ફટકડીથી આપણાને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય છે…વાંચો બધાજ ફાયદાઓ વિશે વિગતવાર માહિતી

Image Source

મોટા ભાગના લોકોએ ફટકડી વીશે ખ્યાલ તો હોય છે. આપને જણાવી દઈએ કે ફટકડી આપણા માટે ઘણી ફાયદાકારક હોય છે. કારણકે તેમા એંટી બેક્ટીરિયલ ગુણ રહેલા હોય છે. ફટકડીનો ઉપયોગ ઘણી બધી ચીજોની સફાઈ માટે થતો હોય છે. જેમા ખાસ કરીને પાણી સાફ કરવા માટે પણ લોકો ફટકડીનો ઉપયોગ કરતા હોય છે. આજે અમે તમને ફટકડીના એવા ફાયદાઓ વીશે વીગતવાર જણાવીશું જેના વીશે તમે પણ ભાગ્યેજ સાંભળ્યું હશે

સ્કીન સારી રહી શકશે

મોટા ભાગે ફટકડીના ઉપયોગથી ગંદકી સાફ રહેતી હોય છે. તેનો પ્રયોગ પીવાના પાણીને સાફ કરવા માટે કરવામાં આવતો હોય છે. કારણકે ફટકડીને કારણે પાણીમાં જે જીવજંતુઓ રહેલા હોય છે. તેનાથી આપણાને છૂટકારો મળી રહેતો હોય છે. તે સીવાય ફટકડીને કારણે આપણી સ્કીન પણ સારી રહેતી હોય છે. જેથી તમે નાહવાના પાણીમાં ફટકડી નાખી શકો છો.

Image Source

લોહી નીકળતું બંધ થઈ શકશે

જ્યારે તમને શરીરમાં કોઈ ગંભીર ઈજા થઈ હોય છે. તેમજ લોહી પણ વહેલા લાગે ત્યારે તે સમયે ફટકડી આપણાને ઘણી કામ લાગતી હોય છે. કારણકે જે જગ્યાએથી તમને લોહી વહી રહ્યું છે. તેજ જગ્યાએ તમે ફટકડી લગાવાનું રાખશો તો તમને લોહી નીકળતું બંધ થઈ જશે. બીજી એક ઘણી સારી વાત એ પણ છે કે ફટકડી લગાવાથી બેંક્ટેરીયા પણ નથી થતા.

ઈન્ફેકશન દૂર થઈ શકશે

જો તમને યુરીન સંબંધી કોઈ સમસ્યા છે. જેને લઈને તમને કોઈ ઈન્ફેકશન રહેતું હોય છે. તો તે ઈન્ફેકશન વાળી જગ્યાને તમે સાફ કરો ત્યારે પહેલા પાણીમાં ફટકડી નાખવાનું રાખજો અને બાદમાં તેજ પાણીથી તે ઈન્ફેકશન વાળી જગ્યાને સાફ કરવાનું રાખજો. આવું કરવાથી તમને ત્યા બેક્ટેરીયા પણ નહી ફેલાય સાથેજ ઈન્ફેકશન પણ ફેલાવાની જગ્યાએ ઓછું થઈ જશે.

સ્કીન સારી રહી શકશે

સ્કીન પર રહેલા દાઘા હટાવા માટે ફટકડી એક ઘણો સારો ઉપાય માનવામાં આવે છે. આજકાલ મોટાભાગના લોકોને સ્કીન સંબંધી સમસ્યા રહેતી હોય છે. તો એવા લોકોએ ખાસ કરીને ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને તમે ફટકડીના પાણીથી જો મસાજ કરવાનું રાખશો તો તમારી સ્કીન ધણી સારી રહેશે. સાથેજ તમને ક્યાકેય પણ તકલીફ પણ નહી થાય.

દાંતનો દૂખાવો પણ દૂર થઈ શકશે

જો તમને દાંતમાં દુખાવો રહેતો હોય તો ફટકડીના ઉપયોગથી તમને તેનાથી પણ રાહત મળી રહેશે. જે જગ્યાએ તમને દાંતમાં દુખી રહ્યું હોય તે જગ્યા પર તમે ફટકડીનો પાવડર લગાવી શકો છો. જેનાથી તમને દાંતમાં રાહત મળી રહેશે.

શરીરની દુર્ગંધ દૂર રહી શકશે

આપણા શરીર પર જે મેલ જમા થાય છે તેના કારણે કીટાણુંઓ વધી જતા હોય છે. પરંતુ જો તમે ફટક઼ડીના પાણીથી નાહવાનું રાખશો તો તમારું શરીર સ્વચ્છ રહેશે. સાથેજ શરીરમાંથી ક્યારેય પણ દુર્ગંધ નહી આવે. માટે જે લોકોને શરીરમાં દુર્ગંધની સમસ્યા રહેતી હોય છે. તે લોકોએ ફટકીનો ઉપયોગ પહેલા કરવો જોઈએ

શરદી ખાસીથી રાહત મળી શકશે.

ઘણી વખત જ્યારે ઋતુ બદલાય ત્યારે આપણાને ખાસ કરીને શરદી અને ખાંસી જેવી સમસ્યા રહેતી હોય છે. પરંતુ જો તમે ફટકડીનું ચૂરણ મધમાં નાખીને પીશો તો તમને ઘણી રાહત મળી રહેશે. જેમા શરદી ખાસી જેવી સમસ્યાથી તમને પહેલા રાહત મળી રહશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *