ગોળની ચા પીવાના થાય છે અઢળક ફાયદા જાણો તેને બનાવવાની રીત

Image Source

લગભગ લોકો ચાના શોખીન હોય છે અને તે શિયાળાની ઋતુમાં ચા પીવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ મળે છે. એવામાં આજે અમે તમને તમારા સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જો તમને ચા પીવાની આદત છે તો ગોળની ચા પી શકો છો. તેને શિયાળમાં પીવું ખૂબ જ લાભકારી હોય છે એટલે કે ગોળની ચા ઘણા બધા રોગોની એક દવા છે.

તમને જણાવી દઈએ કે ગોળ માં વિટામિન એ અને બી તથા ફોસ્ફરસ, પોટેશિયમ,જસ્તા, સુક્રોઝ,ગ્લુકોઝ,આયર્ન, કેલ્શિયમ,મેગ્નેશિયમ અને મિનરલ્સની ભરપુર માત્રા જોવા મળે છે. ત્યારે તમે જો ગોળની ચા પીશો તો એ તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થશે તેનું સેવન સ્વાસ્થ્ય અને ઘણા બધા પ્રકારના લાભ આપે છે અને તેની ચા બનાવવી ખૂબ જ આસાન હોય છે.

Image Source

ગોળની ચા પીવાના ફાયદા

 • ગોળની ચા પીવાથી પાચન શક્તિ ખૂબ જ સારી રહે છે.
 • છાતીમાં બળતરાની સમસ્યામાં રાહત મળે છે.
 • આપણા શરીરને ગરમાવો આપવાની સાથે જ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક માર્ગ છે.
 • ઠંડીમાં ગોળની ચા પીવાથી ખાંસી અને કફમાં રાહત મળે છે.
 • વારંવાર જો તમને થાકનો અનુભવ થાય તો ગોળની ચા પી શકો છો.
 • જે લોકોને ગળા અથવા ફેફસામાં વારંવાર સંક્રમણ થઈ જતું હોય તે ગોળની ચાનું સેવન કરી શકે છે.
 • માઈગ્રેન અથવા માથાના દુખાવા માટે પણ ગોળની ચા લાભકારી છે.
 • ગોળની ચા લોહીની ઉણપને દૂર કરે છે.
 • ગોળની ચા પીવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
 • તેનું સેવન કરવાથી પિરિયડ દરમિયાન થતા દુખાવામાં રાહત મળે છે.
 • આ ચા પેટને સાફ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક રીત છે.
 • ગોળની ચા પેટ એટલે કે ચરબીને ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
 • ગોળની ચા પીવાથી હાડકાં મજબૂત રહે છે.

સામગ્રી

 • ગોળ – 2 ચમચી
 • ચા – 1 ચમચી
 • કાળા મરી – 3 – 4
 • લવિંગ – 2
 • એલચી – 2
 • આદુ – 1 ચમચી (છીણેલું)
 • તુલસીના પાન – 8-10
 • દૂધ – 1 કપ

Jaggery tea benefits Benefits of jaggery tea in winter and how to make it brmp | Jaggery tea: सर्दियों में गुड़ की चाय पीएं, कई बीमारियां रहेंगी दूर, जानिए बनाने का सरल

Image Source

બનાવવાની રીત

 • સૌપ્રથમ એક પેનમાં પાણી નાખો.
 • હવે આ ઉકળતા પાણીમાં સ્વાદ અનુસાર થોડો ગોળ ઉમેરો.
 • તેની સાથે જ કાળા મરી લવિંગ ઇલાયચી આદુ અને તુલસીના પાન નાખો.
 • હવે આ મિશ્રણને થોડાક સમય માટે ઉકળવા દો.
 • હવે તેમાંથી સુગંધ આવવા લાગે ત્યારે તમે થોડી જ નાખીને ગાળી લો.
 • તમે તેને દૂધ વગર પણ પી શકો છો અને જો તમે દૂધ નાખવા માંગો છો તો દૂધને ઉપરથી ગરમ કરીને ઉમેરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment