રામાયણના ‘સીતામાતા’ નું એક ફેક Instagram એકાઉન્ટ છે જે કરી રહ્યું છે આવું કામ

નાના બાળકથી લઈ મોટા સુધી દરેક લોકોએ રામાયણ તો જોઈ જ હશે. કોરોનાએ લોકોને ઘરે બેસવા મજબુર કરી દીધા છે. લોકડાઉનમાં લોકો ઘરે બેઠા કંટાળી ના જાય અને તેના મનોરંજન માટે સરકારે દુરદર્શન પર રામાનંદ સાગરની સીરીયલ ‘રામાયણ’ પ્રસ્તુત કરી હતી. રામાયણના દરેક પાત્રોનો આજકાલ એક અલગ જ ક્રેજ જોવા મળી રહ્યો છે. રામાનંદ સાગરની આ સીરીયલના લાખો ચાહકો છે, તેમણે ઘણી જ ફેમ મેળવી છે. રામાયણના દરેક પાત્રોની સોશલ મીડિયા પર એક અલગ જ ઓળખ છે. પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ‘રામાયણ’ના સ્ટાર્સના નકલી એકાઉન્ટ્સ પણ ઝડપથી વધી રહ્યા છે.

image source

જણાવી દઈએ કે રામાયણમાં સીતાનો રોલ પ્લે કરનાર દિપીકા ચિખલિયા દ્વારા ટ્વિટર પર તેના ફેન્સ વચ્ચે એક માહિતી શેર કરવામાં આવી છે અને એના લીધે બધા ચોંકી ગયા છે. એક ફેક એકાઉન્ટ વિશે દિપીકા ચિખલિયા જાણકારી આપતાં લખ્યું કે ઈન્સ્ટાગ્રામ પર તેના નામનું એક ફેક એકાઉન્ટ છે અને એમાંથી કોઈ ડોનેશનની માંગ કરી રહ્યું છે. જેની દરેક લોકોએ નોંધ લેવી, અને આવા ફેક એકાઉન્ટથી લોકો સાવધાન રહે.

જો કે, ઘણા બોલિવૂડ સ્ટારના ફેક એકાઉન્ટ છે એ રીતે જ દિપીકાના નામથી સોશિયલ મીડિયા પર ઘણાં ફેક એકાઉન્ટ છે. પરંતુ આ ફેક એકાઉન્ટથી દિપીકા એટલા માટે પરેશાન થઈ ગઈ કે, તેના નામ પર કોઈ ડોનેશન માંગીને લોકોને ફ્રોડ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ ફેક એકાઉન્ટ પર પણ 5 હજાર ફોલોઅર્સ છે. દીપિકાએ લોકોને સાવધાન રહેવા કહ્યું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment