તાંબા ના વાસણ માં રહેલું પાણી પીવાથી થાય છે અઢળક ફાયદા એકવાર વાંચશો તો રોજ કરશો તેનું સેવન

Image Source

તાંબા ના વાસણ માં રાત્રે પાણી ભરો અને સવારે ઉઠી ને તેનું સેવન કરો.તમે તાંબા નો જગ અથવા તાંબા ના ગ્લાસ માં ભરી ને મૂકી શકો છો.પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે એ વાસણ ને જમીન પર ના મુકો.પરંતુ કોઈ ટેબલ પર અથવા તો રસોડા પર મુકો.

તમે ઘણા લોકોને સવારે ઉઠી ને તાંબા ના વાસણ માંથી પાણી પીતા જોયા હશે.આવું કરવાથી આપણું સ્વાસ્થ્ય સારુ રહે છે.આયુર્વેદ અનુસાર તાંબા ના વાસણ માં પાણી મૂકી મેં પીવાથી શરીરમાં વાત્ત પિત્ત અને કફ ત્રણેય સંતુલિત રહે છે.અને તાંબા ના વાસણ માં પાણી હંમેશા તાજું રહે છે.તો આજથી જ તમે તાંબા ના વાસણ માં પાણી મૂકવાનું શરુ કરી દો.

Image Source

તાંબાના વાસણમાં મૂકેલું પાણી પીવાના ફાયદા

  • હેલ્થ એક્સપર્ટ ના અનુસાર લાંબા મૂકેલું પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદા મળે છે.
  • આ પાણી શરીરમાં તાંબાની ઉણપ ને પૂરી કરે છે. ખરેખર આ પ્રાકૃતિક કિટાણુનાશક હોય છે જેનાથી શરીરમાં બીમારી ઉત્પન્ન થવા વાળા કીટાણુઓનો નાશ કરે છે.
  • અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર તાંબામાં કેન્સર વિરોધી તત્વો જોવા મળે છે. એટલા માટે આ કેન્સર ની બીમારી રોકવામાં મદદરૂપ સાબિત થાય છે.
  • તાંબાનું પાણી પીવાથી પેટનું સ્વાસ્થ્ય એકદમ સારું રહે છે. દરરોજ ચા પાણી પીવાથી પેટમાં ગેસ,એસીડીટી, અને કબજીયાતથી છુટકારો અપાવે છે.
  • શરીરનો કચરો દૂર કરવા માટે પણ તાંબાનું પાણી મદદરૂપ થાય છે. તેની સાથે જે તમારી કિડની અને લિવરને પણ સ્વસ્થ રાખે છે. વિશેષજ્ઞોના અનુસાર તાંબાનું પાણી દરેક પ્રકારના સંક્રમણ ને ઓછું કરવામાં ફાયદા કારક છે.

Image Source

  • જો તમને ત્વચા સંબંધિત કોઈપણ તકલીફ છે તો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો. તેનાથી તમને ફોલ્લીઓ,અને ત્વચા સંબંધિત તકલીફ દૂર કરવામાં મદદ થાય છે.
  • તમને જાણીને હેરાની થશે પરંતુ હેલ્થ એક્સપર્ટ અનુસાર તાંબાના વાસણમાં મૂકેલું પાણી પાચનતંત્ર સારું કરે છે અને તમારું વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
  • બ્લડ પ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલ ને પણ ઓછું કરવા માટે તાંબાનું પાણી ફાયદાકારક છે. એટલે કે આ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
  • તાંબામાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. તેનાથી તમારા શરીરમાં દુખાવા અને સોજા ની સમસ્યા દૂર થઈ જાય છે. આર્થરાઈટીસ ના દર્દીઓને પણ તાંબા નુ પાણી પીવાથી ફાયદો મળે છે.
  • બામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જેનાથી તે શરીરની અંદર અને શરીરની બહારના ઘા ને જલ્દી સાજા કરવા માટે મદદરૂપ થાય છે.

Image Source

તાંબા ના વાસણ નો ઉપયોગ કેવી રીતે કરવો

કોઈપણ વસ્તુનો પૂરેપૂરો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તેનો ઉપયોગ સાચી રીતે કરવામાં આવે. તાંબાના વાસણમાં રાત્રે પાણી ભરો અને સવારે તે પાણી નો ઉપયોગ કરો. તમે તાંબાના જ અથવા તો તાંબાના ગ્લાસમાં પાણી ભરીને મૂકી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે તે વાસણ જમીન પર નીચે ન મૂકો. પરંતુ તેની ટેબલ પર અથવા તો રસોડાના પ્લેટફોર્મ પર મૂકો. એ વાતનું ધ્યાન રાખો કે તાંબાના વાસણમાં પાણી ઓછામાં ઓછું આઠ કલાક સુધી મૂકી રાખો તો જ તે ફાયદાકારક રહેશે.તમે તેને આઠ કલાકથી વધુ સમય પણ રાખી શકો છો. કારણ કે તાંબાના વાસણમાં મૂકેલું પાણી હંમેશા તાજુ જ રહે છે.

Image Source

સફાઇનું ખાસ ધ્યાન રાખો

તમે તાંબાના જે વાસણમાં પાણી મુકો છો તે વાસણને દરરોજ સાફ રાખવાની ખૂબ જ જરૂર છે. ખાસ કરીને અંદરની બાજુ કારણ કે જો તેને વધુ સમય સુધી સાફ ન કરવામાં આવે તો તેની ફરતે કોપર ઓક્સાઈડ ની પરત જામવા લાગે છે. જેનાથી પાણી નો પુરેપુરો લાભ મળતો નથી. એટલું જ નહીં પરંતુ કોપર ઓક્સાઈડ તાંબા સાથે પ્રતિક્રિયા કરે છે તેનાથી કોપર ઓક્સાઈડ ની સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *