આ 10 છોડ જે દૂર કરશે ઘરની બિમારીઓને, અને સાથે સાથે ઘર ની હવાને પણ રાખશે સાફ

Photo: Getty Images

તંદુરસ્ત જીવનશૈલી માટે છોડ આધારિત ખોરાકને ઘણો સારો માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે કેટલાક છોડ ફળ- શાકભાજી આપ્યા વગર આપણા સ્વાસ્થ્યને લાભ પહોચાડે છે. વર્ષ ૧૯૮૯માં નાસા દ્વારા કરવામાં આવેલી શોધ જણાવે છે કે છોડ હવામાં રહેલા બૈનઝીન અને ફોર્મલડીહાઇડ જેવા કેમિકલનો નાશ કરે છે. આ સંશોધનમાં તેવા ઘણા ઘરની અંદરના છોડ વિશે જણાવ્યું છે કે જે કુદરતી એર ફિલ્ટરની જેમ કામ કરે છે. આ ઉપરાંત તમામ અભ્યાસમાં આ છોડની ખાસિયત વિશે જણાવવામાં આવ્યુ છે.


Photo: Getty Images

ગોલ્ડન પોથોસ (Golden Pothos) –

ગોલ્ડન પોથોસ એક ખુબજ સામાન્ય ઇન્ડોર પ્લાન્ટ છે. તેના પાંદડા કડક હોય છે અને તે વૃક્ષમાં લાંબા સમય સુધી ટકી રહે છે.તેને એક શક્તિશાળી હવા શુધ્ધિકરણ છોડ તો ન કહી શકાય, પરંતુ તે ઘરની વિચિત્ર પરિસ્થિતિઓ માં વિકાસ કરી શકે છે. જો તમે ચોખ્ખી હવા માટે ઘરમાં લાંબા સમય સુધી ટકી રહે તેવો છોડ લગાવવા માંગો છો તો ગોલ્ડન પોથોસ થી શ્રેષ્ઠ કઈ નથી.

Photo: Getty Images

ઇંગલિશ આઇવી (English Ivy) –

ઘરની સુંદરતાને ચાર ચાંદ લગાવવા ઇંગલિશ આઇવી ના છોડને પણ એક સારો હવા શુધ્ધિકરણ છોડ માનવામાં આવે છે. ‘ એલર્જી એન્ડ એર”  ના એક રિપોર્ટ મુજબ, ઇંગલિશ આઇવી ની ગંધ હવામાં રહેલા એરબૉન બેક્ટેરિયાનો નાશ કરે છે. આ છોડને બારીની પાસે ક્યાંય એવી જગ્યા પર રાખવું જોઈએ, જ્યાં સૂર્યની પૂરતી રોશની આવતી હોય.

Photo: Getty Images

બોસ્ટન ફનૅ (Boston Fern) –

બોસ્ટન ફનૅ છોડની સંભાળ રાખવી સૌથી સરળ હોય છે. તે એક શક્તિશાળી હવા શુધ્ધિકરણ ઇન્ડોર છોડ છે. નાસાની લિસ્ટમાં રહેલા આ પ્લાન્ટ ફોરમલડીહાઈડ, પ્લાસ્ટિક અને સિગરેટ ના ધુમાડામાં રહેલા કમ્પાઉન્ડને નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. તેના પાંદડા હવામાં રહેલા ઝેરીલા તત્વોને છોડ માટે જરૂરી મટીરીયલ માં ફેરવી દે છે.

Photo: Getty Images

પીસ લીલી (Peace Lily) –

નાસાના સંશોધન મુજબ, પીસ લીલી નો છોડ પણ ઘરમાં એક કુદરતી હવા શુધ્ધિકરણ રીતે કામ કરે છે. તે છોડ હવામાં રહેલા ઝેરીલા કાર્બન મોનો ઓક્સાઈડ, ફોરમલડીહાઈડ અને બૈનજીન જેવા સંયોજનને નાશ કરે છે. પીસ લીલી ને સૂર્યની તેજ કિરણોથી બચાવીને રાખો. તેણે અપ્રત્યક્ષ રૂપે સૂર્યનો પ્રકાશ મળવો જોઈએ.

