નાભી પર તેલ લગાવાથી ઘણા ફાયદા થાય છે….જાણો નેવલ ઓઈલ થેરાપી વીશે સંપૂર્ણ માહિતી

Image Source

નોવેલ ઓઈલ થેરાપીથી આપણા શરીરને ઘણા લાભ લાભ મળી રહેતા હોય છે. આ થેરાપી ખરેખરમાં એક આયુર્વેદિક ઉપચાર છે. જેથી આજે અમે તમને આ થેરાપી વીશે વિગતવાર માહિતી આપવાના છે. સાથેજ તેનાથી આપણાને કયા લાભ મળી રહેતા હોય છે. તેના વીશે આજે અમે તમને જણાવીશું

મોટા ભાગે પહેલાના સમયમાં લોકો આ થેરાપી કરતા હતા. પરંતુ હવે ઘણા ઓછો લોકો આ થેરાપી કરે છે. નિયમિત રીતે જો તમે તમારી નાભી પર તેલ માલીશ કરશો તો તમને ઘણા ફાયદા મળી રહેતા હોય છે. આજ વસ્તુને આપણે નેવલ ઓઈલ થેરાપી કહીએ છે. સાંભળવામાં તમને નવાઈ જરૂર લાગશે. પરંતુ આ એક આયુર્વેદિક ઉપચાર છે. સાથે મોટા મોટા આયુર્વેદિક ડૉક્ટરો પણ આ થેરાપી કરવા માટે સલાહ આપતા હોય છે.

નાભિ પર તેલ લગાવાથી જુદી જુદી ગંભીર બિમારીઓ સામે આપણાને રક્ષણ મળી રહતે હોય છે. આપણી નાભી આપણા શરીરના જુદા જુદા અંગો સાથે જોડાયેલી હોય છે. જેથી ત્યા માલિશ કરવાથી શરીરની કોશીઓકાઓને પોષણ મળી રહેતું હોય છે.

આયુર્વેદ અનુસાર આપણા જીવનની ઉત્પત્તી નાભી કરતી હોય છે. મહિલા જ્યારે ગર્ભવતી હોય ત્યારથી બાળકને બધાજ પોષકતત્વો ત્યાથીજ મળી રહેતા હોય છે. સાથેજ પોષણનું પહેલું સ્થાન અને શક્તિશાળી ઉર્જા કેન્દ્ર પણ નાભિને માનવામાં આવે છે. જેથી આજે અમે તમને જણાવીશું કે નાભી પર માલિશ કરવાથી તમને કેટલા અને કયા કયા લાભ મળી રહશે.

પાચનતંત્ર મજબૂત થઈ શકશે

સરસિયાના તેલના અમુક ટીપાથી નાભીની માલિશ કરશો તો તમને ખાસ કરીને પેટ સંબંધી સમસ્યાઓથી રાહત મળી શકશે. ગેસ. એસીડીટી, કબજિયાત જેવી ગંભીર સમસ્યાઓ પણ નેવલ ઓઈલ થેરાપીથી દૂર થઈ જાય છે. રોજ તમે જો આ માલીશ કરશો તો તમને ક્યારેય પણ લીવર સબંધી સમસ્યા જેવી કે પિત્ત પણ ક્યારેય નહી થાય. આ ઉપરાંત તમે નાભિ પર ફુદીના અથવા આદુના તેલની માલિશ પણ કરી શકશો. કારણકે તેનાથી પણ તમને ઘણા ફાયદાઓ મળી રહેશે.

મન શાંત રહી શકશે.

નાભીની આસપાસ ગોળાકાર રીતે માલિશ કરશો તો તમને ઘણો આરામ મળી રહેશે. સાથેજ જો તમે તણાવમાં હશો તો તણાવ પર દૂર થશે. નાભી ચિકિત્સા તમારી ભાવનાઓને સંતુલિત રાખવામાં અને એકગ્રતા લાવવામાં મદદ કરે છે. જેથી તણાવ ઓછો કરવા માટે પણ તમે નેવલ થેરાપીનો ઉપયોગ કરી શકો છો. કારણકે તેના કારણે તમે માનસીક સ્વસ્થ્ય રહી શકશો.

Image Source

સ્કીન ઉજળી થઈ શકશે

મોટા ભાગના લોકો એવુ ઈચ્છતા હોય છે કે તેમની સ્કિન ઉજળી રહે. માટે જો તમે રોજ ઓલિવના તેલની માલિશ કરશો તો તમારા શરીર પરથી સોજાની સમસ્યા પણ ઓછી થશે રોજ જો તમે ઓલિવ તેલથી નાભીની આસપાસ માલિક કરશો તો તમારી સ્કીન લાંબા ગાળા સુધી સારી રહેશે. સાથેજ તમે આ ઓલિવના તેલને હોઠ પર તેમજ એડી પર પણ લગાવી શકો છો.

વાળ મજબૂત થઈ શકશે

નાભિથી આપણા શરીરમાં અંદાજે 72 હજાર નસો જોડાયેલી હોય છે. જે શરીરમાં ખનીજોને બરાબર રીતે પહોચાડે છે. જેના કારણે તમારા વાળ પણ મજબૂત થાય છે. વાળને કાળા કરવા માટેની જે નસો હોય તેને પોષણ મળી રહે છે જેના કારણે લાંબા સમય સુધી આપણા વાળ મજબૂત અને કાળા રહેતા હોય છે. તે સિવાય જો તમારા વાળામાં ખોડો અને જૂહોની સમસ્યા રહેતી હોય. તો તમે ઓલીવ તેલની માલીશ તમારી નાભી કરશો તો તેનાથી પણ તમને રાહત મળી રહેશે

Image Source

પ્રજનન સ્વાસ્થ્યમાં સુધાર રહેશે

આયુર્વેદિક તબીબોનું માનવું છે કે એસેશિયલ ઓઈલની તમે નાભી પર માલીશ કરશો. તો તમારું પ્રજનન સ્વાસ્થ્ય પણ સુધરશે. લીમડાનું અને લીંબુ તેલ જો પુરુષો તેમની નાભી પર લગાવીને માલીશ કરે તો શુક્રાણુઓની સંખ્યા પણ વધી જતી હોય છે. ઉપરાંત તમારી પ્રજનન ક્ષમતામાં પણ વધારો થયેલો જોવા મળશે.

સાંધાના દુખાવાથી રાહત મળી શકશે

માસપેશિઓમાં જો સોજા આવી જાય અથવા તો સાંધામાં દુખાવો રહેતો હોય તો તમારે નાભીની આસપાસ એરંડાના તેલની માલિશ કરવી જોઈએ. જેના કારણે તમારા સાંધાના દુખાવામાં જરૂરથી ફેર પડશે. તે સિવાય જો તમને હાડકાનો પ્રોબલેમ છે અથવા તો તમારા હાડકા નાજૂક છે. તો તમારે જરૂરથી આ વિકલ્પ પસંદ કરવો જોઈએ જેથી તમને ચોક્કસથી રાહત મળી રહેશે.

આંખોને ફાયદો મળી શકશે.

વધારે પડતું કામ કરવાને કારણે, ધુમ્રપાનને કારણે, અથવાતો ઉંમર વધવાને કારણે આપણી આંખો ડ્રાય થઈ જતી હોય છે. જેના કારણે આપણી દ્રષ્ટી પણ ખરાબ થઈ જાય છે. સાથેજ આપણી આંખમાં બળતરા પણ થતા હોય છે. ત્યારે આના માટે તમે નારિયેળ તેલને તમારી નાભિ પર લગાવીને માલિશ કરી શકો છો. કારણકે તેના કારણે સુકાયેલી નસોને પણ પોષણ મળતું હોય છે. સાથેજ રૂધીરનું પરિભ્રમણ પણ આપણા શરીરમાં યોગ્ય રહે છે. જેના કારણે આપણી આખો સારી રહેતી હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *