ઉનાળાની ઋતુ માટે ઉતમ છે આ 10 ફળ/ફૂડ્સ, ભરૂપૂર ખાવ અને રહો એકદમ તંદુરસ્ત

Image Source

ઉનાળાની ઋતુ આવી રહી છે અને તમારે તમારા ભોજનમાં હવે થોડા ફેરફાર કરવા જોઈએ. ઉનાળામાં ખાણીપીણીની સ્વાસ્થ્ય પર ખૂબ અસર પડે છે અને થોડી પણ લાપરવાહી તમને બીમાર કરી શકે છે. આ ઋતુમાં મોટાભાગના લોકોને ડિહાઇડ્રેશન થઈ જાય છે અને વિટામિન તેમજ ખનીજની ઉણપ થવા લાગે છે. તો ચાલો જાણીએ કે આ ઋતુમાં કઈ વસ્તુઓ ખાવાથી તમે સ્વસ્થ રેહશો.

Image Source

ટામેટા:

ટામેટા એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન સી થી ભરપુર હોય છે. તેમાં લાઈકોપીન જેવા ફાયદાકારક ફાઈટો કેમિકલ્સ પણ હોય છે, જે કેન્સર જેવી બીમારીને સારી કરવામાં મદદ કરે છે.

Image Source

તુરીયા:

ઉનાળાની ઋતુમાં તુરીયાની શાકભાજી જરૂર ખાવી. તુરીયામાં પેક્ટિન નામનું ફાઈબર હોય છે જે હદયને સ્વસ્થ રાખવા માટે ઉતમ છે. તેનાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.

Image Source

દહીં:

પ્રોટીનથી ભરપૂર દહીં ઉનાળાના દિવસોમાં તમને અંદરથી ઠંડું રાખવાનું કામ કરે છે. દહીંમાં જોવા મળતું પ્રોટીન પેટ ભરેલું રાખે છે અને જમ્યા પછી મોડે સુધી ભૂખ લાગતી નથી. આવી રીતે તમે કોઈપણ સ્વાસ્થ્યપ્રદ ખાવાથી બચો છો. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનતંત્રને યોગ્ય રાખે છે.

Image Source

તરબૂચ:

તરબૂચ ઉનાળામાં શરીરને ઠંડુ કરવા અને ડીહાઇડ્રેશનને દૂર કરવાનું કામ કરે છે. તરબૂચમાં પાણીની માત્રા વધારે હોય છે અને તેને ખાધા પછી જલ્દી ભૂખ લાગતી નથી. તરબૂચમાં લાઈકોપીન પણ હોય છે જે ત્વચાને તડકાથી થનારા નુકશાનથી બચાવે છે.

Image Source

સંતરા:

સંતરામાં ઘણું બધું પોટેશિયમ હોય છે જેને ઉનાળાની ઋતુમાં જરૂરી માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ મુજબ ઉનાળામાં પરસેવાના માધ્યમે પોટેશિયમ બહાર નીકળે છે જેનાથી સ્નાયુઓમાં ખેંચાણ થવાની સંભાવના વધી જાય છે. આ ઋતુમાં સંતરા ખાવાથી શરીરમાં પોટેશિયમની જરૂરી માત્રા જળવાઈ રહે છે સંતરામાં ૮૦% જ્યુસ હોય છે જે તમને હાઇડ્રેટેડ રાખે છે.

Image Source

બ્લેકબેરી અને રાસબેરી :

બેરી ફાઇબર નો સારો સ્ત્રોત હોય છે. નાની દેખાતી બેરી ઘણા ગુણોનો ખજાનો છે. તે વિટામિન સી થી ભરપુર હોય છે. એક કપ બેરીઝમાં ૮ ગ્રામ ફાઈબર જોવા મળે છે.

Image Source

સફરજન, અંજીર અને નાસપતિ :

આ ત્રણેય વસ્તુઓ ફાઈબરથી ભરપૂર હોય છે. તેના વધારે પોષક તત્વો માટે તેની છાલ પણ સાથે ખાઓ. ખાધા પેહલા તેને સારી રીતે ધોઈ લો. બે નાના આકારના અંજીરમાં ૧.૫ ગ્રામ ફાઈબર હોય છે.

Image Source

ગ્રીન ટી:

ઉનાળાના દિવસોમાં ગ્રીન ટી તમને હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે. એક અભ્યાસ મુજબ ગ્રીન ટી કેન્સર સામે લડે છે, હદયરોગનું જોખમ ઘટાડે છે, કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને મેટાબોલિઝમને સારુ કરે છે. જો તમે ઉનાળાના દિવસોમાં ગરમ પાણીમાં ગ્રીન ટી પી શકતા નથી તો કોઈ વાંધો નહિ, તમે તેને ઠંડુ કરીને પણ પી શકો છો. તે પોષક તત્વોથી ભરપુર હોય છે.

Image Source

કાચું સલાડ :

આ ઋતુમાં લીલા પાંદડાવાળા શાકભાજીનું સલાડ જરૂર ખાઓ. નારંગી અને લીલા રંગના શાકભાજીમાં કેરોટીનોઇડ હોય છે જે શરીરમાં વિટામિન એ બનાવવાનું કામ કરે છે. તે ત્વચાને સૂર્યથી થતા નુકશાનથી પણ બચાવે છે. તમારા સલાડમાં ગાજર, જરદાળુ , તરબૂચ, ટામેટા, દ્રાક્ષ અને ઈંડાની જરદી ઉમેરીને તમે તેને વધુ સ્વસ્થ બનાવી શકો છો.

Image Source

નટ્સ:

ઉનાળાની ઋતુમાં એક મુઠ્ઠી ભરીને ડ્રાયફ્રુટ જરૂર ખાઓ. બદામ, કાજુ અને મગફળીમાં મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ચરબી હોય છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *