શીયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાના છે ઘણા ફાયદાઓ ? જાણો કયા કયા

શીયાળો આવવાની હવે તૈયારી છે. અથવા તો શીયાળો આવી ગયો તેવું પણ કહી શકાય. પરંતુ હજું સુધી એવી ઠંડી નથી પડી રહી. જેવી શીયાળામાં પડતી હોય છે. જોકે મુખ્ય વાત એ તો એ છે કે શીયાળામાં લોકો સલાહ આપતા હોય છે. કે ઠંડા પાણીથી નાહવું જોઈએ જેથી કરીને ઠંડી ન લાગે. પરંતુ તેવી નથી હોતું ખરેખરમાં શીયાળામાં ગરમ પાણીથી નાહવું આપણા શરીર માટે વધું ફાયદાકારક છે.

ગરમ પાણીથી સ્નાન કરવાને કારણે તમારા શરીરને ગરમી મળતી હોય છે. અને બ્લડ સર્કયુલેશન તમારા શરીરમાં યોગ્ય પ્રમાણમાં રહે છે. ગરમ પાણીથી નાહવાને કારણે અથવાતો ગરમ પાણીના ફુવારા નીચે નાહવાથી તમારા શરીરની માસપેશીઓ પણ સ્વસ્થા રહે છે. અને માસપેશીઓને લાગતા વળગતા રોગોથી પણ તમને રાહત મળી રહે છે.

ઠંડીમાં ખાસ કરીને આપણે આપણી સ્કીનનું વધારે ધ્યાન રાખવું પડે છે. કારણકે ઠંડીમાં આપણી સ્કીન ડ્રાય થઈ જતી હોય છે. અને એવું કહેવામાં આવે છે. કે ગરમ પાણીથી જો તમે નાહવાનું રાખશો તો તમારા શરીરનો બધોજ થાક પણ દૂર થઈ જતો હોય છે.સાથેજ મગજ પણ પહેલા કરતા વધું એક્ટીવ થઈ જાય છે. જેથી ગરમ પાણીતી નાહવાથી આપણા શરીરને અઢળક ફાયદાઓ થતા હોય છે. પરંતુ તેની સામે ઠંડા પાણીથી તમે નાહશો તો તમને માત્ર ઠંડી ઓછી લાગશે. પરંતુ તેના કારણે શરદી થવાનો ભય પણ છે. અને કોરોનાના સમયમાં બને તેટલા શરદી અને તાવથી દૂર રહો તે તમારા માટે વધું સારુ છે.

ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે ગરમ પાણીથી આ શીયાળામાં નાહવાન રાખશો. તો તમને કયા કયા લાભ મલી રહેશે.

ઉંઘ સારી આવશે

શીયાળામાં જો તમે ગરમ પાણીથી નાહવાનું રાખશો. તો તમારા શરીરમાં ઘણા ફેરફાર તમને જોવા મળશે. અને આખા દિવસના થાકીને જો તમે ગરમ પાણીથી નાહવાનું રાખશો તો તમને ઉંઘ ખુબ સારી આવશે. કારણકે દિવસભર કામને કારણે તમારી માસપેશીઓમાં તણાવ રહેતો હોય છે. અને ગરમ પાણીને કારણે તમારા શરીરના તાપમાનમાં વધારો થાય છે.જેના કારણે તમારી માસપેશીઓ અને હાડકાને રાહત મલી રહેશે સાથેજ માનસીક રીકે પણ તમને રાહત મળી રહેશે. પરિણામે તમને ઉંઘ પણ ઘણી સારી આવશે

બ્લડ પ્રેશરથી છુટકારો

વિશેશજ્ઞોનું કહેવું છે કે ગરમ પાણીને કારણે તમારુ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જેથી જે લોકોને હ્રદય સંબંધી બીમારી હોય છે. તેમના માટે ગરમ પાણીથી નાહવું ખુબજ ફાયદા કારક છે.સાથેજ ગરમ પાણીથી નાહવાને કારણે હાર્ટ એટેક જેવી સમસ્યા સર્જાવાના પણ ઓછાચાન્સ રહે છે. સાથેજ તમારુ બ્લડ સર્ક્યુલેશન પણ સારુ રહે છે. જેથી જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે. તો તમારે ગરમ પાણીથીજ નાહવું વધું ફાયદાકારક રહેશે..

સ્કીન માટે ફાયદાકારક

ઠંડીમાં આપણી સ્કીન ડ્રાય થઈ જતી હોય છે. જેના કારણે ગરમ પાણીથી નાહવું આપણા માટે ખુબ ફાયદાકારક છે. સાથેજ ગરમપાણી તમારા શરીરમાં રહેલો બઘોજ મેલ પણ કાપી કાઢે છે. જેના કારણે આપણી સ્કીન પહેલા કરતા વધું ઉજળી દેખાય છે. જેથી કરીને શીયાળામાં તમે હાથ અને મોઢું પણ ગરમ પાણીથી ધોવાનું રાખશો તે આપણા માટે સૌથી વધારે ફાયદાકારક છે.

શરદીથી છુટકારો મળી રહેશે

શીયાળામાં શરદીની સમસ્યા સામાન્ય વાત કહી શકાય. પરંતુ જો તમે ગરમ પાણીથી નાહવાનું રાખશો . તો શરદીની સમસ્યાથી પણ તમને રાહત મળશે. ખાસ કરીને તમારી નાકની રક્તવાહિનીઓ પણ ગરમ પાણીને કારણે એક્ટીવ થઈ જાય છે. જેના કારણે તમને શરદી જેવા સમસ્યા નથી સર્જાતી. સાથેજ અત્યારે કોરોના મહામારી સમયે તો શીયાળામાં તમારે ગરમ પાણીથી બે વખત નાહવું ફાયદાકારક રહેશે. જેથી તમને શરદીથી રાહત મળી રહેશે. સાથેજ કોરોના સામે પણ રક્ષણ મલી રહેશે. અને તમે સંક્રમણમા શીકાર બનતા બચી જશો

મહત્વનું છે કે ગરમ પાણીથી નાહવાના ફાયદા મોટા ભાગે તમને શિયાળામાં થતા હોય છે. સાથેજ ચોમાસામાં પણ તમે ક્યારેક ક્યારેક ગરમ પાણીથી નાહી શકો છો. પરંતુ ગરમીઓ ગરમ પાણીથી નાહવું ખુબજ જોખમી સાબિત થઈ શકે છે. જેથી ગરમ પાણીથી માત્ર શીયાળામાં નાહવું તમારા માટે ફાયદાકારક રહેશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *