આ વાક્ય આપણે ઘણી જગ્યાએ વાંચ્યું હશે. પણ ખરેખર સાચા અર્થમાં આ વાક્ય બહુ જ સાચું અને અસરકારક છે. જે જગ્યાએ પોઝીટીવ એનર્જી છે ત્યાં જ રહેવાની મજા આવે છે અને ત્યાં જ દિલને ગમે છે. અમુક જગ્યા એવી હોય છે જ્યાં મન બિલકુલ ચોંટતુ જ નથી!

Image Source

અમુક ઘર પણ એવા હોય છે જ્યાં આપણને બેસવું જરા પણ ગમતું હોતું નથી. તો આવા ઘણા ઘરે ગયા હશો અથવા આ વાતનો અનુભવ કર્યો હશે. તો આજના આર્ટિકલમાં એવી જ કંઈક ખાસ માહિતી વિષે આપ સૌ ને જાણકાર બનાવવા છે. ચાલો, જાણીએ ઘરમાં પોઝીટીવ એનર્જી કાયમ રાખવા માટેની સ્માર્ટ ટેકનીક…

ઘરમાં પોઝીટીવ એનર્જી કાયમ જાળવી રાખવા માટેની સ્માર્ટ ટેકનીક :

 • ઘરને સફાઈ કરીને સાફ રાખો. નકારાત્મક ઉર્જા પેદા થાય એવા કોઈ જ કામ ન કરો.

Image Source

 • દરવાજા પાસે કચરાપેટી ન રાખો તેમજ જ્યાં ત્યાં કચરો ન ફેંકો.
 • કલર થેરાપીને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે, જે સાયકલોજી પ્રયોગ દ્વારા કામ કરે છે.
 • એનર્જી આપે તેવા કલર્સનો ઉપયોગ કરો. જેમ કે, ગ્રીન, બ્લ્યુ, પર્પલ, યલો, ઓરેંજ વગેરે..
 • બ્લેક કલરના ડાર્ક સર્કલને ઘરમાં બને ત્યાં સુધી ન લગાડવા જોઈએ.
 • એરોમા થેરાપીથી ઘરને ફ્રેશ રાખવું જોઈએ.
 • ઘરમાં ખાસ વાતાવરણ શુદ્ધ રહે તેવા પ્રયાસ કરવા જોઈએ. જેમાં શક્ય તેટલા હવા-ઉજાસ રહે તેવા પ્રયાસ કરવા જોઈએ.

Image Source

 • ક્યાંય પાણી લીકેજની સમસ્યા હોય તો તેને જલ્દીથી રીપેર કરાવી લો.
 • દરવાજાને ખોલ-બંધ કરતા અવાજ ન આવે એ રીતે રાખવા જોઈએ.
 • દીવાલોમાં મોટી તિરાડો હોય તો તેને ભરાવી લો.
 • ખુશનુમા યાદની ક્ષણો હોય તેવી તસવીરો ઘરમાં ફોટોફ્રેમમાં મુકવી જોઈએ. અને દીવાલો પર મોટી સાઈઝના ફોટોઝને લગાડી શકાય.

Image Source

 • બુક શેલ્ફ બનાવીને તેના પર સારી અને ગમતી બુક્સ એકસાથે મુકવી જોઈએ. તેમજ લાયબ્રેરીમાં રાખેલી બધું જ બુકને એક સરખા અરેંજમેંટમાં ગોઠવવી જોઈએ.
 • ઘરમાં અંઘારુ ન હોય તેવા પ્રયાસ કરવા જોઈએ. ઘરની બધી જ લાઈટોને ચાલુ કંડીશનમાં રાખવી જોઈએ.
 • નેચરલ લાઈટ ઘરમાં આવે તેવી ગોઠવણ કરવી જોઈએ. આખો દિવસ રૂમના દરવાજા બંધ ન રાખવા જોઈએ.
 • કિચનમાં દવાઓને ન રાખવી જોઈએ. તેમજ કિચનનું પ્લેટફોર્મ એકદમ સફાઈવાળું રાખો.
 • બાથરૂમનો દરવાજો જરૂર ન હોય ત્યારે બંધ રાખો.

 

 • કિચનમાં તૂટેલા વાસણ, કાચની વસ્તુઓ તેમજ બંધ ઇલેક્ટ્રિક સમાન ન રાખો.
 • ફર્નીચરની કિનારીઓ એકદમ તેજ ઘારદાર ન રાખવી જોઈએ. તેમજ ફર્નીચરનો કલર વધુ ડાર્ક ન રાખવો જોઈએ.
 • શક્ય ત્યાં સુધી ઘરમાં બ્રાઈટ કલરનો ઉપયોગ કરવો જોઈએ.

 

 • ઘરની અંદર કુંડામાં છોડનું રોપણ કરી શકાય પણ ખાસ યાદ રહે કે એ છોડ કાંટાવાળા ન હોવા જોઈએ.
 • સોફાની ગોઠવણ એવી રીતે કરવી જોઈએ જેના પર બેસવાથી એકદમ આરામ મળે. તૂટેલા સોફા/પલંગ કે ટેબલ-ખુરશીને તરત જ બદલાવી લેવી જોઈએ.
 • દીવાલો પર લગાવેલા પોસ્ટર પણ ઘરના વાતાવરણ પર અસર કરે છે. મન શાંત રહે અને જે પોસ્ટર પરનું ચિત્ર જોતાની સાથે જ મનમાં શાંતિનો અનુભવ થાય એવા પોસ્ટર જ દીવાલ પર લગાવવા જોઈએ.

 

 • બાલ્કનીમાં દરરોજ પાણી નાખીને સાફ કરવી જોઈએ. આ એક એવી જગ્યા છે જ્યાં માણસ શાંતિ લેવા થોડીવાર બેસે છે તો આ જગ્યાને એકદમ સાફ રાખવી જોઈએ.
 • જેમાંથી ખરાબ વાસ આવતી હોય એવા ગાદલા કે ગોદડાને ઘરમાંથી દૂર કરવા જોઈએ.
 • શાંતિની ઊંઘ લેવા માટે બેડને યોગ્ય રીતે અને પ્રતિકુળ રીતે સારો બનાવવો જોઈએ. તેમજ બેડ શીટને નિયમિત ચેન્જ કરતી રહેવી જોઈએ.

તો આ છે 20+ સ્માર્ટ ટેકનીક ટીપ્સ જેનાથી ઘરને કાયમ માટે પોઝીટીવ એનર્જીથી ભરપૂર રાખી શકાય છે. આશા છે કે આજની માહિતી આપને પસંદ આવી હશે તો આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *