આ એવા મહિલાઓના રાઝ છે જે ક્યારેય શેયર થતા નથી – ભલે સામે પતિ હોય કે બોયફ્રેન્ડ

પુરૂષોની જેમાં મહિલા પણ તેના જીવનથી જોડાયેલા રાઝને અકબંધ રાખવાનું પસંદ કરે છે. નાની વાતને પણ ક્યારેય કોઈને ભૂલથી પણ જણાવવી નહિ તેવું માને છે. એટલું જ નહીં પાર્ટનર સાથે પણ અમુક સિક્રેટ વાતને શેયર કરતી નથી. તો તમને ખબર છે એવા તે કેવા રાઝ છે જે મહિલા કોઈને જણાવવાનું ઇચ્છતી નથી.

વાંચો આ આર્ટીકલને અંત સુધી એટલે તમને તમામ માહિતી મળી જશે. સાથે મહિલા પાર્ટનરને ઓળખી શકવામાં મદદ મળશે. તો અહીં લખેલી વાતને યાદ રાખવાનું ભૂલતા નહીં. જોઈએ નીચેના પેરેગ્રાફમાં આગળ…

(૫) જૂના સંબંધ અને તેને લગતી કહાનીઓ વિશેની જાણકારી

મહિલા જયારે કોઈ પુરૂષને પસંદ કરે છે ત્યારે તે સંબંધને નૈતિકતાથી નિભાવવાની કોશિશ કરે છે પણ અમુક એવા સંજોગો બને છે જે સંબંધને પૂર્ણ કરવા પર મજબૂર કરે છે. એવી રીતે મહિલા તેના પાર્ટનર પાસેથી ઈમાનદારીની આશા રાખે છે. એવામાં તમારી પત્ની કે ગર્લફ્રેન્ડ જૂના ઈતિહાસ એટલે કે જૂના સંબંધો વિશે પૂછે અથવા માહિતી જાણવા માંગતી હોય તો તેને વિના સંકોચે જણાવવી જોઈએ. એનો મતલબ એ નથી કે તે શક કરી રહી છે, એ વ્યક્તિ તમારા વિશે વધુ જાણવા માંગે છે.

(૪) કપડા અને પર્સનાલિટીથી પ્રભાવીત થવું

મોટાભાગની મહિલા પુરુષોના પહેરવેશ અને તેની પર્સનાલિટીથી પ્રભાવીત થાય છે. જેના વિશે તે કોઈની સાથે વાત શેયર કરવાનું પસંદ કરતી નથી. એ વખતે તે તમારા આવેલા બદલાવની નોંધ લઈને તેને ઇનડાયરેક્ટ કહેવાનું પસંદ કરે છે. એટલે માટે મહિલા સાથે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. કોઇપણ સ્ત્રીએ આપેલું સજેશન પુરૂષ માટે સાચું હોઈ શકે છે.

(3) સજેસન આપતા પહેલા વિચાર કરવો જોઈએ

મહિલાને કોઇપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તે તેના પાર્ટનરને અથવા પ્રિય મિત્ર સાથે એ વાતને શેયર કરતી હોય છે. એ વખતે તેના પ્રશ્નને પહેલા શાંતિથી સાંભળવો જોઈએ પછી જ તેને અનુસાર સજેસન આપવું જોઈએ. દરેક વખતે મહિલાના વિચાર ખોટા કે નાના હોય એવું જરૂરી નથી.

(૨) પોતાના વખાણ સાંભળવા તેને વધુ પસંદ આવે છે

આમ તો વખાણ સંભાળવા સૌને ગમે છે ભલે એ મહિલા હોય કે પુરૂષ. પણ મહિલાના કિસ્સામાં થોડું આ વધુ જોવા મળે છે. ડ્રેસિંગ, જ્વેલરી, હેયર સ્ટાઈલ કે પછી અબાઉટ બિહેવ જેવા કોઈ તેના વખાણ કરે તો તેને વધુ પસંદ આવે છે. એટલી જ નહીં મોટાભાગની લવ સ્ટોરી આ બાબતથી જ ચાલુ થતી હોય છે.

(૧) ભવિષ્ય વિશે અલગ વિચાર પણ હોય શકે

ઘણા પુરૂષો એવું વિચારે છે કે મહિલા તેની સાથે લગ્નથી કે પછી કોઈ રીલેશનથી જોડાઈ ત્યારે પુરૂષ ઈચ્છે એ જ રીતે રહેવી જોઈએ. ઉપરાંત તેનું વર્તન પુરૂષને ગમે તેવું જ હોવું જોઈએ. આ તદ્દન ખોટી વાત છે અને બહુ નીચ વિચાર છે એમ કહો તો પણ ચાલે. મહિલાને જિંદગી પોતાને ગમતી હોય એ રીતે જીવવાનો અધિકાર છે. એવામાં તેના ભવિષ્યને લગતા વિચાર અલગ હોઈ શકે એવું બની શકે. તો પાર્ટનર સાથે તમારે શાંતિથી બેસીને તેના ફ્યુચર પ્લાનિંગ અને ડ્રીમ વિશે ચર્ચા કરવી જોઈએ. જેનાથી એકબીજા પ્રત્યેની ગલતફહેમીની સરહદને તોડી શકાય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment