દુનિયામાં આવી અજબ ગજબ વાત હોય છે – જે વાંચે તે સો નહીં બસો ટકા વિચારમાં પડી જાય…

દુનિયામાં અમુક એવા તથ્યો છે જે જાણીને તમને ચક્કર આવવા લાગશે. જી હા, અમે તદ્દન સાચી વાત જણાવી રહ્યા છીએ. તો આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં. અહીં અમે એવા રોચક તથ્યો જણાવ્યા છે જે જાણીને તમે નવાઈ પામશો.

(૧) સિગરેટ લાઈટરની ખોજ માચીસની પહેલા થઇ હતી. આમ જોઈએ તો એવું લાગે કે માચીસની ખોજ પહેલા થઇ હશે પણ એ ખોટી વાત છે.

(૨) સપનામાં જે વ્યક્તિ આવે છે તેનું મોઢું આપણે એકવાર તો ક્યાંય ને ક્યાંય જોયું જ હોય છે.

(૩) જમણા હાથે લખવાવાળી વ્યક્તિ ડાબી હાથે લખવાવાળી વ્યક્તિ કરતા ૯ વર્ષ વધુ જીવે છે.

(૪) Apple Comapnyના ફાઉન્ડરની વાત કરીએ તો તેની કારમાં આજ સુધી નંબર પ્લેટ લગાડવામાં આવી નથી.

(૫) પતંગિયું આસમાનમાં ગમે ત્યાં ઉડતું હોય છે. ફૂલ પર એ જયારે બેસે છે ત્યારે તે તેના પગથી રસનો સ્વાદ ચાખી શકે છે.

(૬) માણસનું જોઈએ તો ખુદની કોણી ક્યારેય કોઈ ચાટી શકતું નથી. વર્ષોની મહેનત કરીએ તો પણ જીભ વડે કોણી ચાટી શકાતી નથી.

(૭)  બાળક જન્મે ત્યારે ૩૦૦ હાડકા તેનામાં હોય છે, જે ૧૮ વર્ષની ઉંમરે પહોંચતા ૨૦૬ જેટલા થઇ જાય છે.

(૮) પુરૂષોના શર્ટમાં જમણી બાજુ એ બટન હોય છે અને મહિલાના શર્ટમાં ડાબી બાજુએ બટન હોય છે.

(૯) ચામાચીડિયાની પણ એક ખાસિયત છે કે એ ગુફામાંથી જેવું બહાર નીકળે કે તરત ડાબી બાજુએ વળાંક લે છે.

(૧૦) મહિલાઓ દરરોજ ૨૦,૦૦૦ શબ્દો બોલે છે. જે પુરૂષની સરખામણીમાં હજાર-બે હજાર નહીં પણ ૧૩,૦૦૦ જેટલા વધુ હોય છે.

(૧૧) ખુરશી પર બેઠાબેઠા ડાબા પગથી ગોળ રાઉન્ડ બનાવ્યા પછી હવામાં ૬ લખો તમારા પગની દિશા બદલી જશે.

(૧૨) કીડીઓ રાતના સમયે ક્યારેય સુતી જ નથી.

(૧૩) ઠંડા પાણીની દ્રષ્ટીએ ગરમ પાણી જલ્દીથી બરફ બની જાય છે.

(૧૪) માણસને ક્યારેય એ યાદ નથી રહેતું કે તેનું સપનું ઊંઘમાં આવ્યું તે ક્યાંથી શરૂ થયું હતું.

(૧૫) પ્લેઇંગ કાર્ડસમાં જે રાજાનું પાનું હોય છે તે કોઈ ઈતિહાસના રાજાની નિશાની દર્શાવે છે.

(૧૬) ઘરતી પર જેટલો ભાર તમામ કીડીઓનો છે તેટલો જ ભાર તમામ માણસોનો છે.

(૧૭) કોકોકોલા પહેલા લીલા કલરમાં આવતી હતી.

(૧૮) મનુષ્યના જીવનકાળની પૂર્ણ ઊંઘ દરમિયાન તે ૭૦ જેટલા કીટાણું ખવાઈ જાય છે.

(૧૯) જયારે આપણે ખોટું બોલીએ છીએ ત્યારે નાક ગરમ થઇ જાય છે.

(૨૦) ગેસના ઘણા રૂપ છે જેમાંથી અમુક પ્રકાર માણસને ખબર જ નથી હોતી છતાં હવામાં ફેલાયેલ હોય છે.

તો આ છે ૨૦ પ્રકારના તથ્યો છે કોઈને કોઈ પ્રકારે સત્ય છે. કદાચ તમને ખબર પણ નહીં હોય આ તથ્યો વિશે. તો જાણવાની મજા આવી ને…એવી રીતે અમારા ફેસબુક પેઇઝ “ફક્ત ગુજરાતી” ને લાઈક કરવાનું ભૂલતા નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *