લોકડાઉન 2020 માં વજન વધી ગયા પછી વજન ઉતારવા માટે સ્પેશિયલ છે આ 10 ડાયેટ પ્લાન

Image Source

આ વર્ષે લોકોએ લોકડાઉન પછી પોતાના જીવનમાં થોડા અંશે બદલાવને સ્વીકાર્યા. એમાં લોકો પોતાની જાતને અપ ટુ ડેટ રાખવા માટેના પ્રયાસો પણ લોકોએ કર્યા અને અમુક લોકોએ આ પ્રયાસોને કાયમી ધોરણે પોતાના જીવનમાં સેવ કરી લીધા. એટલે કે જે પણ લાઈફ સ્ટાઈલમાં ચેન્જીસ આવ્યો એ બધો જ ડેઈલી રૂટીન લાઈફમાં એક્સ્પેટ કરી લીધો.

આ વાતમાં લોકો ખાસ પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થયા છે અને જાગરૂકતામાં ડાયેટ પ્લાન ફોલો કરવામાં પણ ખાસ વિચાર જોવા મળ્યા છે. લોકડાઉનમાં દરમિયાન ઘરમાં બેઠા બેઠા વજન વધ્યું એ ફરી પાછું હતું એમ જ ઠીક કરવા માટે લોકો વર્કઆઉટમાં સમય આપવા લાગ્યા છે. તો 2020ના વર્ષમાં વધેલા વજનને કાબુ કરવા માટે આ આર્ટિકલની માહિતી ભૂલ્યા વગર અંત સુધી જાણી લો :

2020 પછી વેઇટ લોસ કરવા માટે બેસ્ટ છે આ મુજબના 10 ડાયેટ પ્લાન :

Image Source

1. ડેશ ડાયેટ :

આ પ્રકારના ડાયેટનો ઉપયોગ શરીરમાં બ્લડ પ્રેશરને લેવલ રાખવા માટે થાય છે. ઉપરાંત, હદયને સ્વસ્થ અને ફિટ રાખવા તેમજ વધુ આરામને કારણે વધેલા વજનને ઓછું કરવામાં આ ડાયેટ પ્લાન કામ આવે છે.

Image Source

2. કીટો ડાયેટ :

વજનને કંટ્રોલ કરવા માટે તેમજ શરીરને સ્ફૂર્તિલુ બનાવવા માટે આ ડાયેટ પ્લાન મદદ કરે છે. આ ડાયેટથી શરીર એ અવસ્થામાં પહોંચે છે જેને કેટોસીસ કહેવામાં આવે છે. આ શરીરને ઉર્જા માટે ગ્લુકોઝને બદલે કીટોન્સનો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારના ડાયેટ પ્લાનમાં વેઇટ લોસ એકદમ જલ્દીથી થાય છે.

Image Source

3. એટકિન્સ ડાયેટ :

આ પ્રકારના ડાયેટ પ્લાનમાં ચરબીને ઓછી કરી શકાય છે. આ ડાયેટમાં એક ફેસ પ્રોસેસ હોય છે. જેમાં એક ફેજમાંથી પસાર થતા કાર્બોહાઈડ્રેટની માત્ર વધારતું જવાનું હોય છે. આ રીતે આ ડાયેટ પ્લાન વર્ક કરે છે.

Image Source

4. પેગન ડાયેટ :

પેગન ડાયેટમાં વેજ અને નોન વેજ બંનેને શામિલ કરવામાં આવે છે અને એ સાથે એક્સ્ટ્રા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધું એકસાથે મળીને વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે અને શરીર એકદમ સ્ફૂર્તિમાં આવી જાય છે.

Image Source

5. વેઇટ વોચર્સ ડાયેટ :

આ ડાયેટ પ્લાન સ્વાસ્થ્યને સુધારવા માટે અને વેઇટ લોસ કરવા માટે એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ પર કાર્ય કરે છે. આમાં વજન ઓછું કરવાને બદલે ફક્ત વજનને મેઈન્ટેન કરવાનું હોય છે. જેથી આ પદ્ધતિ થોડા લાંબા સમયે અસરકારક નીવડે છે. જે લોકો પહેલેથી જ વજન મેઈન્ટેન કરે છે તેવા લોકો માટે આ ડાયેટ પ્લાન બેસ્ટ છે.

Image Source

6. મેડિટેરેનિયન ડાયેટ :

મેડિટેરેનિયન ડાયેટ એટલે કે ભૂમધ્યસાગરીય શૈલી – આ ડાયેટમાં ગ્રીસ અને ઇટલી જેવા  ભૂમધ્યસાગરીય દેશોના ડાયેટ પ્લાનને ફોલો કરવાના રહે છે. જેમાં ખાસ કરીને શાકભાજી, સમુદ્રી ભોજન અને ફળ વગેરેનો સમાવેશ થાય છે. એટલે ડાયેટમાં વધુ પ્રમાણમાં સલાડ અને બ્રાઉન રાઈસ સહતે ક્રસ્ટેડ સાલમન શામિલ કરવામાં આવે છે.

Image Source

7. વિગન ડાયેટ :

આ પ્રકારના ડાયેટનો મુખ્ય ઉદ્દેશ માંસ અને ડેરી પ્રોડ્કટસને લઈને ખાસ ધ્યાન આપીને એક પદ્ધતિમાં ખાવાના હોય છે તેમજ પરેજી રાખવાની હોય છે. આમ તો આ ડાયેટ પ્લાન શાકાહારી છે પણ વજન ઉતારવા માટે આ ખાસ ફાયદેમંદ ડાયેટ પ્લાન છે.

Image Source

8. શાકાહારી ભોજન :

લોકડાઉન પછી નોનવેજ ખાવામાં ઘણા લોકોનું હજુ મન માનતું નથી. એવામાં 2020 માં પ્રમુખ ખોરાક શાકાહારી આઈટેમ્સ વધુ રહી છે. તો આ પ્રકારના ખાવામાં શાકભાજીને વધારે મહત્વ આપવામાં આવે છે.

Image Source

9. ગેપ ફાસ્ટિંગ :

આ પ્રકારના ડાયેટમાં વેઇટ લોસ કરવા માટે થોડા થોડા સમયે ગેપ રાખીને થોડું થોડું ખાવાનું હોય છે. વિશેષમાં અઠવાડિક 7 દિવસોમાંથી 5 દિવસ ખાવાનું હોય છે અને બાકીના દિવસોમાં શરીરની ચરબી ઓગળવા માટે સમય આપવાનો હોય છે. આ ગેપ ફાસ્ટિંગને 5:2 પણ કહી શકાય છે.

Image Source

10. નોર્ડિક ડાયેટ :

આ ડાયેટ પ્લાન ભારત બહારના દેશમાંથી પ્રેરિત છે. સ્વીડન, નોર્વે અને આઈસલેન્ડ તેમજ ડેન્માર્ક જેવા દેશોમાં આ પ્રકારના ડાયેટને વધુ ફોલો કરવામાં આવે છે. આ પદ્ધતિમાં હેલ્ધી ઓયલ અને ઓમેગા-૨ ફેટી એસીડથી ભરપૂર ખાદ્યચીજને શામેલ કરવામાં આવે છે.

આ 10 ડાયેટ વિષેની વધારાની માહિતી માટે આપ ગૂગલ સર્ચ પણ કરી શકો છો અને કોઈ જાણકાર વ્યક્તિને પૂછી પણ શકો છો. આ બધા ડાયેટ પ્લાન છે એકદમ અસરકારક છે અને લોકડાઉન દરમિયાન વધેલા વજનને ઓછું કરવામાં એકદમ પરફેક્ટ કામ કરી શકે છે. પરંતુ કોઈ પણ આહાર નું સેવન કરતાં પેહલા એક્ષ્પેર્ટ ની સલાહ આવશ્યક છે. 

આશા છે કે આજની માહિતી આપને પસંદ આવી હશે. આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *