વાળમાં મિઠાનો ઉપયોગ કરવાથી અઢળક ફાયદાઓ થાય છે…વાંચો જાણવા જેવી માહિતી

Image Source

સામાન્ય રીતે દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે. કે મીઠાનો ઉપયોગ આપણે મોટા ભાગે ખાવાની ચીજ વસ્તુઓમાં કરીએ છે. પરંતુ જરૂરી નથી આપણાને જે લાગે તે સાચુ હોય. આજે અમે તમને જણાવીશું કે મીઠાના ઉપયોગથી તમારા વાળને કેટલા અને કયા કયા ફાયદાઓ મળી રહેતા હોય છે. સાંભળીને તમને નવાઈ જરૂર લાગશે પરંતુ આપને જણાવી દઈએ કે મીઠાના ઉપયોગથી આપણા વાળને અઢળક ફાયદાઓ મળી રહેતા હોય છે.

આજની ભાગદોળ વાળી જીંદગીમાં આપણે સ્વાસ્થ્યનું પણ બરાબર ધ્યાન નથી રાખી શકતા. વાળ તો દૂરની વાત રહી. પરંતુ જો તમે તમારા વાળને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માગો છો. તો તમે મીઠાના ઉપયોગથી તમારા વાળને સ્વસ્થ રાખી શકશો. મીઠાના ઉપયોગથી તમારા વાળમાં સર્જાતી બધીજ સમસ્યાઓમાંથી તમને રાહત મળી રહેશે. જેના વીશે આજે અમે તમને વીગતવાર માહિતી આપીશું.

ખોડોની સમસ્યાથી રાહત ળશે

જો તમારા વાળમાં ખોડોની સમસ્યા રહેતી હોય છે. સાથેજ તે સમસ્યાને કારણે તમે કંટાળી ગયા છો. તો તમને જણાવી દઈએ કે મીઠાના ઉપયોગથી તમે આ સમસ્યાને દૂર કરી શકશો. આપણા માથાની સ્કીનની મૃત કોશિકાઓને કારણે આપણાને ખોડોની સમસ્યા રહેતી હોય છે.

વધારે પડતી કોમળ ત્વચા હોય તે લોકોને મોટા ભાગે ખોડોની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે માથા પર થોડું મીઠું નાખજો અને બાદમાં આંગળીઓ વડે માલીશ કરજો. થોડોક સમય માલિક કર્યા બાદ શેમ્પૂ કરી કાઢજો. આ ઉપાય તમે નીયમીત કરશો તો તમને ઘણો ફરક જોવા મળશે. પરંતુ પહેલીજ વખત જ્યારે તમે વાળ ધોશો ત્યારે તમને ફરક જરૂરથી લાગશે.

વાળનો ગ્રોથ વધશે

આજની ભાગદોડ વાળી જીંદગીમાં આપણે પૂરતા પ્રમાણમાં ખોરાક નથી લેતા જેની અસર આપણા વાળ પર પડતી હોય છે. વાળનો ગ્રોથ વધારવા માટે આપણે મોંધા મોધા પ્રોડ્કટ વાપરીએ છીએ. જેના કારણે આપણા વાળ પર તે ગંભીર અસર થતી હોય છે. ખાસ કરીને આ પ્રોડક્ટોને કારણે આપણા વાળ જલ્દી સફેદ થઈ જતા હોય છે.

પરંતુ આપને જણાવી દઈએ કે જો તમે વાળમાં શેમ્પૂ કરતી સમયે તેમા મીઠુ નાખશો તો તમારા વાળને ઘણો ફાયદો મળી રહેશે. આવું કરવાથી તમારા વાળ પહેલા કરતા વધારે સોફ્ટ અને સિલ્કી થશે. સાથેજ વાળને પુરતા પ્રમાણમાં પોષણ પણ મળી રહેશે.

શેમ્પૂમાં મીઠુ નાખીને વાળ ધોવાથી તમારા વાળ પહેલા કરતા વધારે શાઈન મારશે. પરંતુ પ્રમાણસર શેમ્પૂમાં મીઠું નાખવું ઘણું જરૂરી છે. ખાસ કરીને જ્યારે તમે શેમ્પૂમાં મીઠુ નાખીને વાળ ધોવાનું રાખો ત્યારે ઠંડા પાણીથી જો તમે વાળ ધોશો તો તે વધારે સારુ રહેશે.

ખરતા વાળની સમસ્યાથી રાહત મળશે

આપણે લોકો આજે કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે ખાવા પીવા પ્રત્યે પુરતું ધ્યાન નથી આપતા. ખાવા પિવાનું પુરતા પ્રમાણમાં ન મળી રહે તો તેની સીધી અસર આપણા વાળ પર પડતી હોય છે. જેમા ખાસ કરીને પોષ્ટીક આહારના અભાવને કારણે મોટા ભાગના લોકોને ખરતા વાળની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ મીઠાના ઉપયોગથી તમને ખરતા વાળની સમસ્યાથી રાહત મળી રહેશે.

માથામાં જ્યારે પણ તમે મીઠું નાખો ત્યારે તે વાળના છિદ્રો સુધી પહોચે છે. જ્યા પહોચીને તે વાળને વિકાસ આપે છે. માટે વાળમાં જ્યારે તમે તેલ લગાવો ત્યારે તેમા થોડું મીઠું નાખીને તે તેલને માથામાં લગાવજો અને આગંળીઓ વડે માલીશ કરવાનું રાખજો. બાદમાં તમે થોડોક સમય રહીને વાળને શેમ્પૂ કરી કાઢજો. આ ઉપાયથી જો તમે થોડા થોડા દિવસોના અંતરે કરતા રહેશો તો તમને વાળમાં જરૂરથી ફરક જોવા મળશે. ખાસ કરીને ખરતા વાળની સમસ્યાથી તો તમને ચોક્કસ રાહત મળી રહેશે.

ખાસ નોંધ : અમે ઉપરોક્ત દરેક ઉપાય ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે તો આપ ને વાળ ને લગતી કોઈ સમસ્યા હોય તો નિષ્ણાત ની સલાહ આવશ્યક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment