હળદરવાળુ દૂધ પીવાના છે અઢળક ફાયદા

હળદરનું દૂધ પીવાથી ઘણી નાની-મોટી બીમારીઓ દૂર રહે છે અને તમને રોગો સામે લડવાની શક્તિ મળે છે.  તમે રોજ દૂધ તો પીતા જ હશો અને તે તમારા શરીર માટે પણ ફાયદાકારક છે, પરંતુ જો તમે સાદા દૂધને બદલે હળદર વાળુ દૂધ પીશો તો તે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.  ચાલો જાણીએ હળદરનું દૂધ પીવાના ફાયદા શું છે.

image source

શ્વાસ સંબંધિત રોગો દૂર રહેશે

હળદરનું દૂધ શ્વાસ સંબંધિત રોગોને શરીરથી દૂર રાખે છે.  આ દૂધના નિયમિત સેવનથી શ્વસનતંત્ર મજબૂત થાય છે અને નાના-મોટા શ્વસન રોગો થતા નથી.  હળદરનું દૂધ એન્ટિમાઇક્રોબાયલ હોવાથી તે નાના મોટા ચેપ અને વાયરલ ચેપને દૂર કરી દે છે.

image source

પેટના અલ્સરથી રાહત

હળદરનાં દૂધમાં એવા ઘણાં તત્વો હોય છે જે શરીરને પેટના ચાંદાથી બચાવે છે.  વળી, આયુર્વેદમાં હળદરના દુધને પીડાની દવા તરીકે માનવામાં આવે છે.  તેનાથી માથાનો દુખાવો, સોજા જેવી સમસ્યાઓ થતી નથી.

image source

તાવ અને શરદીમાં અસરકારક

તાવ, શરદી અથવા કફ હોય ત્યારે હળદરનાં દૂધનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.  જેને લીધે તાવ અને શરદી તો મટે છે, સાથે સાથે ફેફસાંમાં એકઠો થતો કફ પણ દૂર થાય છે.  શિયાળાની ઋતુ દરમિયાન  તેનું સેવન તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

image source

હાડકાં મજબૂત રહેશે

દૂધમાં કેલ્શિયમ હોવાને કારણે તે હાડકાંઓને મજબૂત બનાવે છે તે સાથે જ હળદરનાં ગુણોને લીધે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.  તેનાથી હાડકા સંબંધિત અન્ય સમસ્યાઓથી છુટકારો મળે છે.

image source

એન્ટિસેપ્ટિક ગુણધર્મોથી ભરપૂર

જો શરીરના બાહ્ય અથવા આંતરિક ભાગ પર ઈજા થાય, તો હળદરનું દૂધ તેને મટાડવામાં ખૂબ જ ફાયદાકારક નીવડે છે, કારણ કે તે તેના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મોને કારણે બેક્ટેરિયાને વિકસિત થવા દેતું નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *