તુલસીનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળી રહે છે..જાણો બધાજ ફાયદા વીશે સંપૂર્ણ માહિતી

Image Source

કોઈ પણ રોગ સામે લડવા માટે તુલસીને આપણા શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ તુલસીને આગવું સ્થાન આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ઘરમાં લોકો તુલસીનો છોડ વાવીને તેના પૂજા કરતા હોય છે. પરંતુ તુલસીને કારણે આપણાને કેટલા અને કયા કયા ફાયદાઓ મળી રહેતા હોય છે. તેના વીશે તમને ભાગ્યેજ ખ્યાલ હશે.

તુલસી ખાવામાં તમને થોડીક તીખાશ વાળી લાગતી હોય છે. પરંતુ ખરેખરમાં તે ખાંડ કરતા પણ ઘણી વધારે મીઠી હોય છે. સાથેજ તેનું સેવન કરવાથી આપણાને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય છે. તમે વિચાર કરતા હશો કે તુલસીમાં મીઠાસ ક્યાથી આવે..પરંતુ તમને જણાવી દઈએ કે આજે અમે વાત વાત કરી રહ્યા છે સ્ટીવિયા વીશે જેને મીઠી તુલસી કહેવામાં આવે છે. આ તુલસી મોટા ભાગે અમેરિકાના અલગ અલગ રાજ્યમાં તેમજ શહેરોમાં જોવા મળતી હોય છે.

સામાન્ય તુલસીની જેમ સ્ટીવિયા તુલસીનું સેવન કરવાથી પણ તમને ઘણા લાભ મળી રહેતા હોય છે. ખાસ કરીને સ્ટીવિયા તુલસીનું સેવન કરવાથી આપણાને ગંભીર બિમારીઓ સામે રક્ષણ મળી રહેતું હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે સ્ટીવિયા તુલસીના સેવનથી તમને કયા કયા લાભ મળી રહેતા હોય છે.

ડાયાબિટીસથી રાહત મળી શકે છે

વિશેષજ્ઞોનું માનવું છે કે સ્ટીવિયા તુલસીને કારણે શરીરમાં સુગરનું પ્રમાણ હંમેશા કંટ્રોલમાં રહેતું હોય છે. જેના કારણે તમને ડાયાબિટીસ જેવી સમસ્યાથી હંમેશા રાહત મળી શકે છે. સાથેજ તેના સેવનને કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ પણ વધતું હોય છે. સ્ટીવિયા શરીરમાં જતા સુગર ફ્રી તરીકે કામ કરે છે. જેના કારણે શરીરમાં કાર્બોહાઈડ્રેટ કંટ્રોલમાં રહેતા હોય છે. માટે આ ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ છે.

રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે

હેલ્થ એક્સપર્ટોનું માનવું છે કે સ્ટીવિયા તુલસી ખાવાથી તમારા શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે. તેમા ભરપૂર પ્રમાણમાં એંટી ઓક્સિડેંટ તત્વો રહેલા હોય છે. જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. સાથેજ સ્ટીવિયામાં ફ્લેવોનોઈડ્સ , ટૈનિન જેવા તત્વો પણ તેમા રહેલા હોય છે. જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધવી ઘણી જરૂરી છે. માટે સ્ટીવિયા તુલસી ખાઈને તમે તમારી રોગપ્રતિકારશ શક્તિ વધારી શકો છો.

વજન ઓછું થઈ શકશે

જો તમે જીમ જઈ રહ્યા છો. સાથેજ ડાયટ પ્લાન પણ ફોલો કરી રહ્યો છો તેમ છતા પણ તમારા વજનમાં કોઈ ફરક નથી પડી રહ્યો તો તમે સ્ટીવિયાને પોતાના ડાયટ પ્લાનમાં શામેલ કરી શકો છો. કારણકે તેના કારણે તમારા વજનમાં પણ ઘણો ફેર પડશે. એટલે કે તમારું વજન પહેલા કરતા ઓછું થશે. તેમા કેલરીની માત્રા ઘણી રહેલી હોય છે. કારણકે તેમા ખાંડ કરતા ઘણા વધું પ્રમાણમાં સુગર હોય છે. પરંતુ તે તમારા શરીરને ક્યારેય પણ નુકશાન નથી કરતી. જેથી જો તમે ખાનપાન પર કંટ્રોલ નથી કરી શકતા સાથેજ તમારે વજન ઓછું કરવું છે. તો આજેજ તમે સ્ટીવિયા તુલસીનું સેવન કરવાનું શરૂ કરો.જેનાથી તમને ઘણો ફાયદો મળી રહેશે.

ઉલ્લેખનીય છે. કે સ્ટીવિયા તુલસી સીવાય પણ આપણે ઘરમાં જે તુલસી રાખીએ છીએ તેનાથી પણ આપણા શરીરને ઘણા ફાયદા મળી રહેતા હોય છે. જેમા ખાસ કરીને તે તુલસીથી આપણાને શરદી અને કફ જેવી સમસ્યાથી રાહત મળી રહેતી હોય છે. ઉપરાંત તેના કારણે પણ આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે. જે આપણા શરીર માટે ઘણુંજ ફાયદાકારક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *