અમુક આદતો આપણને બગાડે છે તો કેટલીક આદતો આપણ ને સુધારે છે. આપણી આદત ની અસર આપણાં સંબંધ પર પણ પડે છે. એટલે જ આપણી આદત સારી છે તો આપણો સંબંધ આપો આપ સારો થઇ જશે. જો તમારા સંબંધ માં તિરાડ પડી રહી છે તો તમારે થોડી તમારા આદત માં સુધારો લાવો પડશે.
નાઇટ ડેટ કરવી.
મેરીડ લાઇફ માં રોમાન્સ લાવા માટે આના થી સારો કોઈ ઉપાય નથી. તમે બંને દિવસ ભર બિજિ રહો છો. એટલે જ વીકેન્ડ પર નાઇટ ડેટ પર જવું. તે તમારા સંબંધ ને રિફ્રેશ કરી દે છે. કોવિડ ના સમય માં તમે આ વસ્તુ ઘરે પણ કરી શકો છો.
ફ્લર્ટ કરવાનું ન છોડવું.
બધા જ મેરીડ કપલ્સ પર આ વાત લાગુ પડે છે. ભલે પછી તમારા નવા નવા લગન થયા છે અથવા તો તમારા લગન ને ભલે 50 વર્ષ થયા હોય તમારે એક બીજા ને ફ્લર્ટ કરવાનું ન છોડવું. ફ્લર્ટ એ લગ્ન જીવન માં ખૂબ જ જરુરી છે. એક્સાઇટમેન્ટ ને જાળવી રાખવા માંટે તમારે ફ્લર્ટ કરતાં રહેવું.
પતિ પત્ની ની વચ્ચે કોઈ ગેજેટ ન લાવું.
તે ખૂબ જરુરી આદત છે જ્યારે તમે બંને એકલા હોવ તો તમે બંને જ રહો તમારી વચ્ચે કોઈ મોબાઈલ કે લેપટોપ ન હોવું જોઈએ. તે સમય તમે ગોસિપ કરવી. ફ્યુચર પ્લાનિંગ કરો.
સાથે જ ઊંઘો અને સાથો ઉઠો.
આમ તો બધા જ કપલ્સ એ આવું કરવું જોઈએ કે બેડ રૂમ માં તમે સાથે સૂવો અને સાથે ઉઠો જેથી નાઇટ કિસ અને મોર્નિંગ કિસ ભૂલી ન જવાય. જે રોજ ની આદત માં શામેલ નથી જેને તમે શામેલ કરો.
કૂકિંગ સાથે જ કરવું.
કૂકિંગ થેરેપી એક સારો આઇડિયા છે. તમે અને તમારા પાર્ટનર સાથે જ કૂકિંગ કરો. જો તમે પૂરો ટાઇમ કિચન માં ન રહી શકો તો કઈ નહીં પણ રોટલી કે શાક તમે બનાવો. શાક ને સમારવા માં તમે તેમની મદદ લઈ શકો છો. આ આદત થી તમારો સંબંધ મજબૂત થશે.
લૉન્ડ્રી ની જવાબદારી
મોટાભાગ ના ઘરો માં આજે પણ કપડાં ની જવાબદારી મહિલા પર હોય છે. કપડાં ધોવા થી લઈ ને, સુકાવા, વળવા સુધી ના બધા જ કામ મહિલા ઓ જ કરે છે. માનીએ કે તમે બધુ જ કામ ન કરો પણ મશીન માં કપડાં નાખવા ની જવાબદારી તમે લઈ શકો છો. આવી જવાબદારી માંથી અમુક તમે લઈ લો તો તમારા પાર્ટનર ને તેટલો આરામ મળે.
થેંક્યું જરૂર થી કહેવું.
થેન્ક યુ એ કોઈ જાદુઇ શબ્દ થી ઓછો નથી. જો તમે દિવસ માં એક વાર તમારા પાર્ટનર ને તેમના એફર્ટ્સ માંટે થેંક્યું કહો છો તો તેમને પણ લાગશે કે તમે તેને ફોર ગ્રાન્ટેડ નથી લઈ રહ્યા. આ ભાવના તેમને ખુશી આપશે. તમને તેમની કદર છે એટલે આ આદત નો એક હિસ્સો બનાવો.
એક બીજા ની તારીફ કરો
જ્યારે કોઈ આપણાં કામ વિશે સારું કહે ત્યારે આપણું મનોબળ વધી જાય છે. પતિ અને પત્ની એ હમેશા એક બીજા ની તારીફ કરતાં રહેવું. જે થી સંબંધ માં માંન, સમ્માન, અને પ્રેમ વધે.
જો તમને કશું નથી ગમી રહ્યું તો કહી દો.
સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચે નાની નાની બાબત ને લઈ ને જગડા થતાં હોય છે. એટલા માંટે તમને જે કઈ ખટકતું હોય તે કહી દેવું. અને તમારું મગજ પણ શાંત રહેશે અને બીજો પાર્ટનર તેનો પોઈન્ટ ઓફ વ્યૂ પણ કહી દેશે.
ઈમાનદારી સૌથી જરુરી આદત છે.
તમારા સંબંધ માં ઈમાનદારી જેટલી વધારે હશે, એટલો જ તમારો સંબંધ વધુ મજબૂત રહેશે. પતિ પત્ની ના સંબંધ નો આધાર વિશ્વાસ છે. એટલે એક બીજા ના વિશ્વાસ ને ક્યારે પણ તૂટવા ન દો. તમારી વચ્ચે કમ્યુનિકેશન એટલું સારું હોવું જોઈએ કે કોઈ ખચકાટ ન રહે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team