Photo: Getty Images

એલોવેરા (Aloe Vera) –

એલોવેરાના ચમકતા અને ઔષધીય ગુણ કોઈથી છુપ્યા નથી. વાળ અને ચામડી માટે પણ તે ઘણું ફાયદાકારક હોય છે. ઘણા લોકો તો ફૂડ અને પીણા ઉમેરીને તેનું સેવન પણ કરે છે. તમને લગભગ જાણકારી ન હોય, પરંતુ એલોવેરા પેઈન્ટ કે કલિન્સિંગ એજન્ટ માંથી નીકળતી વાયુયુકત સંયોજનો ને પણ દૂર કરી શકે છે.

Photo: Getty Images

સ્નેક પ્લાન્ટ (Snake Plant) –

ઇન્ડોર પ્લાન્ટ ની વાત હોય અને  સ્નેક પ્લાન્ટનો ઉલ્લેખ ન થાય, એવું તો કેવી રીતે બની શકે. સ્નેક પ્લાન્ટ કાર્બનડાયોક્સાઈડને ઓક્સિજનમાં ફેરવે છે. આ છોડ કરબ સ્નેક પ્લાન્ટ તમારા બેડરૂમની હવાની ગુણવતા ને શ્રેષ્ઠ કરવાનું કામ કરે છે. ‘ લાઇફ હેકર’ ની એક રિપોર્ટ મુજબ, સ્નેક પ્લાન્ટ હવામાંથી ઝાઈલીન, ટ્યુલિન અને ટ્રીકલોરોઇથીલીન જેવા કેમિકલ સંયોજન ને હવા માંથી છાંટે છે.

Photo: Getty Images

રબર પ્લાન્ટ (Rubber Plant) –

જો તમે ઘરમાં હવા સાફ કરવાનો કોઈ મોટો છોડ લેવાનું વિચારી રહ્યા છો તો રબર પ્લાન્ટ સૌથી સારો વિકલ્પ રહેશે. તેના મોટા મોટા પાંદડા બીજા છોડની સરખમનીમાં ઘણા ઝડપથી રાસાયણિક સંયોજનો ને નાશ કરે છે. તે રાસાયણિક સંયોજનના છોડ માટેના જરૂરી પોષક તત્વોમાં ફેરવે છે.

Photo: Getty Images
ગરબેરા (Gerbera) – ગરબેરા પણ હવાને સાફ રાખવામાં માટે ખબુ મદદરૂપ માનવામાં આવે છે. નાસાના સંશોધન મુજબ, સ્નેક પ્લાન્ટની જેમ આ છોડ પણ રાતના સમયે કાર્બનડાયોક્સાઈડ ને ઑક્સિજનમાં ફેરવે છે. તેનાથી લોકોમાં સ્લીપ એપનિયાનું જોખમ પણ ઓછું થાય છે.

Photo: Getty Images
અઝલીયા (Azalea) – અઝલીયાના છોડ માં ખુબજ સુંદર ફૂલ આવે છે, જે તમારા ઘરની શોભા પણ વધારે છે. ફોરમલડીહાઈડ જેવા સંયોજન નો નાશ કરવામાં ખૂબ મદદરૂપ છે. તેને રાખવા માટે અનુકૂળ વાતાવરણ ની વ્યવસ્થા કરી લો. તેને ટકાવી રાખવા માટે હવા અને જમીનના ભેજની જરૂર હોય છે.

Photo: Getty Images

માસ કેન (Mass Cane) –

લાંબા લાંબા પાંદડા વાળા માસના છોડને હંમેશા તમે મોલ, ઓફિસ કે ઘરોમાં જોયા હશે. આ છોડ પણ ઝેરિલી હવાને સાફ કરવામાં મદદરૂપ છે. મોટી કે ખુલ્લી જગ્યાને આકર્ષિત દેખાવ આપવા માટે તેનાથી શ્રેષ્ઠ છોડ બીજો કોઈ જ ન હોઇ શકે. તે ઘણું ધીમે ધીમે વધે છે. તેને રાખવાનો વધારે ખર્ચ પણ નથી થતો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment